Chapter Chosen

ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સામાજિક વર્ગનાં લક્ષણો જણાવો. 

માતૃસત્તાક કુટુંબની સમજૂતી આપો. 

કુટુંબસંસ્થાનું મહત્વ સમજાવો. 

Advertisement
લગ્નસંસ્થામાં આવેલાં પરિવર્તનો જણાવો.

મહિલાશિક્ષણ અને મહિલાઓનો વ્યવસાયપ્રવેશ, વિજ્ઞાન અને ટેકનોલૉજી તથા સંચાર-માધ્યમોનો વિકાસ, ઔદ્યોગીકરણ, શહેરીકરણ, કાનૂનીકરણ, બિનસાંપ્રદાયિકતા, વ્યક્તિવાદ, સ્વતંત્રતા અને સમાનતા વગેરે પરિબળોના કારણે આધુનિક સમયમાં લગ્નસંસ્થામાં પરિવર્તનો આવ્યાં છે, જે નીચે પ્રમાણે છે.

1 લગ્નનું ધાર્મિક પાસું નબળું પડ્યું છે :

લગ્નમાં હવે ધાર્મિક વિધીની માત્ર ઔપચારિકતા જોવા મળે છે. લગ્નને પવિત્ર સંસ્કાર અને પવિત્ર બંધન ગણવાનો આદર્શ નબળો પડ્યો છે.

જાતીય પવિત્રતાનું ધાર્મિક મહત્વ ઘટ્યું છે. લગ્ન એક ફરજ છે તેવો ખ્યાલ હવે રહ્યો નથી.

લગ્નને આત્મવિશ્વાસનું સાધન માનવાને બદલે લગ્ન અવરોધરૂપ છે તેવી વિચારસરણી વિકસવા લાગી છે.

લગ્નવિધિમાં ‘કન્યાદાન’ મહત્વની બાબત છે. તેમાં માતા-પિતા પોતાની કન્યાનું વરને દાન કરે છે. તેમાં માતા-પિતા કન્યાની કોઈ કિંમત લેતા નથી, પરંતુ કન્યાદાન ભેટ તરીકે આપવામાં આવે છે.

આજે પણ કન્યાદાનની વિધિ તો થાય છે, પરંતુ તેમાં ભૌતિકતા, સામાજિક પ્રતિષ્ઠા, દહેજ વગેરે ખ્યાલ વ્યક્ત થાય છે. આમ, કન્યાદાનમાં જે ધાર્મિક અને આધ્યાત્મિક તત્વો હતાં તેની જગ્યાએ હવે સામાજિક અને ભૌતિક તત્વો જોવા મળે છે.

2 હિન્દુ લગ્નમાં વિકસતું કરારી સ્વરૂપ :

હિન્દુ લગ્ન એક સંસ્કાર છે, પરંતુ આધુનિક યુગમાં લગ્નનું સ્વરૂપ એક કરાર થઈ રહ્યું છે.

બિનસાંપ્રદાયિકતા અને વ્યક્તિવાદી વલણોના કારણે લગ્નનાં આધ્યાત્મિક મૂલ્યોમાં પરિવર્તન આવ્યું છે.

ઇ.સ. 1954ના ‘સ્પેશિયલ મૅરેજ ઍક્ટ’ હેઠળ થયેલાં લગ્નોમાં બંનેની સંમતિથી છુટાછેડા મેળવી શકાય છે. કાયદાઓના કારણે લગ્નવય ઊંચી ગઇ છે. વિધવાલગ્ન અને પ્રેમલગ્ન સ્વીકૃત બન્યાં છે.

મહિલા અને પુરુષ બંનેને છુટાછેડાનો અધિકાર મળ્યો છે. જ્ઞાતિઓના નિયમ પ્રમાણે પણ છુટાછેડા મેળવી શકાય છે.
આમ, લગ્નમાં કરારી તત્વોની વિકાસ થયો છે.

આમ, છતાં, લગ્નસંસ્થા પરથી પરંપરાગત આધ્યાત્મિક મૂલ્યોનો પ્રભાવ સંપૂર્ણ અદ્વશ્ય થયો નથી. લગ્ન સમયની વૈદિક વિધિઓ જળવાઇ રહી છે.

પ્રેમલગ્નો અલ્પ પ્રમાણમાં થાય છે. છુટાછેડાનું પ્રમાણ પણ બહુ જ ઓછું છે.

હિન્દુ લગ્નનું પ્રાચીન આધ્યાત્મિક સ્વરૂપ અંશત: બદલાયું હોવા છતાં તેનું સંસ્કાર તરીકેનું સ્વરૂપ પૂર્ણપણે નષ્ટ થયું નથી.

