Chapter Chosen

પર્યાવરણ અને સમાજ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
‘ગ્રીનહાઉસ ઇફેક્ટ’ કોને કહેવાય ?

ઘોંઘાટ, અવાજ અને ધ્વનિ પ્રદુષણની સમજૂતી આપો. 

Advertisement
‘ચિપકો આંદોલન’ વિશે સમજૂતી આપો. 

કુદરતમાં પર્યાવરણ અને માનવજીવન વચ્ચે સદીઓથી નિકટતમ સંબંધ રહ્યો છે. માનવજીવનના વિકાસ સાથે પર્યાવરણીય સમતુલામાં પરિવર્તન થયું છે. આથી પર્યાવરણનું સંરક્ષણ કરવું એ આપણો નાગરિક ધર્મ છે.

ભારતમાં પર્યાવરણની સુરક્ષામાં ‘ચિપકો આંદોલન’નો ફાળો મહત્વનો છે :

ચિપકો આંદોલન :


ચિપકો આંદોલન એ પર્વતીય પ્રદેશોમાં વસતા લોકોનું જીવન તકાવી રાખવાના પ્રશ્નો સાથે સંબંધિત પર્યાવરણીય આંદોલન છે.

‘ચિપકો આંદોલન સરકારની વનવિષયક શોષણખોરી અટકાવવા માટે અરુણાચલ પ્રદેશના પૂર્વ ભાગથી કશ્મીરના પશ્વિમ ભાગ સુધી વિસ્તરેલું છે.

‘ચિપકો’ એ પહાડી શબ્દ છે. એનો અર્થ ચોતવું એમ થાય છે.

‘ચિપકો
 આંદોલનની શરૂઆત ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યના ઉત્તરકાશી, સીમોલી, તહેરી અને પાઉરી જિલ્લાઓમાંથી થઈ હતી.

ચિપકો આંદોલન એટલે સજીવસૃષ્ટિ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોને લગતું લોક આંદોલન.

અહીં વનવિસ્તારમાં વસતા લોકો ખેતી ઉપરાંત જંગલની પેદાશોમાંથી પોતાની જરૂરિયાતો સંતોષતા હતા.

સરકાર આ વિસ્તારના સ્થાનિક લોકોને પોતાની રોજીરોટી માટે જંગલનાં વૃક્ષો કાપવા દેતી ન હતી.

સરકારે એકાએક રમતગમતનાં સાધનો બનાવવા માટે ‘સાયમન કમિશન’ નામની કંપનીને વૃક્ષો કાપવાનો ઇજારો આપ્યો અને સ્થાનિક લોકો દ્વારા વૃક્ષો કાપવા ઉપર પ્રતિબંધ મૂક્યો. તેથી આ વિસ્તારમાં વસતા લોકોમાં અસંતોષની લાગણી પેદા થઇ.

27 માર્ચ, 1973ના રોજ ગોળેશ્વર ખાતે ભરાયેલી સભામાં સાયમન કમિશનના એજન્ટો કે કઠિયારાઓને વૃક્ષો કાપતાં અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આ મુજબ વૃક્ષપ્રેમી લોકો વૃક્ષછેદન અટકાવવા એક-એક વૃક્ષને બાથ ભીડીને ચિપકી જાય છે જેથી વૃક્ષને છેદી શકાય નહી.

‘ચિપકો આંદોલનમાં ગૌરીદેવી નામની મહિલાએ આગેવાની લીધી. તેણે પોતાનાં વિચારો અને સૂત્રો દ્વારા વૃક્ષછેદનનો વિરોધ કર્યો.તેમણે જણાવ્યું કે ‘વૃક્ષો એ અમારી જનની છે. વૃક્ષોને નુકસાન પહોંચડવા કરતાં અમારી જાતનું બલિદાન આપવું વધુ ઉચિત રહેશે.’

‘ચિપકો આંદોલનમાં મહિલાઓએ વૃક્ષો કપાવનાર ઠેકેદારોની સત્તા સામે વાંધો ઊથાવ્યો હતો.

આઝાદી પછી કેટલાક સર્વોદય કાર્યકર્તાઓએ સ્થાનિક મજૂરોને ભેગા કરી ‘દાઓલી ગ્રામસ્વરાજ’ નામની સંસ્થા સ્પાપી. આ સંસ્થાએ ખેતીનાં ઓજારો બનાવવાના તથા વન ઉત્પાદન કરવાના હકો સરકાર પાસેથી મેળવ્યા.

ચિપકો આંદોલન અસરકારક રહ્યું. સરકારે નિર્ણય કર્યો કે 1050 ચો કિમીના વિસ્તારમાં 10 વર્ષ સુધી એક પણ વૃક્ષ કાપવું નહી.

આ આંદોલન પર્યાવરણના રક્ષણ માટે અને લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંગઠિત થવાની તથા સામૂહિક રીતે કાર્ય કરવાની મહિલાઓમાં રહેલી સુષુપ્ત શક્તિનો પરિચય કરાવે છે.

આ આંદોલન દ્વારા લોકોએ પોતાના જીવનસમા વૃક્ષોને કાપતાં અટકાવી જંગલોને બચાવ્યાં છે.


Advertisement
જમીન પ્રદુષણની સમજૂતી આપો. 

નર્મદા બચાવો આંદોલનની સમજુતી આપો. 

Advertisement