Chapter Chosen

વર્તનના જૈવિય આધારો

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
એડ્રીનલ ગ્રંથિ, સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિ સમજાવો. 

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનો સ્ત્રાવ સીધેસીધો લોહીમાં ભળે છે. આ ગ્રંથિઓના સ્ત્રાવોને ‘અંત્સઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધીની જુદી જુદી આઠ ગ્રંથિઓ અને તેના સ્ત્રાવો વિશેની માહિતી વૈજ્ઞાનિકો પાસે ઉપલબ્ધ છે. એમાંથી એડ્રીનલ ગ્રંથિ, સ્વાદુપિંડ ગ્રંથિ અને જાતીય ગ્રંથિની સમજૂતી નીચે મુજબ છે.

1. એડ્રીનલ ગ્રંથિ : એડ્રીનલ ગ્રંથિ મૂત્રપિંડોની સહેજ ઉપરની બાજુએ આવેલી છે. એડ્રીનલ ગ્રંથિના બે ભાગ છે : એડ્રીનલ કૉટક્સ અને એડ્રીનલ મેડ્યુલા. એડ્રીનલ ગ્રંથિના છાલ જેવા ઉપરના ભાગને ‘એદ્રીનલ કૉર્ટ્રેક્સ’ અને એડ્રીનલ ગ્રંથિના મધ્યના ભાગને ‘એડ્રીનલ મેડ્યુલા’ કહેવાય છે. આ ગ્રંથિમાંથી એપિનેફ્રાઈન અને નોનએપિનેફ્રાઈન નામના રસસ્ત્રાવ ઉત્પન્ન થાય છે.

એડ્રીનલ ગ્રંથિઓમાં ઝરતા સ્ત્રાવો સંકટ સમયે સામનો કરવા માટે શરીરના અવયવોને લોહી પુરૂ પાડી તેમની શક્તિમાં વધારો કરે છે. લોહિમાં ખાંડનું પ્રમાણ વધે છે. હ્રદયના ધબકારા ઝડપી બને છે. આ સ્ત્રાવથી લોહી, ચામડી અને પાચનતંત્રના અવયવો તરફ ઝડપથી ઘસી જાય છે. જેથી જ્ઞાનતંતુ અને માંસપેશીઓને પૂરતો પ્રાણવાયુ અને ખોરાક મળે છે. ઈન્દ્રીયો સતેજ બને છે. આ રસસ્ત્રાવો આવેગ દરમિયાન અનુકંપી તંત્રને કાર્યમાં મદદરૂપ થાય છે.

એડ્રીનલ કૉર્ટેક્સ : ઍડ્રીનલ કૉર્ટેક્સમાંથી ઝરતા સ્ત્રાવોનું પ્રમાણ વધી જાય, તો વ્યક્તિમાં વિજાતીય લક્ષણો વિકાસ પામે છે. મહિલામાં આ સ્ત્રાવોનું પ્રમાણ વધે તો અવાજ મોટો થાય, દાઢી-મૂછ પરવાળ ઉગે, નિતંબ અને સ્તન કૃશ થઈ જાય વગેરે જેવાં પુરુષોનાં લક્ષણો જોવા મળે છે. જો પુરુષોમાં આ સ્ત્રાવોનું પ્રમાણ વધે તો તેનો સ્તન પ્રદેશ વિકાસ પામે, ચામડી સુવાળી બને, અવાજ અને વર્તનશિલ મહિલા જેવાં થઈ જાય.

એડ્રીનલ મેડ્યુલા : આ સ્ત્રાવો પર ચેતાતંત્રનું નિયંત્રણ હોય છે. આવેગ સમયે તેનો સ્ત્રાવ વધુ પ્રમાણમાં થાય છે અને અનુકંપી તંત્ર સક્રિય બને છે. આ સ્ત્રાવની અસર શરીરના જુદા જુદા ભાગો પર જુદી જુદી થાય છે. આ સ્ત્રાવોનું પ્રમાણ ઘટવા લાગે તો વ્યક્તિ જલદી થાકી જાય છે. તેના કાર્યમાં ઉત્સાહ જોવા મળતો નથી. તેના સ્વભાવમાં ચીડિયાપણું ઉદ્દભવે છે. તેથી વ્યક્તિ વારંવાર ઉશ્કેરાઈ જાય છે. ક્યારેક વ્યક્તિ કંટાળો અને અંજપો પણ અનુભવે છે.

