Chapter Chosen

પર્યાવરણ અને સમાજ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘ગ્રીનહાઉસ ઇફેક્ટ’ કોને કહેવાય ?

Advertisement
નર્મદા બચાવો આંદોલનની સમજુતી આપો. 

નર્મદા ભારતની 7 મોટી નદીઓમાંની એક છે.

નર્મદા સિવાયની રાજ્યની અન્ય નદીઓના કુલ પાણીપુરવઠા કરતાં પણ નર્મદા નદીનો પાણીપુરવઠો વધારે છે. પરંતુ દર વર્ષે તેનું આશરે 5 લાખ ઘનમીટર પાણી વપરાયા વિના જ દરિયામાં ઠલવાઇ જાય છે.

સરદાર સરોવર યોજનાનો મુખ્ય હેતુ નર્મદાના વિશાળ જળભંડારને રાજ્યની પ્રજાના બહુલક્ષી હિત માટે ઉપયોગમાં લેવાનો છે.

આ યોજનાનો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવા માટે નર્મદા બચાવો આંદોલન જેવાં સંગઠનો સક્રિય બન્યાં. સરકાર સરોવર યોજનાને પડકારવા તથા આયોજના થાય તો પર્યાવરણની બાબતમાં કઈ સમસ્યાઓ અને જોખમો ઊભાં થશે તેના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા દેશવિદેશમાં જનઆંદોલન ઊભું કરવામાં આવ્યું.

દિલ્લી ખાતેના ‘કલ્પવૃક્ષ’ નામના પર્યાવરણ સમૂહે નર્મદા યોજના સાથે સંકળાયેલાં કેટલાંક કહેવતાં જોખમો પર પ્રકાશ પાડ્યો. તેમાંથી જ ઇ.સ. 1986માં ‘નર્મદા બચાવો આંદોલનની’ શરૂઆત થઈ.

ઇ.સ. 1980માં બાબાસાહેબ આમાટે, સુંદરલાલ બહુગુણા, શ્રીપાદ, નંદની સિલવી, અરુંધતી રૉપ અને મેઘા પાટકરના નેતૃત્વ નીચે પર્યાવરણના પ્રશ્નોના કારણે નર્મદા યોજનાનો વિરોધ થયો.

તેમની મુખ્ય દલીલ એ છે કે આ યોજના પર્યાવરણની દ્વષ્ટિએ મોટામાં મોટી આપત્તિ છે. તેનાથી 37 હજાર હેક્ટર જંગલોની જમીન ડૂબમાં જવાની અનેક વૃક્ષો નાશ પામશે, જંગલી પ્રાણીઓના પ્રશ્નો ઊભા થશે, પ્રાણીજન્ય રોગો થશે, અતિપાણીથી ખેતીની જમીન બગડશે, ધરતીકંપની શક્યતાઓ વધશે, જંગલમાં રહેતા આદિવાસીઓનું જીવન નષ્ટ થશે, તેમનો પુન:વસવાટ થતાં તેમના સાંસ્કૃતિક પ્રશ્નો ઊભા થશે. આવા અનેક પ્રશ્નોને કેન્દ્રમાં રાખી નર્મદા બંધના વિરોધીઓ તરફથી આંદોલન કરવામાં આવ્યું હતું. પરંતુ તેની સામે નર્મદા બંધનું સમર્થન કરતું આંદોલન પણ ચલાવવામાં આવ્યું, જેનું નેતૃત્વ ચુનીભાઇ વૈદ્ય, ભાનુભાઇ અધ્વર્યુ, જયનારાયણ વ્યાસ, સનત મહેતા, કૃષ્ણપ્રસાદ વગેરેએ લીધું હતું.

નર્મદા બંધ તરફી આંદોલનકારીઓના મતે ગુજરાત ઔદ્યોગિક વિકાશશીલ રાજ્ય છે. તેનો 72 ટકા વિસ્તાર અસરગ્રસ્ત છે. છેલ્લાં 40 વર્ષમાં રાજ્યમાં 12 વખત દુષ્કાળ પડ્યો છે. જો આ યોજના પૂરી થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના કાયમી દુષ્કાળવાળા પ્રદેશોનો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય.

ગુજરાત સરકારની નીતિ છે કે આ યોજનાને કારણે પર્યાવરણના સંતુલનને જેટલું નુકસાન થવાની સંભાવના છે તેનાં કરતાં અનેક ગણું વધારે તેની સુરક્ષિતતા માટે, તેનાથી થતા નુકસાઅને ખાળવા માટે અને ક્ષતિપૂર્તિ માટે ખર્ચ કરવામાં આવશે.

તરફેણવાદીઓના મત અનુસાર પાણીના અભાવની પરિસ્થિતિનું શાસ્ત્રીત સમતુલન પુન:સ્થાપિત થશે. ડૂબમાં જતાં 4523 હેક્ટર જંગલવિસ્તારની જમીન સામે કચ્છનાં 4560 હેક્ટર જનીમમાં નવાં જંગલો ઊભાં કરવામાં આવશે. આ ઉપરાંત 9300 હેક્ટર જમીન પર નાશ પામેલાં જંગલોમાં વૃક્ષારોપણની વિવિધ યોજનાઓ હેઠળ નવેસરથી વૃક્ષો વાવવામાં આવશે.

સમગ્ર રાજ્યમાં વૃક્ષારોપણ દ્વારા જેટલાં વૃક્ષો ઉછેરવામાં આવશે તેની સંખ્યા સંભવિત ક્ષતિ કરતાં સોગણી વધારે હશે.
ધરતીકંપની શક્યતાઓ સામેનાં રક્ષણ માટે જમીનની તિરાડો એક ખાસ પ્રક્રિયા દ્વારા પૂરવામાં આવે, તો હરતેકંપના સમયે બંધને બિલકૂલ નુકસાન ન થાય.

બંધના તરફેણવાદીઓના મત મુજબ આદિવાસીઓ પુન:વસવાટ માટે તૈયાર છે. ગુજરાત સરકારે વિસ્થાપિતો માટે 24 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. વિસ્થાપિતોને ખેતી માટે જમીન, મકાન માટેની સહાય, નિર્વાહભથ્થું, તેમનાં બાળકોને રોજગારી, પ્રાથમિક શાળાઓ, રસ્તા, વીજળી વગેરે નાગરિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે.

સરદાર સરોવર યોજના 2004ના રોજ ‘નર્મદા કન્ટ્રૉલ ઑર્થોરિટી’એ નર્મદા યોજનાના મુખ્ય બંધની ઊંચાઇ 110.64 મીટર સુધી લઈ જવાની મંજૂરી અને બંધની ઊંચાઇ 138.68 મીટર કરવાની મંજૂરી આપી છે.


Advertisement
‘ચિપકો આંદોલન’ વિશે સમજૂતી આપો. 

જમીન પ્રદુષણની સમજૂતી આપો. 

ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદુષણની સમજૂતી આપો. 

Advertisement