Chapter Chosen

ચેતનાની બદલાયેલી અવસ્થાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ટુંકનોંધ લખો. 
ધ્યાન : ચેતનાની બદલાયેલી અવસ્થા તરીકે  

‘નિંદ્રા’ અને ‘સ્વપ્ન’ એ ચેતનાની સાહજિક રીતે બદલાતી અવસ્થા છે, જ્યારે ‘ધ્યાન’ એ ચતનાની સ્વૈચ્છિક રીતે બદલાયેલી અવસ્થા છે.

નિંદ્રા અને સ્વપ્ન માટે વ્યક્તિએ કોઈ પ્રકારનો સભાન પ્રયત્ન કરવો પડતો નથી, જ્યારે ‘ધ્યાન’ માટે વ્યક્તિએ સભાન પ્રયત્ન કરવો પડે છે.

‘ધ્યાન’ એ આરામની અને રાહતની અવસ્થા છે, પરંતુ પ્રત્યક્ષીકરણની પૂર્વશરત ‘ધ્યાન’ કરતાં અલગ છે.

પ્રત્યક્ષીકરણની પૂર્વશરત ‘ધ્યાન’માં ચેતના વાતાવરણનાં અનેક ઉદ્દેપકોમાંથી અમુક ઉદ્દીપકને પસંદ કરે છે અને બાકીનાં ઊદ્દીપકોનો અસ્વીકાર કરે છે. જ્યારે ચેતનાની બદલાયેલી અવસ્થારૂપ ‘ધ્યાન’માં વ્યક્તિ રાહતની સ્થિતિમાં પ્રવેશી ચેતનાની તમામ સક્રિયતાઓને શાંત કરવાનો સભાન પ્રયત્ન કરે છે.

આ સભાન નિષ્ક્રિયતાની અવસ્થામાં ચેતના તેના મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે અને વ્યક્તિને પરમ શાંતિનો અનુભવ થાય છે.

પૂર્વના દેશોમાં હિન્દું, બૌદ્ધ, અને જૈન ધર્મની પરંપરામાં ‘ધ્યાન’ દ્વારા ચિત્તની શાંતિ મેળવવાના અનેક માર્ગો અને પદ્ધતિઓ દર્શાવેલ છે.

હિન્દુ ધર્મમાં મુનિ પતંજલિએ દર્શાવેલ ‘યોગદર્શન’ અને બૌદ્ધ ધર્મની ‘ઝેન’ પરંપરામાં ધ્યાનની પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે. આ પદ્ધતિઓનો પશ્ચિમના દેશોમાં વિશેષ પ્રચાર થયો છે.


ટુંકનોંધ લખો. 
મનોઔષધો     

નિંદ્રા અને સ્વપ્ન એ ચેતનાની સહજ રીતે બદલાયેલી અવસ્થા છે. ધ્યાન એ ‘સ્વ’ પ્રયત્ન દ્વારા બદલાતી ચેતનાની અવસ્થા છે.

કેટલાંક દ્રવ્યો કે ઔષધો દ્વરા પણ ચેતનાની બદલાયેલી અવસ્થાઓ અસ્તિત્વમાં આવે છે. આ દ્રવ્યો કે ઔષધો માનસિક અસરો ઉત્પન્ન કરતાં હોવાથી તેમને ‘મનોઔષધો’ કહેવાય છે.

પ્રાચીન સમયથી જ માનવી દારૂ, અફીણ, ભાંગ, ચરસ, તમાકુ, કોકેઈન વગેરે જેવા દ્રવ્યોનો ઉપયોગ કરી ચેતનાની રૂપાંતરિત અવસ્થામાં પ્રવેશવા માટે પ્રયત્ન કરતો આવ્યો છે.

માનવી ઉત્સહ, ઉત્તેજના, પીડામાંથી રાહત, નશો, વિભ્રમો કે ચિત્તભ્રમોનો અનુભવ મેળવવા માટે ‘મનોઔષધો’નો ઉપયોગ કરેલ છે.

