CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક અંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા પર બેસવા કહ્યું ત્યારે સ્ત્રીદાક્ષિણ્યમાં માનતા એ યુવાને પૂછ્યું કે આજુબાજુમાં કોઈ બહેન ઊભેલી તો નથી ને ?
નાનક સાહેબના દીકરાએ પોતાને વારસ ન બનાવ્યો એ વાતનો વાંધો ઉઠાવ્યો. દીકરાએ આ વાત પૂછી ત્યારે નાનક સાહેબે જવાબ આપ્યો કે તને ગંદી કોઢમાં વાસીદું કરવાનું કહ્યું, પણ તેં સાફ કરી નહી. તારાથી એક કોઢનો મેલ ન ઉઠાવાયો, તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ ?
સતત ત્રણ વરસથી વરસાદ નહોતો પડ્યો. ધર્મગુરુએ આપેલી સલાહ પ્રમાણે સૌ પ્રાર્થના કરવા એક મેદાનમાં ભેગા થયા. એક નાની બાળકી પણ છત્રી લઈને પ્રાર્થના કરવા આવી, કારણ કે તેને ખાતરી હતી કે સૌ શ્રદ્વાપૂર્વક પ્રાર્થના કરવા આવ્યા છીએ, એટલે વરસાદ તો આવશે જ. તેથી ભીંજાઇ ન જવાય એટલે એ છત્રી સાથે લઈ ગઈ.
નાનક સાહેબનો શિષ્ય અંગદ ગુરુનો ઇશારો સમજી ગયો કે કોઢ સાફ કરવાની છે. તરત એ માથે સૂંડલો ઉપાડીને કોઢ સાફ કરવા લાગ્યો. આથી નાનક સાહેબે એમના શિષ્ય અંગદને પોતાની પાઘડી પહેરાવી પોતાનો વારસ બનાવ્યો.
રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે માનતાં હતા કે, 'દેશસેવા એ જ પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય તે ધન આપે. મારી પાસે વિદ્યા છે એટલે હું વિદ્યા આપીશ.' આથી તેઓ ઉંચા પગારની નોકરીથી આકર્ષાયા નહી.