Chapter Chosen

સ્મરણ અને વિસ્મરણ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ટુંકનોંધ લખો. 
લાંબા ગાળાની સ્મૃતિ 

સંગ્રહ એટલે શું ? 

ટુંક નોંધ લખો. 
PQRST પદ્ધતિ

સાંવેદનિક સ્મૃતિની કઈ વિશેષતાઓ માટે મનોવૈજ્ઞાનિકોમાં સર્વસન્મત જોવા મળે છે ? 

Advertisement
લાંબાગાળાની સ્મૃતિના પ્રકારો જણાવો. 

જે સ્મૃતિતંત્રમાં માહિતીનો સંગ્રહ 20 થી 30 સેકન્ડથી વધુ સમય માટે થાય તેને ‘લાંંબા ગાળાની સ્મૃતિ’ કહે છે. જીવનમાં થયેલા અનુભવોનો સંગ્રહ લાંબા ગાળાની સ્મૃતિમાં થાય છે. મોટા પ્રમાણમાં આવી માહિતીને સંગ્રહવાની શક્તિ મસ્તિષ્ક છાલમાં રહેલા મજ્જાકોષમાં હોય છે.

લાંબા ગાળાની સ્મૃતિના પ્રકારો : જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ લાંબા ગાળાની સ્મૃતિનું વિવિધ પ્રકારોમાં વર્ગીકરણ કર્યું છે.

મનોવૈજ્ઞાનિક ટુલવિંગનું વર્ગીકરણ નીચે મુજબ છે.

1. ઘટાનાત્મક સ્મૃતિ (Episodic Memory) : ઘટનાત્મક સ્મૃતિમાં સ્નુભવોની આત્મકથાત્મક હકીકતોનો સમાવેશ થાય છે. જે ઘટનાઓનો આપણે પ્રગટ રીતે અનુભવ કર્યો હોય તે ઘટનાઓ આ સ્મૃતિમાં સંગ્રહાયેલી હોય છે. આ પ્રકારની સ્મૃતિ એક સંપૂર્ણ રોજનીશી છે. જેમ કે તમે કરેલો સૌરાષ્ટ્રનો પ્રવાસ, જન્મદીનની પાર્ટી, દસમાની બોર્ડ પરિક્ષામાં તમે મેળવેલા ટકા, થોડા દિવસ પહેલાં કોઈ સગા-સબંધીને ઘેર કોઈ વિશેષ પ્રસંગે તમે આરોગેલી વનગીઓ વગેરે. આ બધા તમારા વ્યક્તિગત અનુભવો છે.

ઘટનાત્મક સ્મૃતિ સમય અને અવકાશના સબંધોમાંં સંગઠિત થયેલી હોય છે. એમાં માત્ર ઘટનાનો સમાવેશ થતો નથી. પરંતુ તેના પૂર્વાપર સંદર્ભનો પણ સમાવેશ થાય છે.

ઘટનાત્મક સ્મૃતિની લાક્ષણિકતા તેનું આવેગાત્મક સ્વરૂપ છે. જીવનમાં બનેલા ખૂબ જ આનંદદાયક કે દૂઃખદાયક અનુભવો લાંબા સમય તે સુધી યાદ રહે છે.

ભૂતકાળમાં થયેલા અનુભવોની નાની નાની વિગતોને યાદ કરવામાં વધારે સમય લાગે છે. અગાઉ અનુભવેલા પ્રસંગોનું પુનરાવહન કરતી વખતે વિગતોની પુનઃરચનાની પ્રક્રિયા થાય છે.

2. અર્થાત્મક સ્મૃતિ (Semantic Memory) :અર્થાત્મક સ્મૃતિમાં વિશિષ્ટ અનુભવોના સંદર્ભ વિના હકીકતો અને પ્રત્યયોના અર્થ વિશેના બિનવૈયક્તિક જ્ઞાનનો સમાવેશ થાય છે. જેમ કે, વ્યાકરણાના સિદ્ધાંતો, તર્કશાસ્ત્રના નિયમો, ગણિતના નિયમો અને સૂત્રો, જુદા જુદા પ્રકારનાં પ્રજીવકોનાં નામ વગેરેની સ્મૃતિ.

અર્થાત્મક સ્મૃતિમાં રોજબરોજની વસ્તુઓ, તથ્યો, સામગ્રીઓ અને ભાષાઓના વિશેનું સંગઠિત જ્ઞાન સંચિત હોય છે. આથી તેને ‘સામાન્ય જ્ઞાનની સંગઠિત સ્મૃતિ’ કહેવાય છે.

અર્થાત્મક સ્મૃતિની વિશેષતા એ છે કે, તેમાં સંકલન અને સમજ દ્વારા માહિતીનો સંગ્રહ થાય છે. તેના સંગ્રહના એકમો વિભાવના, વિચારો અને હકીકતો છે.

બીજું અર્થાતાત્મક સ્મૃતિ સમય અને અવકાશ પર આધારિત નથી. દા.ત., વ્યાકરણના સિદ્ધાંતો, ગણિતના નિયમો ક્યાં, ક્યારે, કેવી રીતે શીખ્યા તે અંગેના સંદર્ભ આપણને યાદ રહેતો નથી.

આ સ્મૃતિમાં લગનીયુક્ત વિગતો જોવા મળતી નથી: માત્ર અર્થપૂર્ણ વિગતો જ જોવા મળે છે.

3. રીતિલક્ષી સ્મૃતિ (Procedural Memory) : કોર્ર પણ કૌશલ્ય કાર્ય કઈ રીતે કરવું તેની સ્મૃતિને ‘રીતિલક્ષી અમૃતિ’ કહે છે. આસ્મૃતિ ઘણી જટીલ છે. દા.ત. સાઈકલ ચલાવવી, ટેબલટેનિસ રમવું, તરવું, ઘોડેસવારી કરવી, ચેસ રમવી, કમ્પ્યુટર શીખવું વગેરે.

ઊદ્દિપક-પ્રતિક્રિયાનાં સાહચર્યો અને પ્રતિક્રિયાની કૌશલ્યયુક્ત તરેહોનો સ્મૃતિમાં સમાવેશ થાય છે. રીતિલક્ષી બાબતોનું સ્મરણ કરવું સરળ નથી. તેનું સ્મરણ કરવામાં ખૂબ મુશ્કેલી પડે છે. છતાં એક વાર સ્મૃતિની બાબતો સ્થાપિત થઈ ગયા પછી તે આજીવન ભૂલાતી નથી. દા.ત. જે વ્યક્તિને સ્કુટર ચલાવતા ન આવડતું હોય તેને સ્કુટર ચલાવવાની કુશળતાની ક્રમબદ્ધ વિગતોને યાદ રાખવી મુશ્કેલ લાગે છે: પરંતુ એક વાર સ્કુટર ચલાવવાનું કૌશલ્ય પ્રાપ્ત કર્યા પછી તે હંમેશા યાસ રહે છે.

આથી રીતીલક્ષી સ્મૃતિને ‘કૌશલ્ય સ્મૃતિ’ કહે છે.


Advertisement
Advertisement