Chapter Chosen

ભારતની મૂળભૂત સામાજિક સંસ્થાઓ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લગ્નસંસ્થામાં આવેલાં પરિવર્તનો જણાવો.

Advertisement
સામાજિક વર્ગનાં લક્ષણો જણાવો. 

દરેક સામાજિક વર્ગ દરજ્જાઓનું બનેલું જૂથ છે. જે સમાન પ્રતિષ્ઠા ધરાવે છે. એક વર્ગ બીજા વર્ગ કરતાં દરજ્જાની બાબતમાં ઊંચો કે નીચો ગણાય છે. સામાજિક વર્ગ એ સમાન દરજ્જો ધરાવતા વ્યક્તિઓનો સમૂહ છે. સામાજિક વર્ગનાં લક્ષણો નીચે પ્રમાણે છે :

1 વર્ગ સભાનતા :

દરેક વર્ગના સભ્યો પોતે અમુક વર્ગનો દરજ્જો ધરાવે છે, તેવી સભાનતા ધરાવે છે. આ સામાજિક વર્ગનું મહત્વનું આત્મલક્ષી લક્ષણ છે. અમુક વિશિષ્ટ સંજોગોમાં વ્યક્તિ પોતાની વર્ગસભાનતા વ્યક્ત કરતી હોય છે.

2 ઊંચ-નીચનો સ્વીકાર :

સામાજિક વર્ગનું મહત્વનું લક્ષણ એ છે કે સામાજિક વર્ગના દરેક સભ્યો એ બાબતનો સ્વીકાર કરતા હોય છે. કે પોતાનો વર્ગ અમુક વર્ગથી ઉંચો છે અને અમુક વર્ગથી નીચો છે.

3 સમાન સામાજિક દરજ્જો :

દરેક સામાજિક વર્ગ સમાન દરજ્જો ધરાવતું જૂથ છે. કોઈ પણ એક સામાજિક વર્ગના તમામ સભ્યો આવક, સંપત્તિ, મિલકત, વ્યવસાય, શિક્ષણ, રાજકીય દરજ્જો વગેરે બાબતોમાં લગભગ સમાન હોય છે. એક જ સામાજિક વર્ગના સભ્યો પાર્સ્પર એકબીજાને સામાજિક રીતે સમકક્ષ માને છે. તેમનાં પારસ્પરિક વર્તનો, વ્યવહાર અને સ6બંધોમાં દરજ્જાની સમાનતા હોય છે.

4 અંતર્લગ્ન :

મોટા ભાગના તમામ સામાજિક વર્ગો અંતર્વિવાહી જૂથ છે. દરેક વર્ગના સભ્યો મોટા ભાગે પોતાના વર્ગમાંથી જ લગ્નસાથી પસંદ કરવાનું વલણ ધરાવતા હોય છે.

5 વર્ગનું એકમ કુટુંબ :

સામાજિક વર્ગ એ કુટુંબનું બનેલું સ્તર છે. વર્ગ ક્રોટિક્રમના સંદર્ભમાં કુટુંબ એ એકમ છે. કુટુંબના બધા સભ્યો સમાન વર્ગ દરજ્જો ધરાવે છે. વ્યક્તિને જન્મથી વર્ગ દરજ્જો પ્રાપ્ત થાય છે.

6 સમાન જીવનશૈલી :

દરેક સામાજિક વર્ગની એક જીવનશૈલી છે. એક સામાજિક વર્ગની જીવનશૈલી બીજા સામાજિક વર્ગથી જુદી પડે છે. એક જ સામાજિક વર્ગના સભ્યો સમાન મૂલ્યો, વલણ અને જીવનપદ્વતિ ધરાવે છે. જીવનશૈલી વ્યાપક ખ્યાલ છે. જેમાં મિલકત, સંપત્તિ, વ્યવસાય, જીવનકાર્ય, મનોરંજનનાં સાધનો વગેરે બાબતોનો સમાવેશ થાય છે. કોઇ એક સામાજિક વર્ગના સભ્યો આ બધી બાબતોમાં સમાનતા ધરાવતા હોય છે.

7 સ્વયંજનિત :

સામાજિક વર્ગ સ્વયંજનિત જૂથ છે. સમૂહજીવન, શ્રમવિભાજન કે જન્મગત તફાવતો, સામાજિક વાતાવરણના તફાવતો વગેરે લાક્ષણિકતાઓના કારણે કોઈ ને કોઈ સ્વરૂપના સામાજિક વર્ગો આપોઆપ ઉદભવે છે. આથી વર્ગહીન સમાજરચના શક્ય નથી.


Advertisement
પિતૃસત્તાક કુટુંબની સમજૂતી આપો. 

માતૃસત્તાક કુટુંબની સમજૂતી આપો. 

કુટુંબસંસ્થાનું મહત્વ સમજાવો. 

Advertisement