Chapter Chosen

ધાર્મિક-સામાજિક જાગૃતિ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આઝાદી પહેલા6 સમાજમાં કેવા કુરિવાજો પ્રચલિત હતા ?

આઝાદી પહેલાં - ઇ.સ. 1947 પહેલાં ભારતીય સમાજમાં અંધશ્રદ્વા, વહેમ, બાળલગ્નો, વિધવાવિહાહની મનાઈ, દીકરીને જન્મતાં જ દૂધ પીતિ કરવાનો રિવાજ, બહુપત્નીત્વની પ્રથા, દહેજપ્રથા, કન્યાવિક્રય જેવા કુરિવાજો પ્રચલિત હતા.

'આર્યસમાજ' સમાજ કઈ કઈ પ્રવૃત્તિઓ કરતો હતો ?

આર્યસમાજે સમાજ માટે દર્શાવેલી પ્રવૃત્તિઓ :
  • કન્યાકેળવણી, વિધવાવિવાહ, આંતરજ્ઞાતીય લગ્નો, અસ્પૃશ્યતાનિવારણ વગેરે.
  • ધર્મપરિવર્તન કરાયેલા હિંદુઓને હિંદુધર્મમાં પાછા લાવવા માટે 'શુદ્વિ ચળવળ' ચલાવી.
  • અનેક સ્થળોએ ગુરુકૂળો, કન્યાશાળાઓ, વિધવાગૃહો, અનાથાશ્રમો, દવાખાનાં વગેરે સ્થાપ્યાં.
  • દયાનંદ સરસ્વતીએ વેદધર્મનો પ્રચાર કરીને લોકોને 'વેદ તરફ પાછા વળો' નો ઉપદેશ આપ્યો અને 'સત્યાર્થ પ્રકાશ' નામનો ગ્રંથ લખ્યો. તેમાં તેમણે જણાવ્યું કે વેદોમાં મૂર્તિપૂજા, ક્રિયાકાંડ, બાલલગ્ન, સતીપ્રથા, અસ્પૃશ્યતા વગેરે અનિષ્ટોનો કોઈ ઉલ્લેખ નથી. તેથી તેમણે એ અનિષ્ટો સામે ઝુંબેશ ચલાવી.

ીઆજા રામમોહનરાયે બ્રિટિશ સરકારને કઈ કઈ ભલામણો કરી ?

રાજા રામમોહનરાયે બ્રિટિશ સરકારને ભલામણ કરતા કહ્યું કે 'વર્તમાનપત્રો પરનો અંકુશ દૂર કરવો, લોકોને વાણીસ્વાતંત્ર્ય અને વ્યક્તિસ્વાતંત્ર્ય આપવું, સ્ત્રીઓને અધિકાર આપવા, ન્યાયતંત્રને કારોબારીથી સ્વતંત્ર રાખવું અને સરકારી નોકરીઓમાં ભારતીયોની વધુ સંખ્યામાં ભરતી કરવી વગેરે.

રામકૃષ્ણ મિશન દ્વારા સમાજમાં કયાં કયાં કામો કરવામાં આવતાં હતાં ?

રામકૃષ્ણ મિશન એક સેવા સંસ્થા છે. 'માનવસેવા એ જ પ્રભુસેવા' એ આ સ6સ્થાનો મુખ્ય સિદ્વાંત છે. આ સિદ્વાંત અનુસાર રામકૃષ્ણ મિશન સમાજમાં ગરીબ, દુ:ખી અને શોષિત લોકોની સેવા કરવામાં આવતી. આ માટે તે દેશપરદેશમાં સમાજશિક્ષણ, તબીબી સારવાર, સમાજસેવા વગેરેને લગતી પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી. આ ઉપરાંત, રોગચાળો, દુષ્કાળ, ધરતીકંપ વગેરે આપત્તિઓ વખતે મિશનના કાર્યકર્તાઓ લોકોની નિ:સ્વાર્થભાવે સેવા કરવામાં આવતી.

ઠક્કરબાપા અને તેમના સાથીદારો કયું કાર્ય કરતા હતા ?

(1) ઠક્કરબાપાએ 'પંચમહાલ ભીલ સેવામંડળ' ની સ્થાપના કરી તેના દ્વારા પંચમહાલના ઉંડાણવાળાં જંગલો અને પહાડી વિસ્તારોમાં રહેતા આદિવાસી ભીલોના જીવનમાં મોટું પરિવર્તન લાવ્યા.

(2) તેમણે ભીલોને દારૂ જેવાં વ્યસનો, ટેવો અને વહેમમાંથી મુક્ત કર્યા.

(3) ભીલોનાં બાળકો માટે તેમણે એમના વિસ્તારોમા6 શાળાઓ ખોલી. તેઓને રેંટિયો કાંતતા કર્યા તેમજ તેમને અનેક કુટિર પણ શીખવ્યા.