Chapter Chosen

હવાનું દબાણ

Book Chosen

વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

તમારા રોજિંદા જીવનમાં તમે કયાં કયાં હવાના દબાણનો ઉપયોગ કરો તે વિચારીને લખો.


1. પિચકારીમાં પાણી ભરી છાંટવામાં

2. શાહીપૂરક ટોટી વડે પેનમાં શાહી ભરવામાં

3. સ્ટ્રૉની મદદથી ઠંડા પીણાં પીવામાં

4. સાઈકલના પંપની મદદથી સાઈકલની ટ્યુબમાં હવા પૂરવામાં

5. બકનળીની મદદથી ઊંચેના મોટા વાસણમાંથી પાણી નીચેની વાસણમાં ભરવામાં

6. ઈંજેક્શનની સિરિન્જમાં પ્રવાહી દવા ભરવામાં.


સાઈકલની ટ્યુબમાં વાલ્વટ્યુબનું કાર્ય શું છે ?


સાઈકલની ટ્યુબમાં વાલ્વટ્યુબ બેસાડેલી હોય છે. વાલ્વટ્યુબ સાઈકલની ટ્યુબમાં ભરેલી હવાને બહાર નીકળવા દેતી નથી. વળી જ્યારે સાઈકલની ટ્યુબમાં પંપ વડે હવા ભરવામાં આવે છે ત્યારે વાલ્વટ્યુબમાં દબાણથી આવતી હવા વાલ્વ પરની ચુસ્ત બેસાડેલી રબરની નળીને ઊંચી કરી સાઈકલની ટ્યુબમાં ભરાય છે. આમ, વાલ્વટ્યુબની મદદથી સાઈકલની ટ્યુબમાં હવા ભરી શકાય છે.