Chapter Chosen

ભાષા અને પ્રત્યાયન

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ટુંકનોંધ લખો.
પ્રત્યયન પ્રક્રિયા અને સ્વરૂપ  

Advertisement
ટુંકનોંધ લખો.
શાબ્દિક અને અશાબ્દિક પ્રયાયન   

જે પ્રત્યાયનમાં ભાષાના મૌખિક કે લેખીત સંકેતોનો મુખ્યત્વે ઉપયોગ થાય છે. તેને ‘શાબ્દિક પ્રત્યાયન’ કહે છે. એમાં અક્ષરો, વિરામચિહનો, અને અન્ય લેખિત ચિહનો, આંકડાઓ વગેરેનો સમાવેશ થાય છે.

જ્યાં ચોક્કસાઈ અને સમયની કરકસર કરવાની હોય ત્યાં લેખિત પ્રત્યાયન આવકારદાયક છે. લેખિત પ્રત્યાયનને કાયમી રેકર્ડ તરીકે સાચવી શકાય છે.

જ્યારે મૌખિક સ્વરૂપના અપ્રત્યાયનમાં તાત્કાલિક પ્રતિપોષણ મળવાની શક્યતા વધી જાય છે અને સંદેશો પ્રાપ્ત કરનાર કોઈ સ્પષ્ટતા મેળવવા ઈચ્છે તો તે તેને તાત્કાલિક મળી રહે છે.

જે પ્રત્યાયનમાં ભાષાના સંકેતો નહિ પરંતુ અન્ય સંકેતો જેમ કે ચહેરાના હાવભાવ, શરીરનાં અંગોની સ્થિતિ; હાથ, પગ, માથા કે ઘડનું હલનચલન, આંખનો સંપર્ક, પ્રેષક અને ગ્રાહક વચ્ચેનું ભૌતિક અંતર વગેરેનો ઉપયોગ થાય એને ‘અશાબ્દિક પ્રત્યાયન’ કહે છે.

શાબ્દિક પ્રત્યાયન : શાબ્દિક પ્રત્યાયનમાં સંદેશાના શબ્દોની પસંદગી, ઉચ્ચારણની તીવ્રતા, અવાજનો આરોહ-અવરોહ, બે વાક્યોની વચ્ચે વિરામ વગેરેની પણ અસર થાય છે. સામાન્ય રીતે તીણો અવાજ મતભેદ, વિરોધ, ગુસ્સો કે ફરિયાદ સૂચવે છે, જ્યારે નીચો અવાજ વિચારોની સમાનતા, સમજ, વેધકતા અને સંતોષ દર્શાવે છે. આ બધી બાબતો ઉચ્ચારેલા શબ્દોને જુદો જ અર્થ આપી શકે. કુશળ અભિનેતા માત્ર યોગ્ય શૈલીથી સંવાદ બોલીને શ્રોતાઓ સમક્ષ પાત્રના વિચાર, લાગણી વગેરે આબેહૂબ વ્યક્ત કરે છે.

અશાબ્દિક પ્રત્યયન : અશાબ્દિક પ્રત્યયનનું મહત્વ આ અંગ્રેજી કહેવતમાં વ્યક્ત થયું છે; ‘Actions speak louder than words’. માત્ર સ્પર્શ દ્વારા સાનુકૂળતાથી લઈને દહેશત સુધીની અભિવ્યક્તિ થઈ શકે છે.

અશાબ્દિક પ્રત્યયનમાં સૌથી વધુ ઉપયોગ મુખભાવ, અંગવિન્યાસ અને ચેષ્ટાઓનો થાય છે.

અશબ્દિક સંદેશાઓ વધુ અગત્યના છે, કારણ કે તે વધુ પ્રામાણિક અને અર્થયુક્ત હોય છે.

અશાબ્દિક સંકેતોને શાબ્દિક સંકેતોથી અલગ અથવા તેમની સાથે પણ વાપરી શકાય છે, પરંતુ બંનેનો સાથે ઉપયોગ કરતી વખતે બંને સંકેતોમાં સુસંગતતા રહેવી જોઈએ. દા.ત,. ‘તમે મારા ઘેર પધાર્યા તેથી મને ખૂબ આનંદ થઓ,’ આ શબ્દો બેલતી વખતે ચહેરા પર તુચ્છકારોનો ભાવ હોય, તો આવનારને ખ્યાલ આવે કે આ ‘આવકાર’ ખોટો છે અને શબ્દો માત્ર સારી છાપ પાડવા માટે જ બોલવામાં આવ્યા છે. આમ, પ્રત્યયન અસ્પષ્ટ અને ગૂંચવાડાભર્યું બની જાય છે.

કેટલાક મૂખભાવ, અંગવિન્યાસ અને ચેષ્ટાઓ સામેની વ્યક્તિમાં રસ અને ઉષ્મા દર્શાવે છે, જ્યારે કેટલાક ચીડ, સૂગ કે તિરસ્કાર દર્શાવે છે. મૂખ પરનું કાયમી સ્મિત શુભ લાગણી દર્શાવે છે. વાત કરનાર વ્યક્તિની સામે જોવાને બદલે બીજી જ દિશામાં ધ્યાન એ નીરસતા કે ઉપેક્ષાનું વલણ સૂચવે છે.

એ જ રીતે વ્યક્તિની નજીક જવું એ એના પ્રત્યેનું વિધાયક મનોવલણ સૂચવે છે અને દૂર રહેવું એ તટસ્થતા કે નિષેધક ભાવ સૂચવે છે.

અશાબ્દિક પ્રત્યયનને ‘શરીરની ભાષા’ પણ કહે છે. દા.ત., હાથ હલાવવઓ, વાંસો થાબડવો એ સંંમતિ સૂચવે છે.

અશાબ્દિક પ્રત્યાયન વ્યક્તિના ગમા-અઙમા કે ‘આ વ્યક્તિ સાથે પ્રત્યાયન કરી શકશે કે નહિ’ તે પણ દર્શાવે છે.
અશબ્દિક પ્રત્યયન જ્ઞાનેન્દ્રિયોનાં ઉદ્દિપનોમાં વધારો કરે છે અને બે વ્યક્તિઓ વચ્ચેનો સબંધ કેટલો ગાઢ છે તે પણ દર્શાવે છે.

આપણા આવેગો, વિચારો અને અનુભવ ગહન હોય છે. ઘણી વખત માત્ર શબ્દો દ્વારા આપણે તેને યથાર્થ રીતે અભિવ્યક્ત કરી શકતા નથી. આવા સમયે જો આપણે વ્યક્તિના મોઢા પરના હાવભાવ તેની શારીરિક ચેષ્ટાઓ અને અંગવિન્યાસનો પણ સહારો લઈએ. તો તે પ્રત્યયનમાં લાભદાયક સિદ્ધ થાય છે.


Advertisement

નોઆમ ચોમસ્કીનો ‘જન્મજાત સિદ્ધાંત’ સમજાવો.


ટુંકનોંધ લખો.
પ્રાણીની અને મનુષ્યની ભાષાપ્રાપ્તિની પ્રક્રિયા 

ટુંકનોંધ લખો.
મોર્ફિમ (Morpheme) 

Advertisement