Chapter Chosen

પછે શામળિયોજી બોલિયા

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ લખો. 

સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રીકૃષ્ણ અને સુદામાની દૈનિક ક્રિયાઓ : તેઓ બંને સાથે ભિક્ષા માગવા જતા. શ્રીકૃષ્ણ, તેમના ભાઇ બલરામ અને સુદામા સાથે મળીને જમતા. ઘાસની એક જ પથારી પર સાથે સુતા અને એકબીજાને સુખ:દુખની વાતો કરતા. તેઓ વહેલી સવારે વેદની ધુન કરતા. 

જંગલમાં અચાનક શી આપત્તિ આવી ? 


જંગલમાં અચાનક મુશળધાર વરસાદ વરસવા લાગ્યો. તેમનાં શરીર ઠંડીથી ધ્રુજવા લાગ્યાં. નદીઓમાં પુર આવ્યાં. અંધકારમાં આગળ જવાનો કોઈ રસ્તો દેખાયો નહી અને તેઓ જંગલમાં અટવાઈ ગયા.


શ્રીકૃષ્ણ અને સુદામાએ જંગલમાં જઈ લાકડાં લાવવાનું કામ કઇ રીતે કર્યું ?

શ્રીકૃષ્ણ અને સુદામા ખભે કુહાડી મૂકીને જંગલમાં ગયા. જંગલમાં ઘણે દુર સુધી જઈને વૃક્ષનું મોટું થડ ફાડ્યું, એના ટુકડા કર્યા. એના ત્રણ ભાગ કરી એને દોરડાથી બાંધીને ત્રણ ભારા તૈયાર કર્યા.


 ‘પછે શામળિયોજી બોલિયા’ કડવું કયા આખ્યાનનું છે ? 
  • અભિમન્યુ-આખ્યાન

  • સુદામાચરિત્ર 
  • દશમસ્કંધ 

  • નળાખ્યાન 


B.

સુદામાચરિત્ર 

સુદામા અને કૃષ્ણ કોના આશ્રમમાં ભણ્યાં હતા ? 
  • દ્રોણાચાર્યના

  • વાલ્મિકી ઋષિના 
  • વશિષ્ઠ ઋષિના

  • સાંદિપની ઋષિઓ


D.

સાંદિપની ઋષિઓ