Chapter Chosen

સંસ્કૃતિ અને સામાજિકીકરણ

Book Chosen

સમાજ્શાસ્ત્ર ધોરણ 11

Subject Chosen

સમાજ શાસ્ત્ર

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સભ્યતાની વ્યાખ્યા આપો.

સભ્યતાનો અર્થ સ્પષ્ટ કરી, તેનું કાર્યક્ષેત્ર સમજાવો. 

‘સામાજિકીકરણ’ એટલે શું ? સામાજિકીકરણની એજન્સી તરીકે ‘કુટુંબ’ અને ‘મિત્રજૂથ’ની ભૂમિકા સમજાવો.

સામાજિકીકરણના મહત્વના વાહક (એજન્સી) તરીકે ‘સમૂહ માધ્યમો’ની સમજૂતી આપો.

Advertisement
સંસ્કૃતિની વ્યાખ્યા આપી, તેના પ્રકારો ઉદાહરણ સહિત સમજાવો.

માનવી એક સામાજિક પ્રાણી છે. વ્યક્તિ અને સમાજ પરસ્પર સંબંધિત છે. વ્યક્તિ વિનાના સમાજની કલ્પના થઈ શકતી નથી. સમાજ વગર માનવીની સભ્યતા કે સંસ્કૃતિ અસ્તિત્વ ધરાવી શકતી નથી. સંસ્કૃતિ માનવસમાજનું આવશ્યક લક્ષણ છે. માનવીના સામાજિક સંબંધોની રચના સંસ્કૃતિ દ્વારા જ થાય છે. ધર્મ, ભાષા, રીતરિવાજો, સંસ્થાઓ, ધોરણો, મૂલ્યો, આદર્શો, કાયદા વગેરે સંસ્કૃતિનાં વિવિધ તત્વો માનવીનું સામાજિક જીવન શક્ય બનાવે છે.

સંસ્કૃતિનો અર્થ :

કોઈ એક માનવસમાજના બૌદ્વિક, આધ્યાત્મિક અને કલાત્મક વારસાને આપણે તે સમાજની સંસ્કૃતિ કહીએ છીએ. સમાજશાસ્ત્રમાં ‘સંસ્કૃતિ’ એક વિભાવના છે.

સમાજશાસ્ત્રની દ્વષ્ટિએ ‘સંસ્કૃતિ’ એટલે લાંબા સમયથી સમૂહમાં રહેતા માનવીઓએ સમાજના સભ્યો તરીકે બનાવેલી વસ્તુઓ, વિકસાવેલ સર્વમાન્ય વિચારો, માન્યતાઓ, રહેણીકરણીની અને વર્તનવ્યવહારની રીતો, સામાજિક ધોરણો અને રચનાઓનો સંગ્રહ એટલે સંસ્કૃતિ.

જીવન જીવવાની સામાન્ય કલાને સંસ્કૃતિ કહેવામાં આવે છે. જેમાં જ્ઞાતિ, માન્યતા, કલા, નીતિ, કાયદો, રિવાજ અને સમાજના સભ્ય તરીકે માનવીએ પ્રાપ્ત કરેલી યોગ્યતાઓ તથા ટેવોનો સમાવેશ થાય છે.

સંસ્કૃતિની વ્યાખ્યા :

સમાજશાસ્ત્રી મેલિનોવસ્કિએ સામાજિક શાસ્ત્રોના જ્ઞાનકોશમાં ઇ.સ. 1931 માં આપેલી સંસ્કૃતિની વ્યાખ્યા, “સંસ્કૃતિ એ વારસામાં મળેલાં ઓજારો, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, ટેકનિકી પ્રક્રિયાઓ, વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે.”

સમાજશાસ્ત્રી ટાઇલરના મત પ્રમાણે, “સમાજના સભ્ય તરીકે માનવીએ મેળવેલાં જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિનિયમો, રીતરીવાજો તથા અન્ય સર્વ શક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ.”

એલી ચિનોઈ ના મત પ્રમાણે. “સંસ્કૃતિ એ પ્રત્યેક સમાજની પોતાની આગવી જીવનશૈલી છે, જે સમાજના સભ્યોના વિચારો, લાગણીઓ અને વર્તનોને અપેક્ષિત ઘાટમાં ઢાળે છે.”

