Chapter Chosen

ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો વર્ણવો. 

બંધારણના ઘડતરની પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવો.

બંધારણ એટલે શું ? બંધારણનું મહત્વ સમજાવો.


આમુખનું મહત્વ સમજાવો. 

Advertisement
આમુખના નીચેનાઅ ત્રણ અધારસ્તંભોની સંક્ષેપમાં ચર્ચા કરો. 

1 લોકશાહી, 2 સમાજવાદી, 3 બિનસાંપ્રદાયિકતા

1 . લોકશાહી : લોકશાહી શબ્દમૂળ ગ્રીક શબ્દો ‘Demos’ અને ‘Kratos’ પરથી બન્યો છે.

યૂ.એસ.એ.ના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ આબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે. ‘Democracy is of the people, for the people and by the people.’ લોકશાહી એટલે લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય.

બંધારણના આમુખે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેની સરકરના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે.

ભારતના બંધારણે દેશમાં પ્રજાકીય સાર્વભુમત્વનો સ્વીકાર કરેલ છે. ભારતમાં રાજકીય સત્તા સંપૂર્ણપણે પ્રજાના હાથમાં છે.

આમુખમાં ભારતની લોકશાહી સરકારના લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ સ્વીકરશે તેમજ તેને અમલી બનાવશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.

ભારતના મતદારો સાર્વત્રીક પુક્ત વય મતાધિકારનો ઉપયોગ કરી, પોતાના પ્રતિનિધિઓને 5 વર્ષ માટે ચૂંટે છે. પ્રધાન મંડળની રચના કેન્દ્રમાં સંસદમાંથી અને રાજ્યમાં ધારાસભાઓમાંથી કરવામાં આવે છે.

તેથી કેન્દ્રનું પ્રધાનમંડળ સંસદને અને રાજ્યોનાં મંત્રીમંડળો ધારાસભાઓને સંયુક્ત રીતે જવાબદાર છે.

આ ઉપરાંત, બંધારણમાં મૂળભૂત હકોની જાહેરાત, રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓની વિશિષ્ટ સત્તાઓ, નિષ્પક્ષ ન્યાયતંત્ર, સ્વાયત્તચૂંટણીપંચ વગેરે જોગવાઈઓ કરવામાં આવી છે, જે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે.

2 સમાજવાદી : ભારતના બંધારણની મોટા ભાગની જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ પ્રત્યક્ષ કઈ પરોક્ષરૂપે સામાજિક ક્રાંતિ દ્વારા દેશમાંં સામાજિક અને આર્થિક સમાનતા લાવીને ‘કલ્યાણરાજ’ સ્થાપવાનો છે. 

તેથી આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા પર તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજરચના સ્થાપવાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્વીકારવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી અંગેની બંધારણીય જોગવાઈઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે.

બંધારણમાં સમાજવાદી વિચારસરણીમાં પ્રજાનું સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ-તવંગર વચ્ચેના ભેદીને નાબૂદ કરે તેમનું જીવનધોરણ ઊંચું લાવીને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્નો કરવા રાજ્યોને માર્ગદર્શન આપ્યું છે.

તેથી ભારતનું બંધારણ એક સમાજિક દસ્તાવેજ છે.

3. બિનસાપ્રદાયિકતા : ભારતના બંધારણે ભરતને બિનસંપ્રદાયિક અથવા ધર્મ નિરપેક્ષ રાજ્ય જાહેર કર્યું છે. બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે.

બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહિ. રજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ધર્મની બાબતમાં રાજ્ય તટસ્થ છે. રાજ્ય બિનસાંપ્રદાયિક પ્રવૃત્તિઓ સાથે શર્મને જોડી શકશે નહિ.

દરેક નાગરિકને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ધર્મ કે સંપ્રદાયને નામે રાજ્ય કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવ કે પક્ષપાત રખી શકેશે નહિ.

દરેક નાગરિકને જાહેર નોકરીઓ મેળવવાની તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક આપવામાં આવી છે.

બંધારણમાં ‘સર્વધર્મ-સમદ્રષ્ટિ’ અને ‘સર્વધર્મ-સમભાવ’નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. તેથી ધર્મને કારણે દેશના કોઈ ધર્મને ઉત્તેજન આપવામાં આવતું નથી.

વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અને આસ્થા રાખવા સાથે તેનો પ્રચાર-પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી.

આમ, બિનસંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે.


Advertisement
Advertisement