CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
પશ્ચિમ ભારતના રહેઠાણો નીચે મુજબ હોય છે.
પશ્ચિમ ભારતમાં રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં થરનું રણ આવેલું હોવાથી વરસાદ ઘણો ઓછો પડે છે. આથી અહીંના મોટા ભાગના મકાનો ઘાબાવાળા હોય છે. અહીંના ગામડામાં લોકો ઘાસ-માટીમાંથી બનાવેલાં મકાનોમાં રહે છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગોવામાં લોકો ઈંટો-સિમેન્ટથી બનાવેલાં પાકાં અને સુવિધાવાળાં મકાનોમાં રહે છે.
કોંકણમાં વધારે વરસાદ પડતો હોવાથી અહીંન મકાનોનાં છાપરાં ઢારવાળાં હોય છે.
દરેક રાજ્યમાં જંગલ કે ડુંગરાળ પ્રદેશમાં વસતા વનવાસીઓ વાંસ અને લાકડામાંથી બનાવેલા છૂટાછવાયાં ઝુંપડાઓમાં રહે છે.