Chapter Chosen

દહન

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 દ્વિતીય સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

વિદ્યુતથી લાગેલી આગ બુઝાવવા પાણીનો ઉપયોગ શા માટે કરી શકાય નહિ ?


વિદ્યુતથી આગ લાગી હોય ત્યારે આગને પાણીથી બુઝાવનાર વ્યક્તિને વિદ્યુતનો આંચકો લાગવાની શક્યતા રહેલી છે. આમાં વ્યક્તિનો જાન પણ જઈ શકે છે. આથી વિદ્યુતથી લાગેલી આગ બુઝાવવા પાણી વપરાતું નથી.

રસોઈ કરવા બીજા બળતણ કરતાં એલપીજી કે પીએનજી શા માટે સારું બળતણ છે ?


રસોઇ કરવા લાકડાં, કોલસા જેવાં ઘન બળતણો ; કેરોસીન જેવાં પ્રવાહી બળતણો તથા એલપીજી અને પીએનજી જેવાં વાયુ બળતણો વપરાય છે. તેમાં એલપીજી કે સીએનજી જેવા વાયુ બળતણોનું નિયંત્રણ કરી શકાય છે. તે સળગે છે ત્યારે સંપૂર્ણ દહન થતાં વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે. વળી ધુમાડો ઉત્પન્ન થતો ન હોવાથી પ્રદૂષણ પેદા થતું નથી. તેથી રસોઈ કરવા બીજા બળતણ કરતાં એલપીજી (LPG) કે સીએનજી (CNG) સારું બળતણ છે.

તમારા પડોશના મકાનમાં આગ લાગી હોય ત્યારે તમે શું કરશો ?


આપણે નીચે પ્રમાણેની ફરજ બજાવીશું :

  1. મકાનમાં આગ ઝડપથી ફેલાતી હોય તો તરત ફાયર બ્રિગેડને જાણ કરીશું.
  2. મકાનની આગ ઓલવવા તેના પર ડોલથી પાણી છાંટીશું. અગ્નિશામક સાધન હોય તો તેનો પણ ઉપયોગ કરીશું.
  3. આગમાં ફસાયેલા માણસોને શક્ય હોય, તો બહાર કાઢીશું અને દાઝેલી વ્યક્તિઓને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડીશું.

ફાયર સિસ્ટમ અગ્નિશામક સિલિન્ડર ક્યાં ક્યાં હોય છે ?


ફાયર સિસ્ટમ અગ્નિશામક સિલિન્ડર 

  • બહુમાળી મકાનો
  • શોપિંગ મૉલ
  • મોટી હૉસ્પિટલ
  • સરકારી કાર્યાલયો
  • સભાગૃહો
  • સિનેમાગૃહો જેવા સ્થળોએ હોય છે.

મીણબતી સળગાવો અને જ્યોતનું નિરિક્ષણ કરો.

  • તેમાં કેટલા વિભાગ જોઈ શકાય છે ?
  • કયા કયા ?

મીણબતીની જ્યોતના ત્રણ વિભાગ જોઈ શકાય છે :

  1. સૌથી બહારનો વિસ્તાર
  2. મધ્યનો વિસ્તાર
  3. સૌથી અંદરનો વિસ્તાર