2. સ્વાદુપિંડ ગ્રંથિ : સ્વાદુપિંદ ગ્રંથિ નાના આંતરડા અને જઠરની વચ્ચેના વળાંકમાં આવેલો હોય છે. સ્વાદુપિંડમાં આવેલા સંખ્યાબંધ કોષો પાચક રસ પેદા કરે છે. આ ગ્રંથિમાંથી ‘ઈંસ્યુલિન’ નામનો સ્ત્રાવ ઝરે છે. ઈન્સ્યુલિન ખોરાકમાંથી પચી ગયેલી ખાંડનું ‘ગ્લાયકોજન’ નામના દ્રવ્ય રૂપાંતર કરે છે. આ સ્ત્રાવ દ્વારા સ્વાદુપિંડ લોહિમાં શર્કરાના પ્રમાણનું નિયંત્રણ કરે છે. શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય તો લોહિમાં શર્કરાનું પ્રમાણ ઘટે છે અને શરીરમાં ઈન્સ્યુલિનનું પ્રમાણ ઓછું હોય, તો લોહિમાં શર્કરાનું પ્રમાણ વધે છે. લોહિમાં શર્કરાનું પ્રમાણ વધે છે. લોહિમાં શર્કરાનું વધારે કે ઓછું પ્રમાણ ચયાપચયની ક્રિયા પર અસર કરે છે. સ્વાદુપિંડમાંથી જરૂર કરતાં ઓછા પ્રમાણમાં વધારે રહે છે અને તે ‘મધુપ્રમેહ’નો દર્દી બને છે. આવી વ્યક્તિઓએ શર્કરાના પાચન માટે ઈન્સ્યુલિનનાં ઈન્જેક્સન લેવાં પડે છે અથવા નિયમિત લાંબા અંતર સુધી ચાલવાની કસરત કરવી પડે છે. શરીરમાં જો ઈન્સ્યુલિનનું પ્રમાણ વધી જાય, તો શરીરમાં શર્કરાનું પ્રમાણ ઘટી જતાં વ્યક્તિને આંચકી આવે છે. અને તે વ્યક્તિ બેભાન થઈ જાય છે.

3. જાતીય ગ્રંથિ : પુરુષોમાં ‘શુક્રગ્રંથિ’ અને મહિલાઓમાં ‘અંડાશય’ નામની જાતીય ગ્રંથિઓ આવેલી છે. મસ્તિષ્ક ગ્રંથિઓ દ્વારા આ ગ્રંથિઓ સક્રિય બનતાં તેમાંથી જાતીય સ્ત્રાવો સ્ત્રવે છે. જેને લીધે પ્રજનન શક્ય બને છે. પુરુષ અને મહિલાઓમાં જોવા મળતાં ગૌણ જાતિય લક્ષણો માટે પણ આ ગ્રંથિના સ્ત્રાવો મહત્વની ભૂમિકા ભજવે છે.

1. પુરુષની જાતીય ગ્રંથિ : પુરુષની જાતીય ગ્રંથિને ‘શુક્રપિંડ’ કહેવાય છે. તે બે સાથળ વચ્ચે ચામડીની કોઠળીમાં શુક્રપિંડરજ્જુથી લટકતી હોય છે. આ ગ્રંથિમાંથી ટેસ્ટોસ્ટૅરોન નામના રસસ્ત્રાવો સ્ત્રવે છે. : તેને પરિણામે પુરુષોના જાતીય અંગોના, જાતીય પ્રેરણાનો અને જાતીય ગૌણ લક્ષણોનો વિકાસ થાય છે. તે જાતીય ક્રિડા દ્વારા જાતીય આનંદ મેળવી શકે છે અને પ્રજનન કરવા શક્તિમાન બને છે. આ સ્ત્રાવોની વિકૃતિથી તેનામાં મહિલાઓનાં લક્ષણોનો વિકાસ થાય છે અને શરીરબંધારણની વિકૃતિ થાય છે.

2. મહિલાની જાતીય ગ્રંથિ : મહિલાની જાતીય ગ્રંથિને ‘બીજાશય’ કહેવાય છે. તે કટિબંધના પોલાણમાં ગર્ભાશયની બંને બાજુએ એક-એક હોય છે. તેમાં મહિલાબીજ તૈયાર થાય છે. તેમાંથી બે પ્રકારના સ્ત્રાવો ઝરે છે. ‘ઈસ્ટ્રેજન’ અને ‘પ્રોજેસ્ટૅરોન’ ઈસ્ટ્રોજન મહિલાસહજ ગૌણ જાતીય લક્ષણો વિકસાવવામાં તેમજ માતૃત્વની તૈયારીરૂપ શારીરિક ફેરફારો માટે કારણરૂપ બને છે. પ્રોજેસ્ટૅરોન ફલિત ગર્ભને ટકાવી રાખવામાં અને સ્તનગ્રંથિઓને સક્રિય બનાવવામાં અગત્યની ભૂમિકા ભજવે છે. આ સ્ત્રાવોની વિકૃતિ મહિલામાં સ્ત્રૈણ લક્ષણોનો અભાવ તથા જાતીય બાબતોમાં શીતળતા જન્માવે છે.


Advertisement

‘જિનેટાઈપ’ એટલે શું ?


ટુનકનોંધ લખો. 
શારીરિક ચેતાતંત્ર  

ટુનકનોંધ લખો. 
રંગસુત્રો

ટુનકનોંધ લખો. 
જનીનતત્વો 

Advertisement