GUJCET Eligibility

GUJCET માટે ઉમેદવારની પાત્રતા :

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવામાં આવેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ સાથે પાસ કરેલ હોવી જોઈએ અથવા કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરેલ હોય તે વર્ષમાં ઉચ્ચતર માધ્યમિક પ્રવાહ (10 + 2 તરાહ) ની અંતિમ પરીક્ષામાં ઉપસ્થિત થવા આવેદનપત્ર ભેરેલ હોય તેવા અને ઉપસ્થિત થવાની પાત્રતા ધરાવનાર ઉમેદવારો/ઉપસ્થિત થનાર હોય તેવા ઉમેદવારો.

સેન્ટ્રલ બોર્ડ ઑફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) ન્યુ દિલ્હી દ્વારા લેવામાં આવેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની (10 + 2 તરાહ) પરીક્ષા ગુજરાત રાજ્યમાં આવેલી માન્ય શાળા મારફરે પાસ કરેલ હોવી જોઈએ અથવા કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે અરજી કરેલ હોય તે વર્ષમાં ગુજરાત રાજ્યમાં આવેલ આવેઅનપત્ર ભરેલ હોય તેવા ઉમેદવારો/ઉપસ્થિત થનાર હોય તેવા ઉમેદવારો.

કાઉન્સિલ ફૉર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટીફિકેટ એક્ઝામિનેશન (CISCE) ન્યુદિલ્હીદ્વારા લેવામાં આવેલ ઉચ્ચતર માધ્યમીકવિજ્ઞાન પ્રવાહની (10 +2 તરાહ) પરીક્ષા ગુજરાત રાજ્યમાં આવેલ માન્ય શાળા મારફતે પાસ કરેલ હોવી જોઈએ અથવા કોમ એન્ટરન્સ ટેસ્ટ માટે અરજી કરેલ હોય તે વર્ષમાંગુજરાત રાજ્યમાં આવેલ ઉક્ત માન્ય શાળા મારફતે ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની (10 ‌+ 2 તરાહ) પરીક્ષામાં ઉપસ્થિત થવા આવેદનપત્ર ભરેલ હોય તેવા ઉમેદવારો/ઉપસ્થિત થનાર હોય તેવા ઉમેદવારો.

મૂળ ગુજરાત રાજ્યના પરંતુ અન્ય રાજ્યમાં કેન્દ્ર/રાજ્ય અરકાર, સંરક્ષણ દળો કેન્દ્ર/ રાજ્ય સરકાર સંચાલિત બોર્ડ / કૉર્પોરેશનમાં ફરજ બજાવતા અધિકારીઓ/ કર્મચારીઓના વારસદારો કે જેઓ તેમનીફરજના રાજ્યમાં આવેલ માન્ય ઉચ્ચતરમાધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ (10 + 2 તરાહ) સાથે ઉતીર્ણ થયા હોય અથવા ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહની (10 + 2 તરાહ) પરીક્ષામાં ઉપસ્થિત થવા આવેદનપત્ર ભરેલ હોય/ઉપસ્થિત થનાર હોય તેવા ઉમેદવારો.