CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
જીન પિયોજેના અમૂર્ત ક્રિયાત્મક તબક્કાની સમજૂતી આપો.
શિશ્નકેન્દ્રી અવસ્થા કોને કહેવાય ?
વ્યક્તિના વિકાસમાં વારસાની અસરો ઉપરાંત જીવનકાળ દરમિયાન અનુભવેલાં અન્ય પરિબળો પણ ભાગ ભજવે છે. વ્યક્તિના વિકાસમાં જૈવિક, બોધાત્મક, સામાજિક અને આવેગિક પ્રક્રિયાઓ પણ અસર કરે છે.
વ્યક્તિના વિકાસમાં જૈવિક પ્રક્રિયાઓ અને બોધાત્મક પ્રક્રિયાઓ કઈ રીતે અસર કરે છે, તેની સમજૂતી નીચે મુજબ છે.
જૈવિક પ્રક્રિયાઓ (Biological Processes) : જૈવિક પ્રક્રિયાઓ બાળકને માતા-પિતા તરફથી જનીનતત્વોના રૂપમાં વારસામાં મળે છે. દા.ત. ડાયાબિટીસ, હ્રદયરોગ, શરીરનું વજન ખૂબ વધુ હોવું કે ઓછું હોવું, અમુક ઉંમરે અમુક શારીરિક ફેરફારો થવા વગેરે જૈવિક પ્રક્રિયાઓના ભાગરૂપે હોય છે.
બોધાત્મક ક્રિયાઓ (Cognitive Processes) : જ્ઞાન, ચિંતન, અનુભૂતિ, સમસ્યા ઉકેલની સૂઝ, ભાષાપ્રયોગ, નિર્ણયશક્તિ વગેરે મનોવ્યાપારો વિકાસની પ્રક્રિયા સાથે સંકળાયેલા છે. આ પ્રક્રિયાઓ ‘બોધાત્મક પ્રક્રિયાઓ’ છે. આ પ્રક્રિયાની અનુભૂતિ, ઉપસ્થિત થયેલા સંજોગોમાં વ્યક્તિ કેવી રીતે વર્તન કરશે તેના ઉપરથી થાય છે. વિવિધ સંજોગોમાં વ્યક્તિની ભાષા અને વર્તન દ્વારા તે પ્રગટ થાય છે.
દા.ત., રસ્તામાં વાહન અથડાય તો શાંત અને સ્વસ્થ મન વાળી વ્યક્તિ માફી માંગશે જ્યારે ઉગ્ર સ્વભાવવાળી વ્યક્તિ અસભ્ય શબ્દોનો ઉપયોગ કરશે. આમ, એક જ પ્રકારની પરિસ્થિતિમાં જુદી જુદી વ્યક્તિ તેના બોધાત્મક વિકાસ પ્રમાણે ભાષાનો ઉપયોગ કરશે. આમ, બોધાત્મક વિકાસ પ્રમાણે વ્યક્તિ ક્રિયા કરે છે.