Chapter Chosen

આબોહવા

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
ભારતના ઉનાળ વિશે માહિતી આપો. 

Advertisement
ભારતની વર્ષાઋતુ પર નોંધ લખો. 

ખેતીપ્રધાન ભારત માટે વર્ષાઋતુ સૌથી મહત્વની ઋતુ છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી આ ઋતુમાં દેશનો આશરે 80% વરસાદ પડે છે. ભારતની ખેતીની ઘણોખરો આધાર આ વરસાદ પર છે.

વર્ષાઋતુમાં થતો વરસાદ ભારત તરફ વાત દક્ષિણ-પશ્ચિમના મોસમી પવનોને આભારી છે. વર્ષાઋતુને ‘નૈઋત્યના મોસમી પવનોની ઋતુ’ પણ કહે છે.

મે મહિનામાં અંત સુધીમાં ઊંચા તાપમાનને કારણે ભારતના ઉત્તર-પશ્ચિમના મેદાનોમાં હલકા દબાણની સ્થિતિ સર્જાય છે. આ સમયે ભારતની દક્ષિણે આવેલા હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તર ભારતના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં પ્રવેશે છે. તેથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં વરસાદની શરૂઆત થાય છે.

આ પવનો વ્યાપારી પવનોની જેમ નિયમિત અને કાયમી હોતા નથી. તે ચોક્કસ મોસમ દરમિયાન જ ઉદ્દભવતા અને વાતા હોવાથી ‘મોસમી પવનો’ કહે છે.

ભારતીય દ્વીપકલ્પને કારણે નૈઋત્યકોણીય મોસમી પવનો બે શાખાઓમાં વહેંચાઈ જાય છે : 1 અરબ સાગર પરથી વાતા પવનો અને 2. બંગાળની ખાડી પરથી વાતા પવનો.

અરબ સાગર પરથી વાતા પવનો : આ પવનો દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે આવેલા કેરલમાં થઈને ભારતમાં પ્રવેશ કરે છે. તે કિનારે પ્રવેશતાંની સાથે ન પશ્ચિમઘાટ તેને અવરોધે છે. આથી પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ વરસાદ પડે છે. આ પવનો પશ્ચિમઘાટ ઓળંગીંને દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર પહોંચે છે ત્યારે એમાંનો ભેજ ઓછો થઈ ગયો હોય છે. આથી ઉચ્ચપ્રદેશમાં વરસાદનું પ્રમાણમાં ઘટાડો થાય છે. દખ્ખણનો ઉચ્ચપ્રદેશ, પશ્ચિમઘાટની વાતવિમુખ બાજુએ આવેલો છે એટલે તે વર્ષાછાયાનો પ્રદેશ બને છે. મુંબઈ અને પુણે એકબીજાથી બહુ દૂર નથી છતાં પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ આવેલા મુંબઈમાં 200 સેમી કરતાં વધારે વરસાદ પડે છે. જ્યારે વાતાવિમુખ બાજુએ વર્ષાછાયામાં આવેલા પુણેમાં ફક્ત 75 સેમી જેટલો વરસાદ પડે છે.

ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણ ઉત્તર તરફ જતાં કેરલ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણમાં ક્રમશઃ ઘટડો થતો જાય છે.

મોસમી પવનોનો એક પ્રવાહ નર્મદાની ખીણના માર્ગે મધ્ય પ્રદેશમાં જાય છે. આ પ્રવાહ આગળ વધે છે ત્યારે તેની સાથે બંગાળની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે.

અરબ સાગરના મોસમી પવનોનો એક નબળો પ્રવાહ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તરફ જાય છે. તેમાં ભેજ ઘણો ઓછો હોય છે. વળી, ગુજરાતમાં ખુબ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું ઘની ભવન થવાની શક્યતા ઓછી રહે છે. પરિણામે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. આ પવનો રાજસ્થાનમાં પહોંચે છે ત્યારે તેમાનો ભેજ ફ્ઘણો ઓછો થઈ જાય છે. આથી ત્યાંં વરસાદ ખુબ ઓછો પડે છે. રાજસ્થાનના રણપ્રદેશમાં તો 10 સેમી કરતા પણ ઓછો વરસાદ પડે છે.

બંગાળાની ખાડી પરથી વાતા પવનો : આ પવનો સૌ પ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી મેઘાલય સુધી પહોંચે છે. આ પવનો ખૂબ જ ભેજવાળા હોય છે. આ પવનોને મેઘાલયમાં ગારો, ખાસી જેન્તીયાની ટેકરીઓ રોકે છે. આથી આ ટેકરીઓના વાતાભિમુખ ઢાળ પર મુશળધાર વરસાદ પડે છે. મેઘાલયમાંં ખસી ટેકરીઓના ઢાળ પર આવેલા ચેરાપુંજીમાં વાર્ષિક આશરે 1200 સેમી જેટલો વરસાદ પડે છે, જે વિશ્વમાં સૌથી વધુ ચેરાપુંજીથી 16 કિમી દૂર આવેલા મૌસિનરમ પણ ચોવિસ કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે જાણીતુ છે.

પશ્ચિમ તરફ વળતાં પવનોની દિશા બદલાતાં તે દક્ષિણ-પૂર્વ દિશાના બને છે. આ પવનો પશ્ચિમ બંગળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં થઈ પંજાબ સુધી પહોંચે છે. પશ્ચિમ તરફ આગળ વધતાં તેમાંના ભેજના પ્રમાણ ક્રમશઃ ઘટાડો થતો જાય છે. આથી ઉત્તર ભારતના મેદાનમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતુ જાય છે. કોલકાતામાં 160 સેમી, અલાહાબાદમાં 100 સેમી અને દિલ્લીમાં 65 સેમી જેટલો વરસાદ પડે છે.

બંગાળાની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો ભેગા થઈ જતાં તે ઉત્તરમાં હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ આપે છે. ક્યારેક અહીં હિમવર્ષારુપે વરસાદ પડે છે.

ઉત્તર ભારતમાં મોટા ભાગનો વરસાદ લાવવામાં બંગાળાની ખાડીમાં ઉત્પન્ન થતા ચક્રવાતો પણ મહત્વનો ભાગ ભજવે છે. બંગાળાની ખડીના ઉત્તર ભાગમાં હવાનું દબાણ હલકું બનતાં ત્યાં વર્ષાઋતુ દરમિયાન પાંચથી છ ચક્રવાતો સર્જાય છે. આ ચક્રવાતો મોસમી પવનોની સાથે પશ્ચિમ તરફ આગળ વધે છે અને વરસાદ લાવવામાંં ખૂબ મદદરૂપ થાય છે. આ ચક્રવાતોની અસર ક્યારેક છેક ગુજરાત સુધી પહોંચે છે ત્યારે ગુજરાતમાં વધુ વરસાદ પડે છે. 


Advertisement
ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ જણાવો. 

................... ભારતની મહત્વની ઋતુ છે.


પૃથ્વીના ધરી નમનને કારણે .............. થાય છે.


Advertisement