Chapter Chosen

અભ્યાસ પદ્વતિઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘પરિવર્ત્ય’ એટલે શું ? તેના પ્રકારો ટુંકમાં સમજાવો. 

આંતરનિરિક્ષણ પદ્ધતિની સમજૂતી આપો. 

મનોવિજ્ઞાનના અભ્યાસ માટે ઉપ્યોગમાં લેવાતી મુખ્ય છ અભ્યાસ પદ્ધતિઓ કઈ છે ?


ટુંકનોંધ લખો. 
નિરીક્ષણ પદ્ધતિના ફાયદાઓ અને મર્યાદાઓ જણાવો. 

Advertisement
કુદરતી નિરીક્ષણ પદ્ધતિની સમજૂતી આપો. 

નિરીક્ષણ પદ્ધતિ પ્રત્યેક વિયાનની મૂળભૂત પદ્ધતિ છે. મનોવિજ્ઞાન પણ માનવી અને પાણીના વર્તનના અભ્યાસ માટે નિરીક્ષણ પદ્ધતિનો વ્યાપકપણે ઉપયોગ કરે છે. નિરીક્ષણ પદ્ધતિમાં ચોક્કસાઈ વધારવા માટે અનેક અભ્યાસો કરવામાં આવ્યા છે. આ અભ્યાસોના આધારે નિરીક્ષણ પદ્ધતિના વિવિધ પ્રકારો વિકાસ થયો છે.

નિરીક્ષણ પદ્ધતિના પ્રકારો : 1. આનતનિરીક્ષણ પદ્ધતિ, 2. કુદરતી નિરીક્ષણ પદ્ધતિ, 3. વ્યવસ્થિત નીરીક્ષણ પદ્ધતિ, 4. ક્ષેત્ર નીરીક્ષણ પદ્ધતિ, સહભાગી નિરિક્ષણ પદ્ધતિ અને 6. તુલનાત્મક નિરીક્ષણ પદ્ધતિ.

કુદરતી નિરીક્ષણ પદ્ધતિ (Natural Observation Method) : આપણી આસપાસ કુદરતી રીતે ઘટના બને છે, તેને પ્રત્યક્ષ રીત નિહાળીને તેની વિગતોને નોંધવાની પદ્ધતિને ‘કુદરતી નિરિક્ષન પદ્ધતિ’ કહે છે.

પ્રાચીન ગ્રીક વિચારકોએ સૌપ્રથમ આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. તે દ્વારા તેઓએ ઘણાં વિજ્ઞાનો માટે પૂર્વભૂમિકા તૈયાર કરી હતી. તે દ્વારા તેઓએ ઘણાં વિજ્ઞાનો માટે પૂર્વભૂમિકા તૈયાર કરી હતી. આમ, પ્રત્યેક વિજ્ઞાનના ઉદ્દભવ અને વિકાસમાં આ પદ્ધતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

આ પદ્ધતિમાં કુદરતી પરિસ્થિતિઓમાં માનવી કે પાણી જે સ્વાભાવિક વર્તન કરે છે તેનું નિરિક્ષણ કરવામાં આવે છે અને આ નિરિક્ષણની વ્યવસ્થિત નોંધ કરવામાં આવે છે. આ નોંધ વર્તનના વર્ણન સ્વરૂપની હોય છે.

કુદરતી નિરીક્ષણમાં માનવી કે પ્રાણીનું પ્રગટ વર્તન જ નોંધવામાં આવે છે. આ નિરીક્ષણમાં કોઈ નિયંત્રણ હોતું નથી. આથી પ્રસ્તુત અને અપ્રસ્તુત એમ બંને પ્રકારની માહિતી એકત્રિત થાય છે. દા.ત. કોમી હુલ્લડ વખતે કોઈ એક કોમની વ્યક્તિઓના વર્તનનું નિરીક્ષણ.

આ પદ્ધતિ ‘અનિયંત્રિત નિરીક્ષણ પદ્ધતિ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

લાભ : આ પદ્ધતિના લાભ નીચે મુજબ છે.

આ પદ્ધતિ દ્વારા ચોક્કસ વિરલ ઘટનાઓ કે જે કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓ કે જે કુદરતી વાતાવરણમાં જ બને છે તેવી ઘટનાઓનો પ્રત્યક્ષ અભ્યાસ થઈ શકે છે.

આ અભ્યાસ પદ્ધતિ દ્વારા ઘટનાઓનાં વિવિધ પાસાઓનો અભ્યાસ કરી શકાય છે.

મર્યાદઓ : આ પદ્ધતિની મર્યાદાઓ નીચે મુજબ છે :

કુદરતી વાતાવરણમાં બનતી ઘટનાઓનું પુનરાવર્તન થઈ શકતું નથી. આથી ફરીથી તેનો તે જ અભ્યાસ શક્ય બનતો નથી.

નિરીક્ષણ હેઠળની વ્યક્તિ કે સમૂહને જો તેમના નિરીક્ષણનો ખ્યાલ આવી જાય. તો તેમના વર્તનમાં કૃત્રિમતા આવી જાય છે.

આ પદ્ધતિમાં નિરિક્ષણ હેઠળની વ્યક્તિલક્ષીતા આવી જવાની સંભાવના રહે છે. દા.ત. કોઈ ઘટના તરફ ધ્યાન કેન્દ્રીત કરે ત્યારે ઘટનાની પસંદગીમાં વ્યક્તિલક્ષીતા આવી જાય છે.

આ નિરિક્ષણ પદ્ધતિસરનું નથી, કારણ કે આમાં બનાવોની સાવચેતીપૂર્વક પસંદગી કરવામાં આવતી નથી.

આ નિરિક્ષણ ખૂબ જ સમય માંગી લે છે.

આ નિરીક્ષકના ગમા-અનગમાની અને પૂર્વગ્રહની અસર થાય છે.

કેટલીક વાર વ્યક્તિઓ દંભ કરતી હોય ત્યારે નિરીક્ષણ દ્વારા ખોટી માહિતી પણ મળે છે.


Advertisement
Advertisement