Chapter Chosen

સૂક્ષ્મજીવો

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

બૅક્ટેરિયાથી થતા કોઈ પણ બે રોગનાં નામ લખો.


1. કૉલેરા
2. ન્યુમોનિયા

સૂક્ષ્મ જીવો એટલે શું ? તેના પ્રકાર જણાવો.


જે સજીવોને આપણે નરી આંખે જોઈ શકતા નથી અને જેમના નિરિક્ષણ તથા અભ્યાસ માટે સૂક્ષ્મદર્શક યંત્ર અને ઈલેક્ટ્રૉન માઈક્રોસ્કોપ જેવાં ઉપકરણોની આવશ્યકતા રહે છે તે સજીવોને સૂક્ષ્મ જીવો કહેવામાં આવે છે.

પ્રકાર :

1. ફૂગ
2. પ્રજીવ
3. બૅક્ટેરિયા
4. વાઈરસ
5. લીલ


લીલ અન્ય વનસ્પતિઓથી કઈ રીતે જુદી પડે છે ?


• લીલ એકકોષી અથવા સરળ બહુકોષી છે, જ્યારે અન્ય વનસ્પતિઓ બહુકોષીય અને પેશી રચનાવાળી હોય છે.

• લીલમાં મૂળ, પ્રકાંડ, પર્ણ જેવા ભાગો હોતા નથી, જ્યારે અન્ય વનસ્પતિને આવા બધા જ ભાગો હોય છે.


વાઈરસથી થતા કોઈ પણ બે રોગનાં નામ લખો.


1. પોલિયો
2. કમળો


ફૂગના પ્રકાર કેટલા છે ? કયા કયા ?


મુખ્ય્ત્વે ફૂગના બે પ્રકાર છે.

1. યીસ્ટ
2. મોલ્ડ