CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાનજીભાઇ મહેતાએ યુગાન્ડાની ધરતીનું ઋણ કઈ રીતે અદા કર્યું ?
નાનજીભાઇ યુગાન્ડાની ધરતી પરપોતાની હૈયાસુઝ, સખત પરિશ્રમ અને અડગ આત્મશ્રદ્વાથી પુષ્કળ ધન કમાયા. યુગાન્ડાની ધરતીએ તેમને ખુબ સમૃદ્વિ આપી અને શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકેની નામના મળી. તેઓ યુગાન્ડાના ‘બેતાજ બાદશાહ’ તરીકે ઓળખાય. નાનજીભાઇ મહેતામાં પરોપકાર, વિદ્યાપ્રેમ અને ભારતીય સંસ્કારનો ત્રિવેણીસંગમ હતો. આથી તેમણે પૂર્વ આફ્રિકામાં ઉદાર હાથે દાન આપીને નર્સરી સ્કુલ,આર્યકન્યા ગર્લ્સ હાઇસ્કુલ, લાયબ્રેરી, ટાઉનહૉલ, નગરઉદ્યાનો, આર્યસમાજનાં મંદિરો અને મહિલામંડળ ભવનોની સ્થાપના કરી. આમ, નાનજીભાઈ મહેતાએ યુગાન્ડાની ધરતીને આ રીતે અનેક હાથે પાછું વાળીને યુગાન્ડાની ધરતીનું ઋણ અદા કર્યું.
આજથી 60 વર્ષ પહેલાં નાનજીભાઇને લાગ્યું કે દેશ-વિદેશના સંશોધનકારોને એમના સંશોધન માટે અનુકુળતા અને સગવડ કરી આપવી જોઈએ. આથી તેમણે મુંબઇના મરીન ડ્રાઇવ વિસ્તારમાં ‘શ્રી નાનજી કાલિદાસ મહેતા ઇન્ટરનૅશનલ હાઉસ’ની સ્થાપના કરી. આ રીતે તેમણે વિકાસ માટેના દરવાજા ખોલ્યા.
નાનજીભાઇએ પુર્વ આફ્રિકામાં વેપાર-ઉદ્યોગ વિકસાવવામાં અને તેમને સ્થિર કરવામાં લગભગ અડધી સદી સુધી જિંદગી પસાર કરી. જોકે, આ સાથે તેમનાં સેવાકાર્યો તો ચાલુ જ હતાં પણ પછી માતૃભુમિનું ઋણ ચુકવવા તેમણે પોતાના પુત્રોને ઉદ્યોગધંધા સોંપી, સમાજ-ઉત્કર્ષમાં સમય ગાળવાનું નક્કી કર્યું.
કિશોર નાનજીએ દરિયાની અનિશ્વિત સફર દરમિયાન કેવી રીતે દિવસો પસાર કર્યા ?
દરિયાનું તોફાન જોતાં જીવન અનિશ્વિત હતું, છતાં કિશોર નાનજીએ હિંમત જાળવી રાખી. દરિયાની અનિશ્વિત સફરમાં પણ વહાણમાં બીમાર સાથીઓની સેવા કરી અને ઇશ્વર પર અડગ શ્રદ્વા રાખીએ દિવસો પસાર કર્યા.
નાનજીભાઇ મહેતા સ્પષ્ટપણે માનતા હતા કે પુત્રપુત્રીમાં સમાનતા અને જાતિવર્ણના ભેદભાવ વગરની સમાજરચના જ ભારતને મહાન બનાવશે. એ માટે તેમણે આર્યસમાજમાંથી પ્રેરણા લઈ ગુરુકુળ-પદ્વતિનું શિક્ષણ આપવા માટે પોરબંદરમાં ‘આર્યકન્યા ગુરુકુળ’ની સ્થાપના કરી. આ આર્યકન્યા ગુરુકુળનો પાયો એક હરિજન બાળાના હસ્તે નંખાવ્યો. આ તેમનું અસ્પૃશ્યતા-નિવારણનું સાહસિક પગલું હતું. છેલ્લાં 80 વર્ષથી ચાલતી આર્યકન્યા ગુરુકુળમાંથી 30 હજારથી વધારે કન્યાઓએ ડિગ્રી મેળવી છે. એથી વિશેષ નોંધપાત્ર હકીકત એ છે કે આ કન્યાઓએ ભારતીય સંસ્કૃતિના ઉત્તમ સંસ્કારો મેળવ્યા છે. આ કન્યાઓ દેશ-વિદેશમાં દીવડી બનીને પ્રકાશ પાથરી રહી છે. આર્યકન્યા ગુરુકુળને તેમનાં પુત્રી સવિતાબહેન પણ વર્ષો સુધી ઉતમ માર્ગદર્શન આપતાં રહ્યાં.