મનવીમાં ચિંતા, મનોભાર, હતાશા, દબાણ, અર્થશૂન્યતા, તનાવ વગેરે જેવી સ્થિતિમાંથી મુક્ત થવા માટે આપ્રકારના દ્રવ્યોનું સેવન તથા તેનું વ્યસન દિનપ્રતિદિન વધતું જતું જોવા મળે છે.

ચેતનાની બદલાયેલી અવસ્થાના સંદર્ભમાં મનોઔષધોને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. 1. ખિન્નતાપ્રેરક ઔષધો. 2. ઉત્તેજક ઔષધો. 3. ચિત્તભ્રામક ઔષધો.


ટુંકનોંધ લખો. 
ભાવાતીત ધ્યાન અંગેના વૈજ્ઞાનિક અભ્યાસો    

20 સદીમાં વિજ્ઞાન અને તંત્રવિજ્ઞાન ચરણસીમાએ થયેલા વિકાસના કારણે માનવીને ‘અર્થશૂન્યતા’નો વ્યાપક અનુભવ થવા લગ્યો. આથી પશ્ચિમના દેશોના યુવાનો ‘જીવનનો અર્થ’ અને ‘જીવનમાં શાંતિ’ મેળવવા માટે ‘યોગ’ અને ‘ધ્યાન’ના માર્ગ તરફ વળ્યા.

પશ્ચિમના દેશોમાં ‘યોગદર્શન’ પર આધારિત મહર્ષિ મહેશ યોગી દ્વારા દર્શાવાયેલી ‘ભાવાતીત ધ્યાન’ની પરંપરા ખૂબ જ પ્રચલિત બને અને ધ્યાનની અન્ય પ્રવૃત્તિઓની સરખામણીમાં ‘ભાવાતીત ધ્યાન’ અંગે સૌથી વધુ વૈજ્ઞાનિક અભ્યાસો થયા, જે નીચે મુજબ છે :

છેલ્લાં 50 વર્ષોમાં આશરે 50 લાખથી વધુ વ્યક્તિઓએ ભાવાતીત ધ્યાનની પદ્ધતિસરની તાલીમ લીધી છે.

ભાવાતીત ધ્યાનની બોધાત્મક, મનોવિજ્ઞાનિક અને વાર્તનિક તથા તેને સમાજજીવન પર પડતી વ્યાપક અસરો અંગે વિશ્વના 30 દેશોની 250 યુનિવર્સિટીઓમાં આશરે 600થી વધુ વૈજ્ઞાનિક અભ્યાસો થયેલ છે.

આ વૈજ્ઞાનિક અભ્યાસોમાંથી આશરે 50થી વધુ અભ્યાસો, 150 પ્રામાણિત વૈજ્ઞાનિક જર્નલોમાં પ્રકાશિત થયા છે.

ભાવાતીત ધ્યાનથી તબીબી સારવારની જરૂરિયાત અને ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

વૈજ્ઞાનિક સંશોધનોના આધારે જાણવા મળ્યું છે કે ભાવાતીત ધ્યાનના કારણે લોહિનું ઊંચુ દબાણ, કોલેસ્ટૅરોલ અને ડાયાબિટિસમાં સુધારો; આયુષ્ય અને તંદુરસ્તીમાં વધારો; સર્જનાત્મકતા, સ્મૃતિ, નિર્ણયશક્તિ, સમસ્યા ઉકેલ વગેરેમાં વધારો; ચિંતા અને ઉદાસિનતામાં ઘટાડો; શીખવાની શક્તિ અને શૈક્ષણિક સિદ્ધિમાં વધારો; કુટુંબ અને દાંપત્યજીવનના સમાયોજનમાં વધારો વગેરે જેવા અનેક શારીરિક, બોધાત્મક, મનોવિજ્ઞાનિક, વાર્તાનિક અને સામાજિક પરિવર્ત્યો પર વિધાયક અસરો જોવા મળી છે.

