Chapter Chosen

આપત્તિ-વ્યવસ્થાપન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભૂકંપ સમયે શું ન કરવું ?

ભૂકંપ સમયે નીચેની બાબતો ન કરવી.

ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. બૂમાબુમ કે નાસભાગ ન કરવી.

ભૂકંપના આંચકાથી નીચે પડતી વસ્તુઓને રોકવાનો પ્રયાસ ન કરવો.

બહુમાળી મકાનોમાંથી નીચે ઉતરવા લિફ્ટનો ઉપયોગ ન કરવો.

ભૂકંપ સમયે ઘરમાં લાકડાના કબાટ, તીજોરી અને અરીસાની બાજુમાં કે કાચના ઝુમ્મર નીચે ન ઉભા રહેવું.

ઘરમાં વીજળી, ગૅસ વગેરે ચાલુ ન રાખવાં. ગૅસ ગળતરને લીધે વિસ્ફોટ થઈ શકે છે.

તબીબી સારવારની મદદ માટે કે આગ લાગી હોય ત્યારે જ સત્તાવાળાઓને ફોન કરવા, કારણકે ટેલિફોન નેટવર્ક ઠપ થતાં રાહત અને બચાવની કામગીરી અવરોધાય છે.

ખોટી માન્યતાઓ કે અફવાઓથી દૂર રહેવું.


વાવાઝોડા વખતે શું ન કરવું ? 

વાવાઝોડા વખતે -

ગભરાઈને બૂમાબૂમ કે નાસભાગ ન કરવી.

પ્લાસ્ટિક કે પતરાના ડબ્બા કે ડબ્બીઓ છૂટાં ન રાખવાં, કારણ કે પવનથી ઊડીને તે ઈજા પહોંચાડી શકે છે.

હવામાન વિભાગ દ્વારા રેડિયો પર આવતી ચેતવણી સિવાયની વાતો કે અફવાઓ પર ધ્યાન ન આપવું.

એકાએક વાતાવરણ ચોખ્ખું થઈ જાય, વરસાદ બંધ થઈ જાય તેમજ પવન બંધ જાય તોપણ ઘરની બહાર ખુલ્લામાં જવું નહિ, અચાનક પવન કે વરસાદ આવી શકે છે.

વીજળીના થાંભલા તેમજ વીજળેના છૂટા તારને અડકવું નહિ. તેમનાથી દૂર ઊભ રહેવું.

જાહેરાતનાં મોટાં પાટિયાં અને મોટાં વૃક્ષો પાસે ઊભા ન રહેવું.


વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓની માહિતી આપો. 

વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ નીચે મુજબ છે.

1. 9 સપ્ટેમ્બર, 2001ના દિવસે એક આતંકવાદી સંગઠને યૂ.એસ.માં શ્રેણી બદ્ધ આત્મઘાતી હુમલા કર્યાં.

તે દિવસે સવારે 19 જેટલા આતંકવાદીઓએ 4 ઉતારુ જૅટ વિમાનોનું અપહરણ કર્યું. તેમાંનાં બે વિમાનોને તેમણે ન્યૂ યોર્ક શહેરના ટ્વીવ ટાવર સાથે અથડાવ્યાં. તેનાથી ટાવરમાં કામ કરતા લગભગ ત્રણ હજાર જેટલા નિર્દોષ લોકો મોતને ભેટ્યાં. મકાનો ધરાશયી થવાથી લગભગ છ હજારથી વધારે નાગરિકો ઘવાયાં. બાકીનાં બે વિમાનો પૈકી એક વિમાનને પૅન્ટાગોન સાથે અથડાવ્યું અને બીજું વિમાન પેન્સિલ્વેનિયામાં એક ખેતરમાં જઈ પડ્યું.

2. 13 ડિસેમ્બર, 2001ના રોજ એક આતંકવાદી સંગઠનના 5 આતંકવાદીઓએ રાજધાની દિલ્લીમાં ભારતના સંસદભવન પર સશસ્ત્ર હુમલો કર્યો.

લગભગ 45 મિનિટ સુધી તેમણે સંસદના પરિસરમાં આડેધડ ગોળીબાર કર્યા, પરંતુ સંસદના સુરક્ષાદળના જવાનોએ જાનને જોખમમાં મૂકી આતંકવાદી હુમલાને નિષ્ફળ બનાવ્યો. આતંકવાદીઓ સાથેની અથડામણમાં 8 જવાનો શહીદ થયાં અને 16 જવાનો ઘાયલ થયા.

