Chapter Chosen

સ્વતંત્ર ભારત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
મહાગુજરાત ચળવળ શા માટે શરૂ થઈ ?

કેન્દ્વ સરકાર રાજ્ય પુન:રચનાપંચના અહેવાલને માન્ય કરીને ચાર પ્રકારનાં રાજ્યો રદ કર્યાં અને 14 રાજ્યો તથા 6 કેન્દ્વશાશિત પ્રદેશોની પુનરચના કરી. એ વખતે મુંબઈ અને પંજાબ રાજ્યોની રચના ભાષાના ધોરણ કરવામાં આવી નહોતી. દ્વિભાષી મુંબઈ રજ્યમાં મરાઠી અને ગુજરાતી એમ બે ભાષા-ભાષી વિસ્તારો હતા.

ભારતની સંસદે જે દિવસે દ્વિભાષી રાજ્યનો ઠરાવ પસાર કર્યો તે દિવસે જ અમદાવાદની લૉ કૉલેજના વિદ્યાર્થીઓની સભામાં 'પગલાં સમિતિ' રચવામાં આવી. વિદ્યાર્થીઓએ ગુજરાતના અલગ રાજ્યની રચના માટે સ્વયંભૂ દેખાવો શરૂ કર્યાં. ધીમે ધીમે આંદોલન ઉગ્ર બન્યું, જે મહાગુજરાતની ચળવળના નામે જાણીતું બન્યું. આમ, દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતના અલગ રાજ્યની રચના કરવા માટે મહાગુજરાત ચળવલ થઈ.

ભારતની હાલની મુખ્ય સમસ્યા કઈ-કઈ છે ?

ગરીબી, બેકારી, મોંઘવારી, આંતકવાદ કોમી તોફાનો, જ્ઞાતિભેદ, આર્થિક અસમાનતા, વસ્તીવધારો, ભ્રષ્ટાચાર, પ્રાંતવાદ, નિરક્ષરતા વગેરે ભારતની હાલની મુખ્ય સમસ્યાઓ છે.

ફ્રેંચ શાસન હેઠળ ભારતના કયા કયા વિસ્તારો હતા ?

ફ્રેંચ શાસન હેઠળ ભારતના આ વિસ્તારો હતા : પૉંડિચેરી, કરૈકલ (તમિલનાડુ), માહે (કેરલ), યનામ (આંધ્ર પ્રદેશ) અને ચંદ્વનગર (પશ્વિમ બંગાળ).

કેન્દ્વ સરકારને રાજ્યોની પુનરચના શા માટે કરવી પડી ? 

29 જાન્યુઆરી, 1950 ના રોજ બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતસંઘમાં અ, બ, ક, ડ અમે અચાર ભાગમાં વહેંચાયેલા રાજ્યો હતા. આ એક કામચલાઉ વ્યવસ્થા હતી. એ પછી 'અ' પ્રકારના મદ્વાસ રાજ્યના તેલુગુ ભાષી લોકોએ પોતાની ભાષાનું અલગ રાજ્ય - આંધ્ર પ્રદેશ મેળવવા માટે ઉગ્ર ચળવળ કરી. પરિણામે 1 ઑક્ટૉમ્બર, 1953ના રોજ ભારત સરકારે મદ્વાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશના એક અલગ રાજ્ય - આંધ્ર પ્રદેશની નવેસરથી રચના કરવાની માગનીઓ થવા લાગી હોવાથી તાત્કાલીક કેન્દ્વ સરકારને રાજ્યોની પુનરરચના કરવી પડી.

પોર્ટુગીઝો સામે ભારત સરકારને શા માટે લશ્કરી કાર્યવાહી કરવી પડી ?

પોર્ટુગીઝો સામે સમજાવટ, વાટાઘાટો અને સત્યાગ્રહ જેવા શાંત પ્રયાસો સફળ ન થતાં ભારત સરકારનેલશ્કરી કાર્યવાહી કરવી પડી.