Chapter Chosen

સંયુક્ત રાષ્ટ્રો (યુ.એન)

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
યુનોના મુખ્ય હેતુઓ કયા છે ?

(1) આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી.

(2) સભ્યદેશો વચ્ચે મૈત્રીભાવના કેવવવી.

(3) આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને માનવીય પ્રશ્નોનો ઉકેલ લાવવો.

(4) વિશ્વના બધા જ લોકોના માનવહકો અને મૂળભૂત સ્વતંત્રતા પ્રત્યે માનવી ઉત્પન્ન કરવી અને પરસ્પર સહકાર સાધવો.

સંયુક્ત રાષ્ટ્રોનાં મુખ્ય અંગો કયાં કતાં છે ?

સંયુક્ત રાષ્ટ્રોનાં મુખ્ય અંગો નીચે પ્રમાણે છે :

(1) સામાન્ય સભા

(2) અલામતી સમિતી

(3) આર્થિક અને સામાજિક સમિતિ

(4) વાલીપણા સમિતિ

(5) ન્યાયની આંતરરાષ્ટ્રીય અદાલત

(6) સચિવાલય


સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્વિમાં ભારતનો શો ફાળો છે ?


વિશ્વશાંતિ એ ભારતની વિદેશનીતિનો મુખ્ય ભાગ છે. તેથી સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્વિમા ભારતે હંમેશા6 સહકાર આપ્યો છે :

(1) કોરિયાના યુદ્વમાં ઘવાયેલા સૈનિકોની સારવાંર માટે ભારતે દવાઓ અને તબીબી ટુકડીઓ મિકલી હતી.

(2) કોરિયામાં શાંતિ સ્થાપવા રચાયેલા પ6ચના અધ્યક્ષની કામગીરી ભારતે બજાવી હતી.

(3) ગાઝા, સાયપ્રસ અને કૉંગોમાં સર્જાયેલી કટોકતી વખતે સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે પોતાના સૈનિકોની ટુકડીઓ મોકલી હતી.

(4) નામિબિયા, કમ્બોડિયા અને સોમાલિયામાં શાંતિ સ્થાપવાની કામગીરીમાં ભારતે મહત્વનો ભાગ ભજવ્યો હતો. 

(5) સલામતી સમિતિ ઉપરાંત વિવિધ સમિતિઓમાં મહત્વના હોદ્દાઓ સ્વીકારીને ભારતે પોતાનાં જ્ઞાન અને અનુભવનો લાભ સંયુક્ત રાષ્ટ્રોને આપ્યો છે. આમ, સંયુક્ત રાષ્ટ્રોની કાર્યસિદ્વિમાં ભારતનો ફાળો ગનનાપાત્ર છે. 

આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસંસ્થા સ્થાપવાની જરૂર શા માટે જણાઈ ?


પ્રથમ વિશ્વયુદ્વથી પારાવાર જાઅનહાની થઈ હતી અને અબજો રૂપિતાની સંપત્તિ નાશ પામી હતી. તેથી, ફરીથી આવો વિશ્વવિગ્રહ ન થાય એ માટે વિશ્વના દેશોને અંકુશમાં રાખવા તેમજ શાંતિ, સંપ અને અસહકારના માર્ગે વાળવા આંતરાષ્ટ્રીય સ્તરે એક વિશ્વસંસ્થા સ્થાપવાની જરૂર જણાઈ.

યુનોની સ્થાપના કયા સંજોગોમાં થઈ ?

ઇ.સ. 1939થી 1945 દરમિયાન થયેલા દ્વિતીય વિશ્વયુદ્વમાં અણુબૉમ્બનો ઉપયોગ થયો હતો. તેથી આ યુદ્વ અગાઉનાં બધાં યુદ્વો કરતાં વધુ ભયાનક અને વિનાશક બન્યું હતું. આ યુદ્વમાં લાખો નિર્દોષ વ્યક્તિઓનાં મરણ થયાં હતા અને અબજો રૂપિયાની મિલકતો નાશ પામી હતી. હવે પછી જગતના અગ્રણી નેતાઓ વિશ્વને યુદ્વના ભયમાંથી મુક્ત કરવા કટિબદ્વ થયા. યૂ.એસ.એ ના રાષ્ટ્રપ્રમુખ એફ. ડી. રુઝવેલ્ટના પ્રયાસોથી એક વિશ્વસંસ્થા રચવાની યોજના તૈયાર થઈ. ઇ.સ. 1945માં યુ.એસ.એ. ના સૅન ફ્રૅન્સિસ્કો શહેરમાં ભરાયેલી મિત્રરાજ્યોનાં 51 રાષ્ટ્રોના પ્રતિનિધિઓની એક પરિષદમાં યોનો (સંયુક્ત રાષ્ટ્રસંઘ)ની સ્થાપના કરવામાં આવી. આજે આ સંસ્થા 'સંયુક્ત રાષ્ટ્રો' ના નામથી ઓળખાતી થઈ.