Chapter Chosen

ગોપાળબાપા

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળબાપાને શું જણાવ્યું ?

સયાજીરાવે કોતરને છેડે મથાળા પર ઉભેલા જીર્ણ શિવાલય વિશે ગોપાળબાપાને જણાવ્યું કે આ શિવાલય પેશ્વા સરકારે બંધાવ્યું છે. એ જુનવાણી શિલ્પનો નમૂનો છે, પણ એ અપૂજ રહે છે. એની પુજાનો બંદોબસ્ત કરો.


ગોપાળબાપાના ગુરુ માંડણ ભગત વિશે જણાવો.

ગોપાળબાપાના ગુરુ માંડણ ભગતમાં અનોખું તેજ હતું. ગોપાળબાપાના ગુરુએ જ એમને હરિનામનો વેપાર કરવાનું કહ્યું હતું. માંડણ ભગતનો વર્ણ કાળો હતો. એમની આંખો નીચી રાખવાની ટેવ હતીએ. એમનું હાસ્ય બાળકના જેવું નિર્મળ હતું અને એમનો અવાજ વાંસળી જેવો હતો. તેઓ કુતરાંનું ધ્યાન રાખતા. ગલૂડિયાં સાથે ન સમજાય એવી ભાષામાં વાતો કરતા અને મરક મરક હસતા. એક વાર શરીર પર ચદી ગયેલ ગીંગોડાને ઉખેડવાની ના પાડતાં કહ્યું, ‘રે’વા દ્યો એને. એને વળી બીજે ખાજ લેવા જાવું પડશે ને ? બહુ દી થઈ ગ્યા છે એને.’ માંડણ ભગતના આ શબ્દો ગીતામાં કહ્યું છે તેમ ‘હું દેહ નથી, પર આત્મા છું’ એની પ્રતીતિ કરાવે છે.


ગોપાળબાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું શું પરિણામ આવ્યું ? 

ગોપાળબાપાએ સયાજીરાવ પાસે કરેલી માગણીનું પરિણામ એ આવ્યું કે સયાજીરાવે એમને કોતરની જમીન લખી આપી. એ ઉપરાંત બીજી કોઈ મદદ જોઈએ તો એમનું ખેતી-ખાતું આપશે એની ખાતરી આપી.


ગોપાળબાપા વિશે સયાજી રાવને શું જાણવા મળ્યું  ?

ગોપાળબાપા વિશે સયાજીરાવને એ જાણવા મળ્યું કે ગોપાળદાસ એક વણિક ખેડુત છે. એ બરડાના પેટાળમાં રહે છે. ચારેક મહિના પહેલાં એમના ભાઇબંધ મૃત્યુ પામ્યા હતા. તેઓ દરિયાની કોલિયરીમાં ભાગીદાર હતા. તેઓ ગોપાળબાપા પર એક ચિઠ્ઠી લખીને ગયા હતા. એમાં એમણે ગોપાળબાપાને એમની તમામ માલમિલકતનીએ અને દીકરાની ભલામન કરી હતી. આથી ગોપાળબાપા આ બધીએ જમીન અંગે ખટપટ કરે છે; પરંતુ એમાં પોતાઅનો કોઈ અંગત સ્વાર્થ નથી. એ તો કેવળ નિ:સ્વાર્થભાવે મૈત્રીધર્મ નિભાવીએ રહ્યા છે.


ગોપાળબાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન શા માટે માગી ?

ગોપાળબાપા વાણિયા હતા અને વાણિયા મુડીનું રોકાણ કરતાં પહેલાં સો ગળણે ગાળે એટલે કે સો વાર વિચાર કરે. ભવિષ્યમાં જે જમીન સારો પાક આપે ત્યાં જ ભાઇબંધની મુડી રોકે તો ફાયદો થાય તેમ હતો. વળી એમના ભાઇબંધના વંશજો અસલ ગાયકવાડના જ વતની હતા. આથી ગોપાળબાપાએ આભપરાનો છાંયો મૂકીને વડોદરા તરફની જમીન માગી.