Chapter Chosen

બોધાત્મક પ્રક્રિયાઓ

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
તર્કક્રિયાનું સ્વરૂપ અને પ્રકારો સદ્દ્ષ્ટાંત સમજાવો. 

જ્યારે કોઈ સમસ્યા ઉત્પન્ન થાય ત્યારે તેનો ઉકેલ વિચારના દ્વાર કરવામાં આવે છે. આ સમયે વ્યક્તિ અનુમાન કે તર્ક કરે છે. વ્યક્તિ કોઈ સમસ્યા ઉકેલવામાં નિષ્ફળ જાય ત્યારે તે માટે ખામીયુક્ત તર્કક્રિયાને જવાબદાર ગણવામાં આવે છે. યથાર્થ તર્કક્રિયાના અમુક ચોક્કસ નિયમો તર્કશાસ્ત્રીઓએ આપ્યા છે.

તર્કક્રિયાનું સ્વરૂપ : તર્કક્રિયા ધ્યેયલક્ષી બૌદ્ધિક પ્રક્રિયા છે. તેમાં અનુમાનનો ઉપયોગ વિચારણા અને સમસ્યાના ઉકેલમાં કરવામાં આવે છે.

તર્કક્રિયા કરતી વખતે નિર્ધારિત નિયમોનું પાલન કરવાનું હોય છે. માહિતી અથવા તર્ક કરનાર વ્યક્તિના મગજમાં સંગૃહિત માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે.

તર્કક્રિયામાં કરવામાં આવેલો તર્ક યથાર્થ કે અયથાર્થ હોઈ શકે છે.

તર્કક્રિયાના પ્રકારો : તર્ક ક્રિયાના બે પ્રકારો છે : 1. નિગમલક્ષી તર્કક્રિયા અને 2. વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા.

1. નિગમલક્ષી તર્કક્રિયા : નિગમલક્ષી તર્કક્રિયામાં આપણે એક વ્યાપક આધાર વિધાન પરથી એટલા જ અથવા એનાથી ઓછા વ્યાપક કે વિશિષ્ટ ફલિત વિધાન તરફ જઈએ છીએ. સામાન્ય નિયમોનો વિશિષ્ટ કિસ્સાઓમાં લાગુ પાડવામાં આવે છે.

ઉદાહરણ : સર્વ માનવી મરણશીલ છે.
ગાંધીજી માનવી છે.
bold thereforeગાંધીજી મરણશીલ છે.

નિગમલક્ષી તર્કક્રિયામાં આધાર વિધાનમાં રહેઓ ગર્ભિત અર્થ ફલિત વિધાનમાં તરવામાં આવે છે. નિગમલક્ષી તર્કક્રિયામાં વ્યાપક પરથી વિશિષ્ટ તરફ જવાય છે. સર્વ પરથી થોડાક કે એક પર જવાય છે. ઉપર્યુક્ત ઉદાહરણ યથાર્થ નિગમનલક્ષી તર્કક્રિયાનું છે. યથાર્થ નિગમમનલક્ષી તર્કક્રિયાનું લક્ષણ એ છે કે તેમાં રજૂ થયેલાં આધાર વિધાનો જો સત્ય હોય, તો તેનું ફલિત વિધાન અસત્ય હોઈ શકે નહિ. કેટલાક નિગમનલક્ષી તર્કક્રિયામાં એક આધાર વિધાન ઉપરથી ફલિત વિધાન મેળવવામાં આવે છે. જ્યારે કેટલાક નિગમનલક્ષી તર્કક્રિયામાં બે કે તેથી વધુ આધાર વિધાન ઉપરથી ફલિત વિધાન મેળવવામાં આવે છે.

2. વ્યાપ્તિલક્ષી તર્કક્રિયા : વ્યપ્તિલક્ષી તર્કક્રિયામાં આપણે વિશિષ્ટ દ્દષ્ટાંતો પરથી સામાન્યીકરણ કરીને સામાન્ય નિષ્કર્ષ તારવીએ છીએ.

ઉદાહરણ : ઉત્કર્ષ અમદાવાદી છે અને કંજૂસ છે. (વિષિષ્ટ આધાર વિધાન)
અજય અમદાવાદી છે અને કંજૂસ છે. (વિશિષ્ટ આધાર વિધાન )
કાવ્યા અમદાવાદી છે અને કંજૂસ છે. (વિશિષ્ટ આધાર વિધાન)
ઉમંગ અમદાવાદી છે અને કંજૂસ છે. (વિશિષ્ટ આધાર વિધાન)
bold thereforeસર્વ અમસાવાદીઓ કંજૂસ છે. (વ્યાપક ફલિત વિધાન)

વ્યાપ્તિલક્ષી તર્કક્રિયામાં થોડા પરથી વધુ પર અને વિશિષ્ટ ઉપરથી સાર્વત્રિક તરફ જવાય છે.

મોટા ભાગના વૈજ્ઞાનિકો તર્કો વ્યાપ્તિ પ્રકારના હોય છે. વૈજ્ઞાનિકો ક્રમશઃ જુદા જુદા સ્થળે અને સમયે સંખ્યાબંધ અનુભવો નોંધે છે. તેમને એ દરેક અનુભવોમાં અમૂક લક્ષણો કાયમ હાજર રહેલા દેખાય છે. એક પણ અપવાદ તેમને અનુભવવા મળતો નથી. તેના આધારે તેઓ શોધી કાઢે છે કે એ વર્ગની બધી વ્યક્તિઓમાં એ લક્ષણ હોય છે.

ઉદાહરણ : લોખંડ ગરમીથી કદમાં વિસ્તરે છે.
તાંબું ગરમીથી કદમાં વિસ્તરે છે.
સોનું ગરમીથી કદમાં વિસ્તરે છે.
લોખંડ, તાંબું, સોનું ધાતુ છે.
bold thereforeસર્વ ધાતુઓ ગરમીથી કદમાં વિસ્તરે છે.


Advertisement

શારીરિક કે પ્રગટ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા કોને કહેવાય ?


પ્રથમ આધુનિક કમ્પ્યુટરની રચના કોણે અને ક્યારે કરી હતી ?


કયા અભિગમને ‘કમ્પ્યુટર રૂપક’ કહે છે ?


માનસિક કે બોધાત્મક પ્રર્કિયાઓમાં શેનો સમાવેશ થાય છે ?


વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયાના કયા બે પ્રકાર જોવા મળે છે ?


Advertisement