Chapter Chosen

શરૂઆત કરીએ

Book Chosen

ગુજરાતી ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કવિ પોતાની જાતને કેવી કરવાનું કહે છે ?

કવિ બહારથી સ્વચ્છ અને સુંદર દેખાતી આપણી જાતને અંદરથી પણ એવી જ સ્વચ્છ અને સુંદર કરવાનું કહે છે.

કવિ શું મહેકતું કરવાનું કહે છે ?

કવિ આપણને જ્યાં હોઈએ ત્યાં બધું મહેકતું કરવાનું કહે છે.

કવિ શેને શેને રળિયાત કરવાનું કહે છે ?

કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે.

કવિ આ કાવ્યમાં શું શું કરવાનું કહે છે ?

કવ આ કાવ્યમાં આવનારી તમામ ખુશીઓની વાત કરવાનું કહે છે હિંમતથી દુ:ખોથી સામનો કરવાનું કહે છે. અંત:કરણને ગુણોથી સ્વચ્છ અને સુંદર બનાવવાનું કહે છે. જે પરિસ્થિતિમાં હોઈએ તેને અનુકુળ જઈ જઈ ત્યાં સુવાસ ફેલાવવાનું કહે છે, તેમજ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયામણું બનાવવાનું કહે છે. જીવનમાં કે કંઈ મળે તેને સવાયું કરીને એની સોગાત આવનારી કાલને આપી આપણા ભાવિ જીવનને ઉજ્જવળ બનાવવાનું કહે છે.

કવિ કઈ-કઈ વાતની શરૂઆત કરવાનું કહે છે ?

કવિ નીચે પ્રમાણેની વાતની શરૂઆત કરવાનું કહે છે :

(1) જીવનમાં કે કાંઈ મળ્યું છે તેને સવાયું કરીને એની સોગાત આપીને આવનારી કાલને ઉજ્જવળ બનાવવાની શરૂઆત કરી.

(2) જે પરિસ્થિતિમાં હોઈએ તેમાં આપણા ગુણોથી ઘર, નગર અને સમગ્ર વિશ્વને સુંદર બનાવવાની શરૂઆત કરીએ.

(3) આપણા બાહ્ય સૌંદર્યની જેમ આંતરિક સૌંદર્યને ખીલવવાની શરૂઆત કરીએ.

(4) જીવનમાં આવનારી સૌ ખુશીની વાતથી એક નવી શરૂઆત કરીએ.

(5) દુ:ખોથી હરી જવાને બદલે દુ:ખોનો હિંમતથી સામનો કરવાની શરૂઆત કરીએ.