GUJCET Pattern

GUJCET માટે પરીક્ષા માળખું :

ગુજરાત કોમન એન્ટરન્સ ટેસ્ટ માટે નીચે મુજબના વિષયોના બહુવિકલ્પ પ્રકારના હેતુલક્ષી પ્રશ્નપત્રો રહેશે અને તેની સામે દર્શાવેલ પ્રશ્નો, ગુણ અને સમય રહેશે .

વિષય પ્રશ્નો ગુણ સમય
ભૌતિકવિજ્ઞાન 40 40

કૂલ 180 મિનિટ

રસાયણશાસ્ત્ર 40 40
જીવવિજ્ઞાન / ગણિત 40 40

GUJCET માટેના પ્રશ્નપત્રોનું સ્વરૂપ :

બહુવિકલ્પ પ્રકારનું હેતુલક્ષી (MCQ) પ્રશ્નપત્ર રહેશે, જવાબમાં ચાર વિકલ્પો આપવામાં આવશે, જેમાંથી એક વિકલ્પ સાચો હશે.

મૂલ્યાંકન પદ્ધતિ :

ઉત્તરપત્રિકા OMR સિદ્ધાંત આધારે ચકાસણી કરવામાં આવશે. કમ્પ્યુટર દ્વારા પ્રત્યુત્તરનું વાંચન કરી ગુણાંકન આપવામાં આવશે.

  1. દરેક હેતુલક્ષી પ્રશ્નોનો ગુણભાર 01 છે. પ્રત્યેક સાચા જવાબ માટે 01 ગુણ આપવામાં આવશે.
  2. એક હેતુલક્ષી પ્રશ્નનો ખોટો જવાબ આપેલ હોય તો 0.25 ગુણ ઓછા કરવામાં આવશે.
  3. એક જ હેતુલક્ષી પ્રશ્નના ચાર વિકલ્પો પૈકી વિદ્યાર્થીએ બે કે તેથી વધુ વિકલ્પો ઉપર નિશાની કરેલ હશે તો 01 ગુણ ઓછો કરવામાં આવશે.
  4. ઉમેદવાર સાચા પ્રત્યુત્તર માટે પોતે ચોક્કસ ન હોય તો સલાહ છે કે તેઓએ તેવા હેતુલક્ષી પ્રશ્નનો પ્રત્યુત્તર આપવનું ટાળવું કે જેથી ગુણ ઓછા થાય નહીં.
  5. ઉત્તરપત્રિકામાં બે જગ્યાએ પ્રશ્નપુસ્તિકાનો પ્રકાર (A, B, C, D) પ્રિન્ટ કરેલ હશે. તેમ જ ઉમેદવારે પ્રશ્નપુસ્તિકામા ઉપર પ્રિન્ટ થયેલ પ્રકાર (A, B, C, D) ચેક કરીને ઉત્તરપત્રિકા, પત્રક – 01, પ્રવેશપત્રમાં વિગતો ભરીને સહી આપેલ છે. તેથી મૂલ્યાંકન માટે ઉત્તરપત્રિકા ઉપર પ્રિન્ટેડ પ્રકાર જ આખરી ગણાશે.