Chapter Chosen

વન અને વન્ય જીવ સંસાધન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
વન – સંરક્ષણના ઉપયો જણાવો. 

વન – સંરક્ષણ માટેના ઉપાયો નીચે પ્રમાણે છે :

બળતણની જરૂરિયાત માટે લાકડાને સ્થાને સૌરઊર્જા, પવનઊર્જા, બાયઊર્જા વગેરેનો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવા.

બળતણ માટે લાકડાને સ્થાને ઉપયોગમાં લઈ શકાય તેની સામગ્રી માટે સંશોધનો હાથ ધરવાં.

જરૂરિયાત કે નિર્માણ કાર્યકાર્ય માટે જે વૃક્ષો અનિવર્યપણે કાપવાં પડે તેની જગ્યાએ એ જ પ્રજાતિનાં વૃક્ષો વાવવાં જોઈએ. અપરિપક્વ વૃક્ષોનાં કાપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.

જંગલોમાંથી કાચો માલ મેળવતા ઉદ્યોગોને તેમની જરૂરિયાત માટે વનીકરણ કરવાની ફરજ પાડવી જોઈએ.

ઈકો –ટુરિઝમના વિકાસના નામે જંગલોની સ્થિતિ ન જોખમાય તે માટે કડક નિયમન કરવું.

સ્થાનિક લોકોમાં જંગલોના જતન માટે વ્યાપક જન જાગૃત્તિ કાર્યક્રમોનું આયોજન કરવું.

શાળા-કૉલેજોના પાઠ્યપુસ્તકોમાં વન – સંરક્ષણ અંગેની વિગતોનો સમાવેશ કરવો તેમજ વિદ્યર્થીઓને વન – સંરક્ષણની જરૂરિયાત સમજાવવી.

ઘાસચારો અને બળતણની જરૂરિયાત માટે સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણ જેવા કાર્યક્રમોને પ્રોત્સાહન આપવા સઘન પગલાં ભરવાં.

વન – સંસાધનોનો કરકસરભર્યો ઉપયોગ કરવો. કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવાથી બીજાં તંદુરસ્ત વૃક્ષો બચી જશે અને તેમનો વિકાસ ઝડપી બનશે.

દાવાનળથી જંગલો નાશ પામે છે. જંગલોમાં આગ ન લાગે તેની તકેદારી માટે અને આગ લાગે તો તેના તાત્કાલિક શમન માટે રાષ્ટ્રિય સ્તરે સ્વતંત્ર તંત્ર કે દળ ઊભું કરવું.

જંગલ ક્ષેત્રોમાં આવેલા ધાર્મિક સ્થળો પર યોજાતા મેળાઓ, ભંડારા કે પરિક્રમા જેવી પ્રવૃત્તિમાં હજારો યાત્રિકો જમા થાય છે. એ સમય દરમિયાન જંગલમાં એકઠા થતા કચરાનો યોગ્ય નિકાલ ન થતાં જંગલ દૂષિત થાય છે.

પાલતુ પશુઓને ચરાવવા માટે અલગ વિસ્તારો હોવા જોઈએ.


Advertisement
જૈવ આરક્ષિત ક્ષેત્ર એટલે શું ? 

ગુજરાતમાં અગાઉ કયાં કયાં વાઘ જોવા મળતા હતા ? 

જંગલોના પ્રકાર વિશે સવિસ્તર નોંધ લખો. 

વન્ય જીવોના સંરક્ષણ માટેની વિવિધ યોજનાઓ વર્ણવો. 

Advertisement