Chapter Chosen

ભારત : લોકજીવન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પશ્ચિમ ભારતના રહેઠાણો કેવાં હોય છે ? 

પશ્ચિમ ભારતના રહેઠાણો નીચે મુજબ હોય છે.

પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં થરનું રણ આવેલું હોવાથી વરસાદ ઘણો ઓછો પડે છે. આથી અહીંના મોટા ભાગના મકાનો ઘાબાવાળા હોય છે. અહીંના ગામડામાં લોકો ઘાસ-માટીમાંથી બનાવેલાં મકાનોમાં રહે છે.

ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગોવામાં લોકો ઈંટો-સિમેન્ટથી બનાવેલાં પાકાં અને સુવિધાવાળાં મકાનોમાં રહે છે.

કોંકણમાં વધારે વરસાદ પડતો હોવાથી અહીંન મકાનોનાં છાપરાં ઢારવાળાં હોય છે.

દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતા વનવાસીઓ વાંસ અને લાકડામાંથી બનાવેલા છૂટાછવાયાં ઝુંપડાઓમાં રહે છે.


પશ્ચિમ ભારતના મેળાઓ જણાવો. 

પશ્ચિમ ભારતના મેળાઓ નીચે મુજબ છે.

કાર્તિક પૂર્ણિમાએ રાજસ્થાનમાં ઊંટના વેચાણ માટે ભરાતો પુષ્કરનો મેળો અને ગુજરાતમાં સિદ્ધપુરનો મેળો ખૂબ જાણીતા છે.

ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના ઘોળકા તાલુકામાં વૌઠા પાસે ગધેડાના વેચાણ માટે યોજાતો મેળો ખૂબ પ્રસિદ્ધ છે.

ગુજરાતમાં થાનગઢ પાસે તરણેતરનો મેળો, જૂનગઢમાં ભવનાથનો મેળો અને પંચમહાલનાં જંગલોમાં ડાંગનાં ડાંગદરબાર

મધ્ય પ્રદેશમાં ઉજ્જૈન અને મહારષ્ટ્રમાં નાસિકનો અર્ધકુંભમેળો

ગોવાનો કાર્નિવલ વગેરે.


પશ્ચિમ ભારતના નૃત્યો જણાવો. 

પશ્ચિમ ભારતનાં નૃત્યો નીચે મુજબ છે.

રાજસ્થાનનાં ઘુમ્મર, કચ્ચીઘોડી અને કાલબેલિયા નૃત્યો ખૂબ જાણીતા છે.

ગુજરાતના રાસ-ગરબા દુનિયાભરમાં જાણીતા છે.

મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય દેશભરમાં પ્રસિદ્ધ છે.


પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક શું છે ? 

પશ્ચિમ ભારતના લોકોનો ખોરાક આ મુજબ છે.

પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના લોકોનો મુખ્ય ખોરાક બાજરી અને દાળ-બાટી છે. અહીંના લોકોની મારવાડી કચોરી નાસ્તા માટે જાણીતી છે.

ગુજરાતના લોકોના મુખ્ય ખોરાક રોટલી-ભાખરી, દાળ-ભાત, લીલા શાકભાજી, ખીચડી અને કઢી છે. જલેબી ગુજરાતની જાણીતી મીઠાઈ છે. ખમણ અને ગાંઠીયા અહીંના લોકોનું માનીતું ફરસાણ છે.

મધ્ય પ્રદેશના લોકોનો મુખ્ય ખોરાક રોટલી, લીલા શાકભાજી અને દાળ-ભાત છે.

પશ્ચિમ ભારતના દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે.

મહારાષ્ટ્રના લોકો સેવ-ઉસળ ખાવાના શોખીન છે.


સંઘશાસિત પ્રદેશોમાં બોલાતી ભાષાઓનાં નામ લખો. 

સંઘશાસિત પ્રદેશોમાં બોલતી ભાષાઓનાં નામ :

દિલ્લી (રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ) : હિન્દી, પંજાબી, ઊર્દૂ

અંદમાન નિકોબાર ટાપુઓ : હિન્દી, તમિલ, બંગાળી

દમણ અને દીવ : ગુજરાતી, હિન્દી

દદરા અને નગરહવેલી : ગુજરાતી, હિન્દી

લક્ષદ્વીપ : જેસેરી, મહલ

પુંડુચેરી : તમિલ, તેલુગુ, મલયાલમ