3. 26 નવેમ્બર, 2008ની મોડી રાત્રે આતંકવાદીઓએ મુંબઈની જાણીતી હોટેલો પર અને ભારે ભીડવાળાં સ્થળોએ શ્રેણીબદ્ધ વિસ્ફોટો તથા અંધાધૂંધ ગોળીબારો કર્યાં.

આ આતંકવાદી હુમલામાં 166 જેટલા લોકો અકાળે મોતને ભેટ્યાં અને 137 જેટલા લોકો ઘાયલ થયાં.

4. ડિસેમ્બર, 2014માં આતંકવાદીઓએ પાકિસ્તાનના પેશાવર શહેરની લશ્કરી છાવણીમાં આવેલ આર્મી સ્કુલમાં આડેધડ ગોળીબાર કરી 132 જેટલા નિર્દોષ બાળકો સહિત 141 જેટલા લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.

5. 13-14 નવેમ્બર, 2015ના દિવસો દરમિયાન એક આતંકવાદી સંગઠને ફ્રાંસની રાજધાની પૅરિસ શહેરમાં 7 સ્થળોએ વિસ્ફોટો કર્યા. તેમાં 130 જેટલા માણસો મોતને ભેટ્યા હતા, જ્યારે 368 જેટલા માણસો ઘાયલ થયા.

6. 24 સપ્ટેમ્બર, 2002ના રોજ 2 આતંકવાદીઓએ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ મંદિરની મુલાકાતે આવેલા લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમાં 30 જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી હતી; જ્યારે 80 વ્યક્તિઓ ઘાયલ થઈ હતી.


ભૂકંપ સમયે શું કરવું ?

ભૂકંપ સમયે -

તમે શાળામાં હો તો મોટી પાટલીઓ કે ટેબલ નીચે બીસી જવું.

તમે બહાર ખુલ્લામાં હો તો મકાનો, વરંડા, વીજળીના થાનભલા કે તેની લાઈનો અને ટ્રાફિક સિગ્નલથી તમારું વાહન દૂર ઊભું રાખવું.

જો તમે વહાન ચલાવતા હો તો પુલ, વીજળીના થાંભલા કે તેની લાઈનો અને ટ્રાફિક સિગ્નલથી તમારું વાહન દૂર ઊભું રાખવું.

ભૂકંપના આંચકા પૂર થઈ જાય પછી પણ ઘરમાં ફ્રીઝ, દીવાલ પર લગાવેલા ફોટા, છત પરના પંખાં વગેરેથી દૂર ઊભા રહેવું, કારણકે તે પાછાળથી પણ નીચે પડી શકે છે.

માર્ગદર્શન માટે સ્થાનિક રેડિયો સ્ટેશનથી આવતા સમાચારો સાંભળવાં.

ભૂકંપ સમયે ગભરાઈ ન જવું. ઘરની બહાર સલામત જગ્યાએ પહોંચવું.

ઘરમાં વીજળી, ગેસ વગેરે બંધ કરવાં.


વાવાઝોડા વખતે શું કરવું ? 

વાવાઝોડા વખતે નીચે જણાવેલ સાવધાનીઓ રાખવી.

આવનાર વાવાઝોડાનો ચોક્કસ સમય જાણવા માટે રેડિયો અને ટેલિવિઝન પર સમાચારો સાંભરતા તથા જોતા રહેવું.

રેડિયો માટે વધારાની એક બૅટરી પાસે રખવી.

મોબાઈલ ફોન અને પાવર બૅન્ક જેવા સાધનો ચાર્જ કરી લેવાં.

રેડિયો પરથી પ્રસારિત થતી સુચનાઓ અને ચેતવણીઓ ધ્યાનથી સાંભળવી અને તેનો ચુસ્તપણે અમલ કરવો.

અફવાઓ પર ધ્યાન ન આપવું.

ખોરાક, સૂકો નાસ્તો, પીવાનું પાણી, વગેરેનો જરૂરિયાત પ્રમાણે સંગ્રહ કરવો.

વૃઍદ્ધો અને બાળકો માટે જરૂરી ખોરાક અને દવાઓની જોગવાઈ રાખવી.

બચાવતંત્રે ઘર છોડી દેવા જણવ્યું હોય તો તેનું તાત્કાલિક પાલન કરી તરત જ સલામત જગ્યાએ જતા રહેવું.

પીવા માટે શુદ્ધ અને સલામત પાણી વાપરવું.

સરકાર કે સ્વૈચ્છિક સંસ્થાઓના આશ્રયસ્થાનમાં રહેતા હો તો ત્યાંના વ્યવસ્થાપકોની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવું.

ઘરની વીજળીની સ્વીચ બંધ કરવી. વીજળીના થાંભલા, મોટાં વૃક્ષો, મકાનો વગેરેથી દૂર ઊભા રહેવું.