NEET Pattern

NEET 2018 Exam Pattern

રાજ્યની તમામ મેડીકલ અને ડેન્ટલ કોલેજો ઉપરાંત પેરામેડીકલ કોલેજોમાં પ્રવેશ માટેની NEET – 2018 પરિક્ષા માટે પરિક્ષાને લગતી અગત્યની માહિતી નીચે મુજબ છે.

  • NEET પરિક્ષા 7 મે, 2018 ના રોજ યોજાનાર છે.
  • હેતુલક્ષી પ્રકારના કુલ 180 પ્રશ્નો હશે.
  • પરિક્ષાનો સમય ત્રણ કલાક રહેશે.
  • પ્રત્યેક સાચા જવાબના 4 ગુણ મળશે.
  • પ્રશ્નપત્રમાં ચાર વિષયો એટલે કે ભૌતિકવિજ્ઞાન, રસાયણવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવશે.
વિષયવાર પ્રશ્નોનું માળખું.

વિષય પ્રશ્નોની સંખ્યા
ભૌતિકવિજ્ઞાન 45
રસાયણવિજ્ઞાન 45
વનસ્પતિશાસ્ત્ર 45
પ્રાણીશાસ્ત્ર 45
કુલ 180

અગત્યની સૂચનાઓ:
  • પ્રશ્નપત્ર કુલ 720 ગુણનુ રહેશે.
  • પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ રહેશે.
  • પ્રત્યેક સાચા જવાબના 4 ગુણ મળશે.
  • આ પરિક્ષામા ઋણાત્મક (negative) ગુણ પ્રકારનું માળખું હોવાથી, પ્રત્યેક ખોટા જવાબનો 1 ગુણ કપાશે.
  • ઉમેદવાર સાચા પ્રત્યુત્તર માટે પોતે ચોક્કસ ના હોય તો સલાહ છે કે તેઓએ તેવા પ્રશ્નોના ઉત્તર આપવાનું ટાળવું જેથી સાચા જવાબના મળેલા ગુણમાંથી ખોટા જવાબના ગુણ કપાય નહી.
  • ઉમેદવારે માત્ર કાળી/ભૂરી શાહીની બોલપેનથી જવાબો દર્શાવવા.