આમ, ધ્યાનની અનેકવિધ પદ્ધતિઓ અને રીતિઓ પ્રચલિત હોવા છતાં ‘ભાવાતીત ધ્યાન’ના વૈજ્ઞાનિક આધારો અંગે મહત્તમ સંશોધનો થયેલ છે.


ટુંકનોંધ લખો. 
ચેતનાની બદલાયેલી અવસ્થાઓ 

સામાન્ય જાગ્રત અવસ્થાથી નોંધપાત્ર રીતે ભિન્ન અને હંગમી ચેતનાની અવસ્થાને ‘ચેતનાની બદલાયેલી અવસ્થા’ કહેવાય છે. સંક્ષેપમાં ‘એએસસી’ કહેવામાં આવે છે.

સૌપ્રથમ ઈ.સ. 1966માં આર્નોલ્ડ લુડવિંગ નામના મનોવિજ્ઞાનિકે ‘ચેતનાની બદલાયેલી અવસ્થા’ શબ્દનો પ્રયોગ કર્યો હતો.

ઈ.સ. 1969માં મનોવિજ્ઞાનિક ચાર્લ્સ ટાર્ટ દ્વારા આ શબ્દપ્રયોગ વધુ પ્રચલિત બન્યો.

લુડવિંગે આપેલી વ્યાખ્યા મુજબ, “શારીરિક મનોવિજ્ઞાનિક કે ઔષધીય માધ્યમ દ્વારા સર્જાયેલી, જાગ્રત કરતાં ભિન્ન એવી ચેતનાની અવસ્થા એ ’ચેતનાની બદલાયેલી અવસ્થા’ છે.”

ચેતનાની બદલાયેલી અવસ્થા એ સાહજિક, આકસ્મીક, સ્વૈચ્છિક જે હેતુપૂર્વક ઉત્પન્ન કરેલી હોય છે.

‘નિંદ્રા’ તથા ‘સ્વપ્ન’ એ ચેતનાની સાહજિક રીતે બદલાયેલી અવસ્થા છે.

તીવ્ર આઘાતજનક અનુભવ, આંચકી, ઑક્સિજનની ન્યુનતા, નિંદ્રાનો અભાવ, ઉપવાસ, અપચો, અતિશય તાવ વગેરે શારીરિક અને મનોરોગશાસ્ત્રીય કારણોને લીધે બદલાતી ચેતનાની અવસ્થા એ અચાનક અને આક્સ્મિક રીતે બદલાયેલી ચેતનાની અવસ્થા છે.

સંંમોહન, ધ્યાન, સંવેદનની વંચિતતા, મનોઔષધોના ઉપયોગ વગેરેથી બદલાયેલી ચેતનાની અવસ્થાને સ્વૈચ્ચિક અને હેતુપૂર્વક રીતે બદલાયેલી ચેતનાની અવસ્થા કહેવામાં આવે છે.

આમ, સહજ રીતે ‘સ્વ’ પ્રયત્ને, અન્ય દ્વારા, આકસ્મિક, મનોશરીરિક પરિવર્તનો દ્વારા અથવા દ્રવ્યના માધ્યમથી જ્યારે જાગ્રત અવસ્થાથી જુદા જ પ્રકારની અવસ્થા અસ્તિત્વમાં આવે ત્યારે તેને ‘ચેતનાની બદલાયેલી અવસ્થા’ કહેવામાં આવે છે.

ચેતનાની બદલાયેલી અવસ્થા દરમિયાન વ્યક્તિમાં નોંધપત્ર રીતે બોધાત્મક અને વાર્તનિક પરિવર્તન આવે છે.

