Chapter Chosen

વર્તનના જૈવિય આધારો

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
એડ્રીનલ ગ્રંથિ, સ્વાદુપિંડ અને જાતીય ગ્રંથિ સમજાવો. 

ટુનકનોંધ લખો. 
રંગસુત્રો

Advertisement
ટુનકનોંધ લખો. 
શારીરિક ચેતાતંત્ર  

પરિધવર્તી ચેતાતંત્ર સાંવેદનિક ગ્રાહકોમાંથી ચેતાપ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓને શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી લઈ જવાનું કાર્ય કરે છે.

પરિધવર્તી ચેતાતંત્રના બે ભાગ છે : 1. શારીરિક ચેતાતંત્ર અને 2. સ્વયં સંચાલિત ચેતાતંત્ર.

શારીરિક ચેતાતંત્રની સમજૂતી નીચે મુજબ છે.

શારીરિક ચેતાતંત્ર : શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ શરીરના પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે છે, જે હાથપગના હલનચલન માટે જવાબદાર છે.

શારીરિક ચેતાતંત્રની સાંવેદનિક ચેતાઓ આંખ, નાક, કાન, ચામડી જેવા શરીરના મુખ્ય અવયવોમાંથી આવે છે.

શારીરિક ચેતાતંત્ર દ્વારા સંવેદનપ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચે છે અને ત્યાંથી પટ્ટાદાર સ્નાયુઓના કારકતંતુઓ દ્વારા સંદેશાઓનું વહન થાય છે.

આ ક્રિયા સમજવા એક ઉદાહરણ જોઈએ. દા.ત. આપણે બસ સ્ટૅન્ડ પરથી એક બસમાં મુસાફરી કરવી છે. આપણું મગજ બસ સ્ટૅન્ડ તરફ ચાલવા માટે પગના સ્નાયુઓને સંદેશો મોકલશે. જ્યારે આપણે બસ સ્ટૅન્ડ તરફ ચાલતા હોઈશું ત્યારે આપણે બસ સ્ટૅન્ડ તરફ આવી રહેલી બસને જોઈએ છીએ. આથી આપણે બસમાં મુસાફરી કરવા દોડવાનું નક્કી કરીશું. મગજ પગના સ્નાયુઓને દોડવા માટેના સંકેતો આપશે. યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક ચેતાતંત્રનાં સ્નાયવિક હલનચલનો મગજનાં સંદેશાને અનુસરશે અને યોગ્ય પ્રતિક્રિયા આપશે. જ્યાં સુધી ક્રિયા પૂરી ન થાય ત્યાં સુધી મગજ પગના સ્નાયુઓને સંદેશાઓ મોકલવાનું ચાલુ રાખશે.


Advertisement
ટુનકનોંધ લખો. 
જનીનતત્વો 

‘જિનેટાઈપ’ એટલે શું ?


Advertisement