સંસ્કૃતિના પ્રકારો :

1 ભૌતિક સંસ્કૃતિ :

જે પદાર્થોને આપણે નરી આંખે જોઈ શકીએ છીએ અને સ્પર્શી શકીએ છીએ એ બધી ‘ભૌતિક સંસ્કૃતિ’ છે. માનવીએ પોતાની જરૂરિયાતની પૂર્તી માટે સભ્યતાના પ્રારંભથી ભૌતિક વસ્તુનું ઉત્પાદન કર્યું છે.

સમાજશાસ્ત્રી રૉબર્ટ બર્સ્ટડે ભૌતિક સામગ્રીમાં યંત્રો, સાધનો, વાસણો, મકાનો, માર્ગો, પુલ, કલાકૃતિ, વસ્ત્રો, વાહનો રચરચીલું, ખાદ્યસામગ્રી, દવાઓ વગેરેનો સમાવેશ કર્યો છે.
માનવીના અસ્તિત્વમાં આ બધી ભૌતિક સામગ્રી મહત્વનો ભાગ ભજવે છે. આ સામગ્રી પ્રાપ્ત કરવા માનવી પ્રયત્નો કરે છે. જેથી બીજા માનવી સાથેના સંબંધો મજબૂત બને છે.

2 અભૌતિક સંસ્કૃતિ :

સમાજશાસ્ત્રીઓ અભૌતિક સંસ્કૃતિને ભૌતિક સંસ્ક્ર્તિના જેટલી જ અનિવાર્ય ગણે છે અને તેને વધુ મહત્વ આપે છે.

સમાજશાસ્ત્રી સોરોકીન અભૌતિક સંસ્કૃતિને ‘ભાવનાત્મક સંસ્કૃતિ’ કહે છે.

સમાજશાસ્ત્રી એલી ચિનોઇ અભૌતિક સંસ્કૃતિને બે પેટાવિભાગમાં વગ્રીકૃત કરે છે જે નીચે પ્રમાણે છે :

બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ : બોધનાત્મક અભૌતિક સંસ્કૃતિ એટલે કુદરતમાંથી કૃતિઓ બનાવવા માટે કોઈ એક ચોક્કસ સાધનનો ઉપયોગ કઈ રીતે કરવો તે અંગેનું જ્ઞાન.

ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ : ધોરણાત્મક અભૌતિક સંસ્કૃતિ સમાજે લાદેલા નિયમો, મુલ્યો, માન્યતાઓ, વિચારો અને વસ્તુઓ અંગેના નિર્ણયોની બનેલી હોય છે.

લોકરીતિ, રૂઢિ, નિષેધ, કાયદા, લોકાચાર, રિવાજ, ફૅશન, ધર્મક્રિયા, વિધિ, શિરસ્તા, શિષ્ટાચાર, નિયમો વગેરે અગત્યના ધોરણો છે.

લોકરીતિ એટલે સમાજે સાહજિક રીતે સ્વીકારેલી અને વ્યવહારમાં પ્રચલિત બનેલી વર્તનવ્યવહારની પદ્વતિ. દા. ત., વ્યક્તિને આવકાર આપવા માટે તેને નમસ્કાર કરવા અને તેની સાથે હાથ મિલાવવા,

રૂઢિ એટલે એવી લોકરીતિ કે જેને લોકકલ્યાણની દ્વષ્ટિએ અને સમાજની નીતિમત્તાની જાળવણીની દ્વષ્ટિએ અત્યંત મહત્વની માનવામાં આવી હોય. દા. ત., સગા ભાઇ-બહેનના લગ્નને અનૈતિક ગણવાનું ધોરણ.

કાયદા એટલે રાજ્યની અદાલતે સ્વીકારેલા, અર્થઘટન કરેલા અને નિશ્વિત પરિસ્થિતિને લાગુ પડતા નિયમો. દા. ત., ભારતમાં લગ્ન અંગેના કાયદા, મિલકત અંગેના કાયદા વગેરે. કાયદાનો ભંગ કરનાર વ્યક્તિને ઠપકાથી શરૂ કરીને દેહાંતદંડ સુધીની સજા થઈ શકે છે.


Advertisement
Advertisement