CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે, કેમ કે હજારો વર્ષથી માણસ જાતજાતના પ્રયોગો કરતો રહ્યો છે અને તેમાંથી આપણે જેને ભારતીય સંસ્કૃતિ કહીએ છીએ તે નીપજી છે. પ્રાચીન કાળમાં વિવિધ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ થઈ. બહુ પ્રયોગો થયા અને તેમાથી નિષ્કર્ષ પણ નીકળ્યા. અનેક શાસ્ત્રો પણ રચાયાં. બ્રહ્મચર્યની પ્રતિષ્ઠા, ગૃહસ્થાશ્રમના નિયમો, વાનપ્રસ્થ ધર્મની કલ્પના, સંન્યાસનો આદર્શ, માંસાહારનો નિષેધ, ખેતી માટેનો આદર, શિક્ષણ ઉપર રાજ્યસત્તાનો અધિકાર ન હોવો, કોઈ પોતાનું કામ છોડીને નફા ખાતર બીજાનાં કામોમાં દખલ ન કરે એવી વ્યવસ્થા- આવા અનેક પ્રયોગો ભારતમાં થયા. એમાં વર્ણવ્યવસ્થા, આશ્રમવ્યવસ્થા, યોગાભ્યાસ, ભક્તિ, તત્વજ્ઞાન ને દર્શન, ગુણવિકાસ વગેરેના નામે અનેક પ્રયોગો થયા. એમાં આધ્યાત્મિક દ્વષ્ટિ મુખ્ય હતી. માણસ આધ્યાત્મિક દ્વષ્ટિએ કેમ આગળ વધતો રહે તેની ખોજ સતત ભારતમાં ચાલી. આવી તમામ યોજનાઓ આપણા પૂર્વજોએ અનેક પ્રયોગો કરીને તૈયાર કરી છે. એ દ્વષ્ટિએ જોતાં ' ભારતની સંસ્કૃતિ પ્રયોગશીલ છે.'- વિનોબાનું આ વિધાન આપણને મળેલા બહુ મોટા વારસાની પ્રતીતિ કરાવે છે.
દુનિયાભરની સંસ્કૃતિ સ્વીકારવાની, પણ વિકૃતિને નહી. પ્રાચીન કાળથી ચાલી આવતી ચીજ વિકૃત હોય, તો તેનો પણ બિલકુલ સ્વીકાર કરવો નહી. વિકૃતિ આપણી હોય કે બીજાની હોય, એ સદંતર વર્જ્ય છે. પ્રકૃતિને સ્વીકારવી, પણ તેનુંય હંમેશાં શોધન કરતાં રહેવું અને પ્રકૃતિને સંસ્કૃતિને રૂપ આપતાં રહેવું. જેમ કે, ભોજન આપણે છોડી નથી શકતા, પણ માંસાહારનો ત્યાગ કરતા હોઈએ છીએ અને આવું કરવાથી આપણી સંસ્કૃતિની દિશા તરફ એક ડગલું આગળ વધીધું. ખાવામાં પણ સંયમ રાખી શકીએ તો એ પણ સંસ્કૃતિની દિશા તરફ આપણી ગતિ છે. આમ, માણસ હંમેશાં સંસ્કૃતિ અને વિકૃતિનું પૃથક્કરણ કરતો રહેશે, તેનું વિશ્લેષણ કરતો રહેશે ત્યારે જ માણસ સંસ્કૃતિની સાચી દિશામાં આગળ વધતો જશે.
ભારતમાં વૈદિક ઋષિમુનિઓથી લઈને આજ સુધી શબ્દોની એક અખંડ પરંપરા ચાલી આવી છે. ભારતની ભાષામાં દસ હજાર વર્ષોથી એના એ શબ્દો ચાલ્યા આવે છે. દુનિયાની કોઇ ભાષામાં આવું જોવા નહી મળે. ભારતે પોતાના જુના શબ્દોને તોડ્યા નથી, પણ નવા શબ્દો જરૂર બનાવ્યા છે. ઉપરાંત જુના શબ્દોમાં નવા અર્થ ઉમેરીને તેમનો વિકાસ કર્યો છે. આ શબ્દપરંપરા આજ સુધી અખંડ ચાવી આવી છે. આને કારણે જ ભારતમાં શબ્દશક્તિ અસ્ખલિત પ્રવાહરૂપે વિકસિત થતી રહી છે.
પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક દર્શાવી સંસ્કૃતિવર્ધન કોને કહેવાય એ સ્પષ્ટ કરો.
માણસે સૌપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. જેમ કે, ભુખ લાગે આને માણસ ખાય એ તેની પ્રકૃતિ છે. ભુખ લાગી હોય, પણ એકાદશી ને કારાણે ભગવત-કાર્ય કરે આને એક દિવસનો ઉપવાસ કરી અન્નનો ત્યાગ કરે તો એ તેની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય એ પ્રકૃતિ છે. મહેનત ન ક્કરે અને બીજાની મહેનતને લુંટીને ભોગ ભોગવે એ વિકૃતિ છે. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રાકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે એને ખ્યાલ આવશે કે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપાણા તરફ એટલે કે સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે જેને સંસ્કૃતિવર્ધન કહેવાય.
વિનોભાના મતે, આપણે વિકૃતિને પણ સંસ્કૃતિ માની લેવાની ભુલ કરી બેસીએ છીએ એ બાબતમાં સાવધ રહેવાની જરૂર છે. પશ્વિમના લોકો વિજ્ઞાનમાં ઘણા આગળ વધ્યા છે. એમની પાસેથી લેવાલાયક ઘણું છે એ લેવું. પણ એમનામાં વિકૃતિનો ઘણો અંશ પડ્યો છે, તેને સંસ્કૃતિ માની લેવાની ભુલ ન કરવી. એમની વિકૃતિ અપનાવવાની નથી. એમની જેટલી સંસ્કૃતિ છે તેને જ અપનાવવાની છે.