Chapter Chosen

માનવવિકાસ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
માનવવિકાસને માનવજીવનની કઈ કઈ બાબતો સાથે સંબંધ છે ? 

Advertisement
ભારતમાં મહિલાઓ સાથે કેવા પ્રકારે ભેદભાવ જોવા મળે છે ? 

ભારતમાં મહિલાઓ સાથે નીચે દર્શાવેલ પ્રકારે ભેદભાવ જોવા મળે છે.

મહિલા ઘરકામ કરે, રસોઈ બનાવે અને બાળઉછેર કરે જેવાં કામો કરે તો તેનો કોઈ હિસ્સો – મૂલ્ય – આર્થિક ઉપાર્જનમાં કે દેશની રાષ્ટ્રીય આવકમાં ગણાતો નથી.

મોટા ભાગનાં ભારતીય કુટુંબોમાં સ્ત્રીઓને કોઈ નિર્ણય લેવાની સત્તા આપવામાં આવતી નથી. તેમને અન્યાયનો ભોગ બનવું પડે છે.

નાનપણથી જ છોકરીઓના આરોગ્યની પૂરતી કાળજી લેવામાં આવતી નથી. તેથી છોકરીઓના બાળમૃત્યુનો દર ઊંચો રહે છે.

ભારતમાં શિક્ષણની તકો અને આર્થિક અધિકારોથી સ્ત્રીઓને વંચિત રાખવામાં આવે છે.

ભારતીય સમાજમાં પુત્રજન્મનું વિશેષ મહત્વ છે. પુત્ર માટેની તીવ્ર ઝંખનાને કારણે સ્ત્રી – ભ્રૂણહત્યાનું પ્રમાણ વધ્યું છે.

પુરુષપ્રધાન ભારતીય સમાજમાં શિક્ષણના અભાવે સ્ત્રીઓ પ્રત્યે ઓછો આદરભાવ રાખવામાં આવે છે.

ભારતમાં સ્ત્રીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી તેમને બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા અને અન્ય સામાજિક કુરિવાજોનો ભોગ બનવું પડે છે.

ભારતીય સમાજમાં દીકરા – દીકરી વચ્ચે કપડાં, રમતો, અભ્યાસની તકો, ખોરાક, હરવું – ફરવું, આચાર – વિચાર અને વ્યવહાર તથા શિખામણ જેવી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.

મોટા ભાગની સ્ત્રીઓને માત્ર બાળઉછેર અને ઘરસંભાળ જેવી પ્રવૃત્તિઓ કરાવીને ઘરમાં જ ગોંધી રાખવામાં આવે છે.

ભારતનાં મોટા ભાગનાં રાજ્યોમાં ઊંચા પદો, ઊંચી આવક, વધુ લાભ, વધુ વેતન મળે એવા ઉદ્યોગો અને નોકરીઓમાં પુરુષોનું જ વર્ચસ્વ છે.

સંસદ, વિધાનસભાઓ, વરિષ્ઠ અધિકારીઓ, મૅનેજરો, કંપનીઓના ડિરેક્ટરો, વ્યવસાયિક અને ટેક્નિકલ ક્ષેત્રે મહિલાઓનું ઓછું પ્રમાણ વગેરેમાં સ્ત્રી – પુરુષ ભેદભાવ સ્પષ્ટ રીતે જોવા મળે છે.


Advertisement
માનવવિકાસ આંકની ગણતરી કઈ રીતે કરાય છે ? 

‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.


માનવવિકાસ સામેના પડકારો જણાવો. 

Advertisement