Chapter Chosen

પર્યાવરણ અને સમાજ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
પર્યાવરણના પ્રકારો સમજાવો.

પર્યાવરણની માનવજીવન પર અસર વર્ણવો. 

પ્રદુષણના કોઈ પણ બે પ્રકારો સમજાવો. 

Advertisement
પર્યાવરણનો અર્થ આપી, તેનાં મુખ્ય તત્વો વર્ણવો. 

પર્યાવરણ પૃથ્વી પરની જીવસૃષ્ટિના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે. આદિકાળથી જીવનસૃષ્ટિ અને માનવજીવન પર્યાઅવરણ પર આધારિત હતાં. માનવીનો વિકાસ થતાં પર્યાવરણનું પ્રભુત્વ ઘટવા લાગ્યું, તેમ છતાં માનવી પર્યાવરણ વગર ભાગ્યે જ જીવી શકે છે. આમ, પર્યાવરણ માનવીનું પોષક, રક્ષક અને આશ્રયદાતા છે.

પર્યાવરણનો અર્થ :

‘પર્યાવરણ’ શબ્દ તાજેતરમાં ખૂબ જ પ્રચતિત બન્યો છે. પર્યાવરણનો સામાન્ય અર્થ ‘પૃથ્વીની આસપાસનું આવરણ’ એવો થાય છે.
માનવીની આસપાસ રહેલી ભૌગોલિક પરિસ્થિતિ અને સજીવો વચ્ચેના પારસ્પરિક સંબંધને ‘પર્યાવરણ’ કહેવામાં આવે છે. એ દ્વષ્ટિએ માનવીની આજુબાજુ રહેલાં સઘળાં પ્રાકૃતિક તત્વોના સમૂહનો સમાવેશ પર્યાવરણમાં થાય છે.

માનવી જ્યાં વસવાટ કરે છે તે પ્રદેશનું ભૌગોલિક સ્થાન, તેનું ભૂપૃષ્ઠ, તેનાં જળ સ્વરૂપો, આબોહવા, વનસ્પતિ અને જીવસૃષ્ટિ જેવાં અનેક પ્રાકૃતિક તત્વોના પારસ્પરિક સંબંધથી નિષ્પન્ન થતી સ્થિતિનો પર્યાવરણમાં સમાવેશ કરવામાં આવે છે.

‘પર્યાવરણ’ શબ્દ પણ અર્થસૂચક છે. આ શબ્દ બે શબ્દોની બનેલો છે. ‘પરિ’ અને ‘આવરણ’. ‘પરિ’ નો અર્થ આસપાસ કે ચારે બાજુ અને ‘આવરણ’ એટલે પૃથ્વીની સપાટી પરનું પડ કે ચારે બાજુ માનવીની આસપાસ રહેલું સ્તર તે પર્યાવરણ.

પર્યાવરણ એટલે જૈવિક આવરણમાં સજીવસૃષ્ટિના સમુદાયો ફરતે આવેલા તથા તેને અસર કરતી પરિસ્થિતિઓ અને પરિબળોનો સમુદાય. વેબ્સ્ટરન શબ્દકોશમાં પર્યાવરણનો અર્થ આસપાસનું આવરણ કરેલ છે.

પર્યાવરણ એટલે જૈવિક આવરણમાં સજીવસૃષ્ટિના સમુદાયો ફરતે આવેલ તથા તેને અસર કરતી પરિસ્થિતિઓ અને પરિબળોનો સમુદાય.

પર્યાવરણનાં મુખ્ય તત્વો :

1 સજીવ તત્વો :

સજીવ તત્વો એકબીજા સાથે જોડાયેલાં છે. સજીવનો ઉદભવ, સંચાલન, વિકાસ અને વિનાશ થાય છે. સજીવનમાં નીચેની ત્રણ બાબતોનો સમાવેશ થાય
છે.

  • સર્જક (ઊત્પાદક) : સર્જક સૃષ્ટિનું સર્જન કરે છે અને સંમગ્ર સજીવ સૃષ્ટિ (માનવી, પશુ, પક્ષી, પ્રાણી, વનસ્પતિ, ખોરાક, ફળ, ફૂલ વગેરે) નું નિર્માણ કરે છે. તેથીસર્જકનું કાર્ય સતત ચાલ્યા કરે છે. 
  • સંચાલક (પોષક) : સંચાલક સજીવસૃષ્ટિનું સંચાલન કરે છે અને સંમગ્ર સૃષ્ટિ એકબીજા પર આધારિત છે. દા. ત.,માનવી, વનસ્પતિ, પ્રાણી વગેરે એકબીજા પર આધારિત છે.
  • સંહારક (વિનાશક) : સંહારક વિનાશનું કાર્ય કરે છે. જેવી રીતે સૃષ્ટિનું સર્જન જરૂરી છે તેમ તેનો વિનાશ પણ જરૂરી છે. મૃત માનવીનો દેહ, મળમૂત્ર, મૃત વનસ્પતિ, મૃત જીવજંતુ, મૃત જીવજંતુ, મૃત પ્રાણી વગેરેનો નાશ જરૂરી છે. આ વિનાશ પામેલી વસ્તુઓ પુન: ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે, મળમૂત્રનો પુન: ઉપયોગ કરી તેમાંથી ખાતર, ગોબરગૅસ વગેરે ઉત્પન્ન કરવામાં આવે છે. આમ, સંહકાર નાશ પામનારાં તત્વોનો નાશ કરી સર્જન માટે કાર્ય કરે છે.
  • સર્જક, સંચાલક અને સંહાર આ ત્રણેય તત્વોનું પરસ્પર ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. આ તત્વો વચ્ચેનું સંતુલન જોખમાય, તો પ્રદુષણની પરિસ્થિતિ સર્જાય છે. 

2 નિર્જીવ તત્વો :

પર્યાવરણ કુદરતનાં આ પાંચ નિર્જીવ તત્વોનું બનેલું છે. અગ્નિ, જળ, વાયુ, જમીન અને આકાશ. આ પાંચેય તત્વોમાં પરસ્પરાવલંબન જોવા મળે છે. આમાંથી કોઈ એક તત્વમાં પણ અવ્યવસ્થા ઉદભવે તો તેની અસર માનવજીવન પર થાય છે. આ પંચમહાભૂતની સપ્રમાનતા જીવનસૃષ્ટિ માટે અનિવાર્ય છે.

પર્યાવરણનાં આ ત્રણ સજીવ તત્વો અને પાંચ નિર્જીવ તત્વો એકબીજા સાથે પરસ્પરાવલંબન ધરાવે છે. કોઈ એક તત્વમાં અવ્યવસ્થા ઉદભવે તો તેની જીવનસૃષ્ટિ પર અસર થાય છે. આથી સમાજના સાતત્ય માટે પર્યાવરણનું સમતુલન અગત્યનું છે. હિન્દુ સંસ્કૃતિમાં ‘માનવશરીર પંચમહાભૂતોનું બનેલું છે.’ એવી માન્યતા પ્રવર્તે છે.


Advertisement
પર્યાવરણના ઘટકો વિશે સવિસ્તર માહિતી આપો.

Advertisement