CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
એક જોષીએ મંગુ માટે ભવિષ્ય ભાખ્યું હતું કે કે આવતા માગશર મહિનામાં મંગુની ગ્રહ દશા બદલાય છે, એટલે એને સારું થઈ જશે. આ જાણીને અમરતકાકી માટે માગશર મહિનો આરાધ્ય દેવ બનીએ ગયો. ત્યારથી અમરતકાકી વિચારે ચડી ગયા કે જો માગશર મહિનામાં મંગુને સારું થઈ જાય તો.... મુઈનું રૂપ તો એવું છે કે મૂરતિયો એને જોતાં જ હા પાડી દે ! જાણે મંગુ સાજી થઈ ગઇ હોય તેમ તેઓ એનાં લગ્ન અંગે વિચારવા લાગ્યાં.
અમરતકાકીએ જન્મથી ગાંડી ને મુંગી મંગુનાં ઉછેર અને ચાકરીમાં તેમજ લાડ લડાવવામાં કોઈ કસર રાખી નહોતી. આવી ગાંડી છોકરીને તો અરતકાકી જ ઉછેરી શકે. બીજાને ઘરે હોત તો ક્યારની ભુખીતરસી મરી ગઈ અને જીવતી હોત તોપોણ આવું હ્રષ્ટપુષ્ટ શરીર તો જ હોત. આ રીતે ગામના લોકો અમરતકાકીના મંગુ પ્રત્યેના વખાણ કરતા.
અમરતકાકીની દીકરી
ગામના લોકો
અમરતકાકીની વહુઓ
દવાખાનાની પરિચારિકા
A.
અમરતકાકીની દીકરી
અમરતકાકીએ એકમાત્ર મંગુની દેખરેખમાં આખી જિંદગી વિતાવી હતી. એમના ગામની દીકરી કુસુમ અચનાક ગાંડી થઇ ગઈ, પણ દવાખાનામાં સારવાર લીધા પછી સાજી થઈ ગઈ. એ જાણ્યા પછી અમરતકાકીએ પણ મંગુને દવાખાનામાં મુકવાનો નિર્ણય કર્યો. જોકે, આ નિર્ણયથી એમનું હૈયું વલોવાઇ ગયું. એક ક્ષણ પણ મંગુને પોતાનાથી અળગી નહોતી રાખી. આજે દવાખાનામાં મંગુને દાખલ તો કરી, પણ તેઓ બેચેન હતાં. ઘરમાં મંગુની પથારી સુની સુની લાગતીએ હતી. આટલાં વર્ષોથી મા સાથે સુવા ટેવાયેલી મંગુને ઉંઘ આવી હશે કે નહી એ વિચારથી તેઓ બહાવરાં બની ગયાં. એમને ખાટલાની ઇસ પર કપાળ કુટ્યું. મા થઈને તેઓ દીકરીને દવાખાનામાં ધકેલી આવ્યાં ! આ વિચારે તેમનાથી ડુસકું ભરાઇ ગયું. અમરતકાકીથી દીકરીના વિયોગની વેદના અસહ્ય થઈ પડી. ત્યાં અચાનક વહેલી પરોઢે ઘંટીનો અને વલોણાના મધુર અવાજમાં ગામ આખાને વીંધી નાખે તેવી અમરતકાકીની ચીસ સંભળાઇ : ‘ધાજો, રે ... ધાજો, મારી મંગુને મારી નાખી રે...’ આ ચીસની સાથે જ અમરતકાકી પણ ગાંડાં થઈ ગયાં. અહીં વાર્તા સમાપ્ત થાય છે. વાર્તાનો કરુણ અંત વધારે હ્રદયદ્વાવક છે.
અમરતકાકીની દીકરીએ માને કહ્યું કે મંગુને ખોટા લાડ લડાવીને તેં જ એને વધારે ગાંડી કરી મુકી છે. બાર વર્ષની મંગુને ટેવ પાડીએ તો એને ઝાડો-પેશાબ ક્યાં કરાય ને ક્યાં ન કરાય એનું ભાન આવે. ભુલ કરે તો બે લપકાડ ચોડી દીધી હોય, તો બીજી વખત ધ્યાન રાખે. દવાખાનામાં મુકવાથી ઝાડો-પેશાબ કરવાનું ને કપડાં પહેરવાનું ભાન આવે તોય પૂરતું છે. ભાભીઓ સમયસર ખાવા ન આપેવી એ કજાત પણ નથી.