ચેતનાની બદલાયેલી અવસ્થાનું મુખ્ય લક્ષણ એ છે કે તેમાં સૌપ્રથમ વ્યક્તિની પોતાના અંગેની સભાનતા ઘટતી જાય છે. જ્યારે વ્યક્તિની ‘સ્વ’ સભાનતા અને વાતાવરણ અંંગેની સભાનતા ઘટતી જાય છે. જ્યારે ચેતનાની બદલાયેલી અવસ્થા એ વિભાજિત ચેતનાની અવસ્થા નથી, પરંતુ ચેતનાની રૂપાંતરિત અવસ્થા છે. વિભાજિત ચેતનાની અવસ્થામાં વ્યક્તિની ઓળખ અને સાતત્ય બદલાઈ જાય છે. જ્યારે ચેતનાની બદલાયેલી અવસ્થામાં ચેતનાની ‘સ્વ’ ઓળખ અને સાતત્ય બદલાતાં નથી.

‘ચેતના’ કરતાં પણ ‘ચેતનાની બદલાયેલી અવસ્થા’ અને તેના શારીરિક તથા વાર્તનિક પરિણામો અંગે મનોવિજ્ઞાનમાં સૌથી વધુ આનુભવિક સંશોધનો થયાં છે.


ટુંકનોંધ લખો. 
અષ્ટાંગ યોગ   

‘ધ્યાન;’ એ સભાન પ્રયત્ન દ્વારા બદલાતી ચેતનાની શ્વૈચ્છિક અવસ્થા છે.

પૂર્વન દેશોમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ધર્મની પરંપરામાં ધ્યાન દ્વારા ચિત્તની શાંતિ મેળવવાના અનેકમાર્ગો અને પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે.

હિન્દુ ધર્મમાં પતંજલિ મુનિએ યોગદર્શનમાં ‘અષ્ટાંગ યોગ’ અને બૌદ્ધ ધર્મની ‘ઝેન’ પરંપરામાં ધ્યાનની પદ્ધતિઓ વર્ણવવામાં આવી છે. આનો પશ્ચિમના દેશોમાં ખૂબ જ પ્રચાર થયો છે.

પતંજલિ મુનિએ યોગદર્શનમાં ‘અષ્ટાંગ યોગ’ અને બૌદ્ધ ધર્મની ‘ઝેન’ પરંપરામાં ધ્યાનની પદ્ધતિઓ વર્ણવવામાં આવી છે. આનો પશ્ચિમના દેશોમાં ખૂબ જ પ્રચાર થયો છે.

પતંજલિ મુનિએ વર્ણવેલી ‘અષ્ટાંગ યોગ’ પદ્ધતિ નીચે પ્રમાણે છે :

અષ્ટાંગ યોગ : મહર્ષિ પતંજલિએ ‘યોગસુત્ર’માં યોગની સમજૂતી આપી છે. આત્મતત્વની પ્રાપ્તિ માટે ‘યોગદર્શન’ અષ્ટાંગ માર્ગ દર્શાવે છે.

મહર્ષિ પતંજલિએ ઉપદેશલો યોગ ‘રાજયોગ’ કહેવામાં આવે છે.

અષ્ટાંગ માર્ગમાં આઠ અંગોનો સમાવેશ થાય છે. આથી તેને ‘અષ્ટાંગ યોગ’ કહે છે, જે આ પ્રમાણે છે : 1. યમ, 2. નિયમ, 3. અસન, 4. પ્રાણાયમ, 5. પ્રત્યાહાર, 6. ધારણા, 7. ધ્યન, 8. સમાધિ.

1. યમ : સત્ય, અહિંસા, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આ પાંચ ‘યમ’ છે.

2. નિયમ : શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન આ પાંચ ‘નિયમ’ છે. અ પાંચ નિયમો વ્યક્તિના આચરણને નૈતિક બનાવી શુદ્ધ કરે છે.

3. આસન અને 4. પ્રાણાયમ : ‘આસન’ અને ‘પ્રાણાયામ’ વ્યક્તિના શરીર અને મનને શુદ્ધ કરી તંદુરસ્તી વધારે છે.

