Chapter Chosen

પર્યાવરણ અને સમાજ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદુષણની સમજૂતી આપો. 

‘ચિપકો આંદોલન’ વિશે સમજૂતી આપો. 

Advertisement
જમીન પ્રદુષણની સમજૂતી આપો. 

જમીન પ્રદુષણ મૃદાવરણને દુષિત કરે છે. ભૂમિ સપાટીની સ્તર રચનામાં કે જમીનમાંથી પ્રાપ્ત થતાં પોષક તત્વોમાં ફેરફાર થવાથી ભૂમિ પ્રદુષણ થાય છે.

પવનો, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, પૂર, ધરતીકંપ, ત્સુનામી, જમીનનું ધસી પડવું, જ્વાળામુખી પ્રસ્ફોટન વગેરે કુદરતી ઘટનાઓ સમગ્ર જીવસૃષ્ટિના ભૂમિયુક્ત જીવન માટે નુકસાનકારક છે.

માનવીની ખેતી અને ખાણઉદ્યોગ જેવી વિવિધ પ્રવૃત્તિઓના કારણે જમીનની ફળદ્વુપતાનું પ્રમાણ ઘટ્યું છે અને મૃદાવરણ દુષિત બન્યું છે.

ખેતરોમાં પાકવૃદ્વિ માટે વપરાતાં રાસાયણિક ખાતરો અને કીટનાશક દવાઓના કારણે ભૂમિ પ્રદુષણ થાય છે.

શહેરીકરણ અને ઔદ્યોગીકરણના કારણે ખેતીયોગ્ય જમીન ઘટી છે. વાહનવ્યવહારના જમીન માર્ગોનો વિકાસ થવાથીજમીન પર માનવીનું પ્રભુત્વ વધ્યું છે. ઔદ્યોગિક કચરો અને તેની આડપેદાશો તથા ગંદા જળથી જમીન પ્રદુષણમાં વધારો થાયો છે.

સિંચાઇના અધૂરા આયોજન અને જંગલોના વિનાશથી ભૂમિ સપાટી પર ક્ષારનું પ્રમાણ અને જમીનનું ધોવાણ વધ્યું છે. પરિણામે ભૂમિ પ્રદુષણ થાય છે. માનવીની વસ્તી અને જરૂરિયાતો વધતાં ભૂમિ પર ભારણ વધ્યું છે. અનાજ અને અન્ય ખેતપેદાશોની જરૂરિયાત વધતાં માનવીએ જમીનની ઉત્પાદકતા વધારવા રાસાયણિક ખાતરો દ્વારા ‘હરિયાળી ક્રાંતિ’ના નામે ભૂમિનું શોષણ કરવાનું શરૂ કર્યું છે.

ખેતીના પાકના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જંતુનાશક દવામાં વપરાતાં ઝેરી રસાયણોના કારણે જમીનની સેન્દ્રિયતા જાળવતા જીવાણુઓ નાશ પામ્યા છે. બિનજરૂરી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગના કારણે બિનઉપજાઉ જમીનનો વધારો થયો છે. શાકભાજી અને અન્ય ખાદ્ય પદાર્થોમાં ઝેરી રસાયણોના અંશો જોવા મળ્યા છે, જે માનવીના આરોગ્યને હાનિ પહોંચાડે છે.

જમીનનું ધોવાણ, ખેતીલાયક કે ગોચર જમીનનો ઘટાડો, જંગલોનો નાશ, જમીનનું પ્રદુષણ વગેરે કારણથી જમીન બિનઉપજાઉ બને છે અને અનાજની સમસ્યા સર્જાય છે. જમીન આધારિત આવક ઘટતા માનવી તાણ અનુભવે છે, જેના પરિણામે તેની અસર આરોગ્ય પર થાય છે.

વૃક્ષોના છેદના કારણે વૃક્ષોના મૂળ દ્વારા સચવાતી જમીનની ફળદ્વુપતા નાશ પામે છે.

ઉદ્યોગો દ્વારા જમીન પર ઠલવાતાં ઝેરી રાસાઅણો અને પ્રદુષિત પાણીના કારણે જમીનની ફળદ્વુપતા ઘટે છે.


Advertisement
નર્મદા બચાવો આંદોલનની સમજુતી આપો. 

‘ગ્રીનહાઉસ ઇફેક્ટ’ કોને કહેવાય ?

Advertisement