3 લગ્નવય ઊંચી આવતી જાય છે :

ભારતીય સમાજમાં ભૂતકાળની તુલનામાં બાળલગ્નોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવા કાનૂની સુધારા દ્વારા લગ્નવય છોકરા માટે 21 વર્ષની અને છોકરી માટે 18 વર્ષની કરવામાં આવી છે. કાનૂની સુધારા ઉપરાંત મહિલાશિક્ષણનો વિકાસ, ધાર્મિક ખ્યાલોનો તથા જ્ઞાતિના પરંપરાગત રિવાજોનો ઘટેલો પ્રભાવ વગેરે કારણોસર લગ્નવય ઊંચી ગઈ છે. પુખ્તવતે લગ્ન એ હવે રિવાજ બનતો જાય છે.

4 લગ્નસાથીની પસંદગીનાં ધોરણોમાં પરિવર્તન :

પરંપરાગત રીતે લગ્નસાથીની પસંદગી માતા-પિતા કે વડીલો દ્વારા નક્કી કરવામાં આવતી હતી. સમાજમાં લગ્નને બે કુટુંબના જોડાણ તરીકે સ્વીકરવામાં આવતું હયું. વર્તમાન સમયમાં લગ્નસાથીની પસંદગીનાં ધોરણોમાં અને ઇચ્છાને મહત્વ આપે છે. માતા-પિતા લગ્નસાથીની પસંદગીની બાબતમાં દબાણ કરતા નથી. લગ્નસાથીની પસંદગીમાં વ્યક્તિગત લાયકાતને મહત્વ આપવામાં આવે છે.

5 આંતરજ્ઞાતિય લગ્ન શક્ય બન્યાં છે :

વિવિધ કાનૂની પગલાં અને સુધારણા પ્ર્રવૃત્તિઓના પરિણામે જુદી જુદી જ્ઞાતિઓ વચ્ચેના લગ્નસંબંધો માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. મહિલાશિક્ષણ, સહશિક્ષણ, સહકાર્ય, પડોશ, પિકનિક અને મેળાવડાઓમાં યુવક-યુવતી વચ્ચે વધતા જતા સંપર્કના કારણે આંતરજ્ઞાતીય લગ્ન શક્ય બન્યાં છે. સરકાર દલિત જ્ઞાતિ અને અન્ય જ્ઞાતિ વચ્ચે થયેલા લગ્નને પ્રોત્સાહન અને આર્થિક સહાય આપે છે. ઇ.સ. 1949ના ‘હિન્દુ મૅરેજ વૅલિડિટી ઍક્ટ’ હેઠળ આંતરજ્ઞાતીય લગ્નને સમર્થન પ્રાપ્ત થયું છે.

6 સ્વ-પસંદગીનાં લગ્નનું પ્રાધાન્ય વધ્યું :

આધુનિક સમયમાં લગ્નસંસ્થામાં સ્વ-પસંદગીની બાબતમાં પરિવર્તન આવ્યું છે. સમાજમાં ચાલતા અનેક પરિબળોના કારણે સ્વ-પસંદગીનાં લગ્ન થવા લાગ્યાં છે. આવાં લગ્નોની સંમતિની બાબતમાં સમાજ ઉદારતા અને સહિષ્ણુતાભર્યું વર્તન દાખવે છે. સ્વ-પસંદગીનાં લગ્નોની સ્વીકૃતિ મળતાં આવાં લગ્નનું પ્રાધાન્ય વધ્યું છે.

7 છુટાછેડાને કાનૂની માન્યતા :

વર્તમાન ભારતમાં મહિલા અને પુરુષ બંનેને કાયદા દ્વારા છુતાછેડાનો સમાન અધિકાર મળ્યો છે. પરંપરાગત ભારતીય સમાજમાં લગ્ન એક પવિત્ર સંસ્કાર મનાતું હોવાથી છૂટાછેડા સમાજમાન્ય ન હતા. ઇ.સ. 1955ના ‘હિન્દુ લગ્ન ધારા’માં છુટાછેડાની જોગવાઇ કરવામાં આવી છે. દુ:ખી દામ્પત્યજીવનનો અંત લાવવા હવે મહિલાઓ અને પુરુષો છુટાછેડાનો માર્ગ અપનાવી શકે છે. સમાજમાં પણ છુટાછેડાને સ્વીકૃતિ મળવા લાગી છે. છુટાછેડા બાદ પુનર્લગ્ન થવા લાગ્યાં છે. આમ, છતાં, હજુ લગ્નનું એક સંસ્કાર તરીકેનું સ્વરૂપ ટકી રહ્યું છે.

8 બહુપતિ-બહુપત્ની લગ્ન ગેરકાયદેસર બન્યાં છે :

ઇ.સ. 1955ના ‘હિન્દુ મૅરેજ ઍક્ટ’ હેઠળ હિન્દુઓમાં બહુપતિ તેમજ બહુપત્ની લગ્ન ગેરકાયદેસર બન્યાં છે. આ કાયદાના કારણે હિન્દુ સમાજમાં બહુપતિ-પત્ની લગ્નપ્રથાનો સંપૂર્ણ અંત આવ્યો છે.


Advertisement
પિતૃસત્તાક કુટુંબની સમજૂતી આપો. 

Advertisement