CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંઘર્ષ હેતુઓના વિરોધાભાસથી, અન્યાયમાંથી, શોષણમાંથી, વિચારસરણીના વિરોધમાંથી કે સ્થાપિત હિતોના અસંતોષમાંથી સર્જાય છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના સંઘર્ષો પરસ્પરના અનુકૂલનના અભાવથી, વિચારો કે માન્યતાઓના તફાવતથી કે સમાજીકરણના તફાવતમાંથી ઉદભવે છે. ઔદ્યોગિક ક્ષેત્રોના સંઘર્ષો આર્થિક અન્યાય, શોષણ કે અન્ય વ્યક્તિઓના હસ્તક્ષેપમાંથી ઊભા થાય છે. રાજકીય પક્ષો વચ્ચેના સંઘર્ષો સત્તા મેળવવા માટે કે વિચારસરણીના તફાવતને લીધે સર્જાય છે. શૈક્ષણિક જૂથોના સંઘર્ષો કાર્યની નિષ્ફળતામાંથી સર્જાય છે. આમ, સંઘર્ષના ઉદભવ માટે અનેક પરિબળો જવાબદાર છે.
બે પક્ષો એક જ ધ્યેય પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને બંને પક્ષો એકબીજાના ધ્યેયપ્રાપ્તિના પ્રયત્નોમાં અવરોધ ઊભો કરતા હોય, એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન કરતા હોય કે એકબીજાનો નાશ કરવા માટે શારીરિક બળનો ઉપયોગ કરતા હોય ત્યારે તેને ‘પ્રત્યક્ષ સંઘર્ષ’ કહેવાય.
જ્યારે બે કે તેથી વધુ પક્ષો એક જ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરતા હોય અને તેમાંનો દરેક પક્ષ સામાપક્ષની ઇચ્છા વિરુદ્વ જઈને તેને ધ્યેયથી વંચિત રાખવા કે અંકુશમાં લેવા કે નુકસાન પહોંચાડવા કે તેનો નાશ કરવા પ્રયત્ન કરે તેને ‘સંઘર્ષની પ્રકિયા’ કહેવામાં આવે છે.
સમાજશાસ્ત્રી મેક્સ લર્નર સામાજિક પ્રક્રિયાની વ્યાખ્યા આપતાં જણાવે છે કે, “સામાજિક પ્રક્રિયાનાં મૂળમાં ગતિ, પરિવર્તન પ્રવાહ અને સમાજમાં સતત બદલાવ અભિપ્રેત છે. સામાજિક પ્રક્રિયાનાં માધ્યમોથી જ સમાજમાં વિવિધ વ્યક્તિઓ પોતાના હેતુલક્ષની પૂર્તી કરવા ઇચ્છે છે.”
મેકાઇવર અને પેજના મતે, “જ્યારે માનવી એક જ અથવા અછત ધરાવતાં ધ્યેયો પ્રાપ્ત કરવા માટે એકબીજાનો મુકાબલો કરે, એકબીજાને નુકશાન કરી સામસામે આવે ત્યારે તેને સામાજિક સંઘર્ષ કહે છે.”.