Chapter Chosen

વન્યજીવન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વન્ય જીવ સંરક્ષન માટેની વિવિધ પરિયોજનાઓની વિગતો ટૂંકમાં આપો.

ભારતને કુલ કેટલા પ્રાણી-ભૌગોલિક પ્રદેશોમાં વહેંચવામાં આવ્યો છે ?

  • નવ 

  • ચાર 

  • છ 

  • આઠ


ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશોની યાદી આપો. 

વન્યજીવો આજે સંકટમાં છે. આ વિધાન સમજવો. 

Advertisement
ભારતનું વન્ય જીવ વૈવિધ્ય

ભારતની ભુપૃષ્ઠ ઊંચા પર્વતો, વિશાળ નદીમેદાનો, દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ, દલદલીય પ્રદેશો, સમુદ્રકિનારા વગેરે વિવિધ સ્વરૂપોનું બનેલું છે.

તેમાં આવેલાં ગીચ વર્ષાવનો, મોસમી જંગલો, કાંટાળા જંગલો, શંકુદ્રુમના જંગલો વગેરે કુદરતી વનસ્પતિના પ્રદેશોએ વન્ય જીવોના વસવાટ માટે વિસ્તૃત પાર્શ્વભૂમિકાની રચના કરી છે.

તેથી દક્ષિણના દ્વિકલ્પીય વર્ષાવનોમાં એશિયાઈ હાથી, બ્રહ્મપુત્ર નદીનાં દલદલીય ક્ષેત્રોમાં એકશિંગી ભારતીય ગેંડા, હિમાલયનાં ઉંચાઈવાળાં ક્ષેત્રોમાં હિમદિપડા, જમ્મુ કશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તૂરી મૃગ, દક્ષિણ ભારતનાં જંગલોમાં જંગલી ભેંસ, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વાઘ, કચ્છના નાના રણના ઘૂડખર અને કચ્છના મોટા રણનાં જલપ્લાવિત ક્ષેત્રોમાં સુરખાબ જોવા મળે છે.

દેશના ઘાસભૂમિના વિસ્તારોમાં ઘોરાડ નામનાં મોટાં પક્ષી જોવા મળે છે.

ભારતના જલપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી સાઈબીરિયન ક્રેન, પેલિકન, તિબેટીયન બતક, કુંજ કરકરા વગેરે યાયાવર જેવા વિવિધ પક્ષીઓ આવે છે.

પશ્ચિમઘાટનાં ગીચ જંગલોમાં ઉડતી ખીસકોલીઓ જોવા મળે છે.

નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે.

કચ્છના અખાતમાં અને લક્ષ્યદ્વિપ ટાપુસમૂહમાં પરવાળાંની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે.

દેશમાં રાજનાગ, સાપ, અજગર, પાટલા ઘો વગેરે સરીસૃપોની વિવિધ જાતો જોવા મળે છે.

દેશના સમુદ્રકિનારે અને અન્ય જળવિસ્તારોમાં વિવિધ માછલાં મળે છે, જેમાં ડૉલ્ફીન, શાર્ક, ડુડાંગ, ઑક્ટોપસ, વહેલ, મૅકરેલ, બુમલા, પોમફ્રેટ, હેરિંગ, સામન વગેરે મુખ્ય છે.

દેશની કૃષિ-વિસ્તારો તેમજ ગોચર અને પડતર જમીનો પર શિયાળ, વરુ, નીલગાય, હરણ, નોળિયાં, સસલાં, જંગલી સૂવર, શેળો, વગેરે પ્રાણીઓ જોવા મળે છે.

ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે. ભારતમાં રાષ્ટ્રીય પક્ષી મોર અતિ સુંદર છે. આ ઉપરાંત, કોયલ, પોપટ, સુઘરી, ઘુવડ, ચીબરી, પીળક,અ સમડી, કાબર, ઢોરબગલાં, બતક, બાજ, કાગડા, કબૂતર, ચકલી, વગેરે અનેક જાતનાં પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે.


Advertisement
Advertisement