CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સ્થાનિક સામગ્રીનો ઉપયોગ કરીને તમારા શિક્ષક અને મિત્રોની મદદથી દૂરબીન બનાવવાની રીત લખો.
સાધન-સામગ્રી :
બનાવવાની રીત :
સાધન-સામગ્રી : 15 સેમી અને 50 સેમી કેન્દ્રલંબાઈવાળા બે બહિર્ગોળ લેન્સ, લંબચોરસ જાડા કાગળનો મોટો ટુકડો, પૂંઠાનો નળાકાર, ટૅપ
બનાવવાની રીત :
(1) લંબચોરસ જાડા કાગળનો ટુકડો લો.
(2) તેને ગોળ વાળી ટૅપ મારી નળી જેવો આકારનો બનાવો.
(3) વાળેલા કાગળની નળીનો વ્યાસ ટુંકી કેન્દ્રલંબાઈવાળા બહિર્ગોળ લેન્સ જેટલો રાખો.
(4) આ કાગળની નળીના એક છેડે ટુંકી કેન્દ્રલંબાઈવાળો બહિર્ગોળ લેન્સ ચીપકાવો. આ નેત્રકાચ બનશે.
(5) પૂંઠાનો નળાકાર લો.
(6) તેના એક છેડે લાંબી કેન્દ્રલંબાઈવાળો બહિર્ગોળ લેન્સ ટૅપની મદદથી ચીપકાવો.
(7) હવે પૂંઠાના નળાકારના ખુલ્લા છેડામાંથી વીટેલા કાગળની નળી આકૃતિમાં દર્શાવ્યા મુજબ દાખલ કરો. બંને વચ્ચેની જગ્યામાં છાપાનો કાગળ લપેટી અંદર બહાર ખસેડી શકાય તેવી રચના બનાવો.
આ રીતે દૂરબીન તૈયાર થશે.
(8) હવે દૂરબીનનો વસ્તુકાચવાળો છેડો ઘણે દૂરની વસ્તુ તરફ રાખી નેત્રકાચવાળા બીજા છેડા તરફથી જુઓ.
(9) બે નળીને પરસ્પર જરૂરી પ્રમાણમાં ખસેડી વસ્તુ સ્પષ્ટ દેખાય તેમ ગોઠવો.
(10) આ રીતે દૂરને વસ્તુ સ્પષ્ટ અને નજીક દેખાશે.
બહિર્ગોળ લેન્સ દ્વારા સૂર્યનું બિંદુવત્ પ્રતિબિંબ મેળવો. આ પ્રતિબિંબ મેળવવા માટે તમે શું કર્યું ? નોંધ તૈયાર કરો.
અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થતો હોય તેવાં સાધનો જણાવો.
આપણા જીવનવ્યવહારમાં લેન્સનો ઉપયોગ થતો હોય તેવાં સાધનો જણાવો.