Chapter Chosen

ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બંધારણના ઘડતરની પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવો.

Advertisement
ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો વર્ણવો. 

ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે.

આપણા દેશે સ્વીકારેલા આદર્શો અને દ્યેયોને વાચા પાતું આમુખ ભારતના બંધારણની આગવી વિશેષતા છે.

લિખિત અસ્તાવેજ : ભારતનું બંધારણ લિખિત અને સુપરિવર્તનશીલ છે.

બંધારણનું કદ : બંધારણના કુલ 22 ભાગો છે. તેમ અપ્રથમ 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો હતાં. એ પછી તેમાં સુધારા-વધારા કરતાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો થયાં. વિશ્વના લોકશાહી બંધારણોની સરખામાણીએ તે લાંબું, વિસ્તૃત અને વિગતપૂર્ણ છે.

એક જ નાગરિકત્વ : ભારતના નાગરિકો સંઘસરકારની એકવડી નાગરિકતા ધરાવે છે. માત્ર જમ્મુ-કશ્મીર રાજ્યના નાગરિકો બેવડું નાગરિકતા ધરાવે છે. એક સંઘનું અને બીજું જમ્મુ-કશ્મીરનું.

મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર : ભારત એક સંઘરાજ્ય છે. સંઘનાં એકમ રાજ્યો સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતાં નથી.

ભારતની રાજ્યવ્યવસ્થા સમવાયીતંત્રી હોવા છતાં સંઘરસકાર અબે રાજ્યસરકારોનાં કાર્યક્ષેત્રો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંને સરકારનાં કાર્યો અને સત્તાઓને સંઘયાદી, રજ્યયાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ યાદીઓમાં વહેંચવામાં આવ્યા છે.

જે વિષયો માટે સત્તાની વહેંચણી ન થઈ હોય, તેમનો સમાવેશ ‘શેષ સત્તા’માં કરવામાં આવ્યો છે. એ વિષયોપર કાયદા ઘડવાની સત્તા કેન્દ્રસરકારને આપવામાં આવી છે.

ભારતીય સમવાયીતંત્રમાં સંઘસરકારને રાજ્યો કરતાં વિશેષ અને ચડિયાતી સત્તા આપવમાં આવી છે.

કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા :
સમગ્ર દેશમાં કે કોઈ રાજ્યમાં કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ સર્જાય ત્યારે કટોકટી જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપ્રમુખ એ સમયે બંધારણને એકતંત્રી સરકારમાં ફેરવી શકે છે. રાષ્ટ્રપ્રમુખ એ સમયે બંધારણને એકતંત્રી સરકારમાં ફેરવી શકે છે. તેટલા સમય પૂરતું સમવાયતંત્ર સ્થગિત થઈ જાય છે.

દ્વિગૃહિ પ્રથા : ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે. સંઘની સંસદ લોકસભા અને રાજ્યસભા એમ બે ગૃહોની બનેલી છે. રાજ્યસભાની સત્તાઓ બહું ઓછી છે; જ્યારે લોકસભાની સત્તાઓ રાજ્યસભાની સત્તાઓ કરતાં વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે.

સંઘસરકારનો વહિવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્યસરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આમ છતાં, બંને સરકારોમાં વહીવટની વાસ્તવીક સત્તાઓ પ્રધાન મંડળના વડાઓ અને તેમના પ્રચાન મંડળો ભોગવે છે.

સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર : ભારતમાં સમગ્ર દેશ માટે એકધારા, સળંગ, સુગ્રથીત એકસૂત્રી અને સ્વતંત્ર ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે.

બંધારણમાં સુધારો :
ભારત્નું બંધારણ સુપરિવર્તનશીલ છે. તેમાં ફેરફાર કરવા માટે કુલ ત્રણ કલમ્મો છે. આમ છતાં, કેટલીક બાબતોમાં રાજ્યોની સન્મતિ વિના બંધારણમાં સુધારો થઈ શક્તો નથી.

સાર્વત્રિક પુખ્ત મતાધિકાર : ભારતના નાગરિકોને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર આપવામાં આવે છે.

ધર્મનિરપેક્ષતા : ભારતને બિનસાંપ્રદાયિક રાજ્ય બનાવવા આવ્યું છે.

અદાલતની સમીક્ષા : સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારિની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવી બધી બાબતોને સરવોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે. તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે.

મૂળભૂત હકો અને ફરજો : નાગરિકોના મૂળભૂત હકો અને ફરજો બંધારણમાંસ્પષ્ટપણે દરશાવ્યા છે.

રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતો : બંધારણમાં રાજ્યનિતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે.

પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની જોગવાઈઓ : ભારતના બંધારણમાં પછાત વર્ગો તથા અનુસુચિત જાતિઓ અને અનુસુચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે જરૂરી ભલામણો કરવા માટે પંચની નુમણૂક કરવાની જોગવાઈ છે.

પંચે કરેલ ભલામણો અનુસાર ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ સરકારી નોકરીઓ અને શિક્ષણસંસ્થાઓમાં પછાત વર્ગોને તેમની વસ્તીના ધોરણે અનામત બેઠકો ફાળવવામાં આવી છે.

પછાત જાતિઓના બાળકોને શિક્ષણ માટે ફી માફી, શિષ્યવૃત્તિઓ અને અન્ય સવલતોનો લાભ ‘હકારાત્મક ભેદભાવ’નો કે ‘રક્ષણાત્મક ભેદભાવ’ની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે.

Advertisement

બંધારણ એટલે શું ? બંધારણનું મહત્વ સમજાવો.


આમુખનું મહત્વ સમજાવો. 

આમુખના નીચેનાઅ ત્રણ અધારસ્તંભોની સંક્ષેપમાં ચર્ચા કરો. 

Advertisement