5 . પ્રત્યાહાર : ‘પ્રત્યાહાર’ વ્યક્તિની ઈન્દ્રિયોની વિષયો તરફથી સહજ બહિર્મુખ ગતિને સ્વેચ્ચાએ રોકી તેને અંતર્મુખ બનાવે છે.

યમ, નિયમ, આસન, પ્રાણાયમ અને પ્રત્યાહાર આ પાંચ ‘અષ્ટાંગ યોગ’નાં ‘બહિર અંગ’ છે.

‘બહિર અંગો’ ચિત્તમાં વિક્ષેપ સર્જનારા અને ચેતાકિય ઘોંઘાટને વધારનારાં બાહ્ય કારણોને દૂર કરે છે.

ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ અષ્ટાંગ યોગનં ‘અંતઃઅંગો’ છે.

‘અંતઃ અંગો’ ચેતાકીય ઘોંઘાટ સર્જનારા આંતરિક વિકર્ષકોને દૂર કરે છે.

6 . ધારણા : ‘ધારણા’માં કોઈ એક વિષય પર ધ્યાનને કેન્દ્રીત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. જે વિષય પર ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તે વિષયને ‘ધ્યેય’ કહેવાય છે. ચિત્તને એકાગ્ર કરનાર વ્યક્તિને ‘ધ્યાતા’ કહેવય છે અને એકાગ્રતાની આ પ્રક્રિયાને ‘ધ્યાન’ કહેવાય છે. ‘ધારણા’માં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણેય વચ્ચે સ્પષ્ટ ભેદ હોય છે. ધ્યાનની શરૂઆતની અવસ્થા એ ‘ધારણા’ છે.

7 . ધ્યાન : ધીમે ધીમે ચિત્ત ‘ધ્યેય’માં એકાગ્ર થતું જાય છે અને વૃત્તિનો એકધારો પ્રવાહ ધ્યેયાકાર બનીને વહેવા લાગે છે, જેને ‘ધ્યાન’ કહેવાય છે. આમ, ધારણા કરતાં ધ્યાનમાં એકાગ્રતા વધુ ઊંડાણ પ્રાપ્ત કરે છે.

8 . સમાધી : ‘સમાધિ’માં ધ્યાતા, ધ્યાન અને ધ્યેય એ ત્રણેય વચ્ચેનો ભેદ નષ્ટ થઈ જાય છે. ચિત્તના વિક્ષેપો અને ચેતાકીય ઘોંઘાટ સપૂર્ણ શાંત બને છે. વ્યક્તિને ચેતનાના મૂળ સ્વરૂપનો આનંદ મળે છે અને વ્યક્તિ ચરમ શાંતિનો અનુભવ કરે છે. આ અવસ્થા એ ધ્યાનની સર્વોચ્ચ અવસ્થા છે.

આ અવસ્થામાં વ્યક્તિને સમસ્ત બ્રહ્માંડની ‘આંતરસંબધિતતા’ અને ‘એકતા’નો સર્વવ્યાપકતાનો, પરમ શાંતિનો તથા પરમાનંદનો અનુભવ થાય છે.

ડબલ્યુ. ટી. સ્ટેસ ના મત મુજબ, “વિશ્વના તમામ મહાપુરુષોના આધ્યાત્મિક અનુભવો કે રહસ્યાનુભૂતિઓમાં આ પ્રકારના આંતરસંબંધિતતા, એકતા, આનંદ અને શાંતિનો અનુભવ જોવા મળે છે.”

ભારતીય દર્શનો અનુસાર ધ્યાનની ચરમસીમાએ પ્રાપ્ત થતો પરમાનંદ, એ વિશ્વના તમામ પ્રકારના આનંદોમાં શ્રેષ્ઠતમ અને ઉચ્ચત્તમ છે.

માનવીના જીવનનું મુખ્ય લક્ષ્ય ધ્યાનની ચરમસીમાનો અનુભવ કરવાનો છે.