Chapter Chosen

ડીમલાઇટ

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
'ભ્રષ્ટાચાર આજે શિષ્ટાચાર ગણાય છે.' એ અંગે તમારા વીચારો દર્શાવતું ચર્ચાપત્ર લખો. 

જે કર્યો કરવાથી વ્યક્તિ, સમાજાને રાષ્ટ્રને નુકશાન થાય તે ભ્રષ્ટાચાર છે : ભારતમાં આજે જીવનનું એક પણ ક્ષેત્ર એવું જોવા નહિ મળે કે જ્યાં ભ્રષ્ટાચારે પોતાનું સામ્રાજ્ય જમાવ્યું નહોય , ભ્રષ્ટાચાર આજે રાષ્ટ્ર વ્યાપી કૅન્સર બન્યું છે. જેમાંથી મુક્ત થવું ઘણું કપરું જણાય છે.

ભારતમાં દરેક ક્ષત્રે ભ્રષ્ટાચાર એ જે  એક માત્ર શિષ્ટાચાર હોય એવું લાગે છે તેમં નાના કર્મચારીઓ, ઉચ્ચાધીકારિઓ વગેરેથી લઈને રાજકીય નેતાઓ સુધી બધા આવી ગયાં હોય તેવું દેખાય છે. નાનાંમોટાં, કાયદેસરનાં કે બિનકાયદેસરનાં કામો કરાવવાં લોકો ભ્રષ્ટાચારીઓની જાળમાં ફસાય છે. જે લાંચ ન આપઅવામાં મક્કમ રહે છે તેને પોતાનુ કામ કરાવવું મુશ્કેલ થઈ પડે છે.

આજે બિલ્ડરો, દારૂના અડ્ડાવાળાઓ, પોલિસતંત્ર, સરકારી અધીકારીઓ, રાજકારણીઓ,શાળા-કોલેજના સંચાલકો, દુકાનદારો, વેપારીઓ વગેરેનુ પરસ્પર ગઠબંધન રચાયેલું દેખાય છે. આથી ભ્ર્ષ્ટાચાર વધુને વધુ ફેલાતો જાય છે. નબળા બાંધકામો થાય છે; ખુલ્લેઆમ દારુ વેચાય છે, ઓછી ગુણવત્તા વાળો માલ આપી દેવામાં આવે છે. ચીજવસ્તુઓના વધુ પૈસા લેવાય છે, નકલી દવાઓ અને નકલી ચીજવસ્તુઓ બજારમાં મુકાય છે, ટુંકમાં, ભ્રષ્ટાચારીઓ મનુષ્યના કીમતી જીવન સાથે ચેડાં કરે છે. તેમનો સ્વર્થ વધતો જાય છે અને મનુષ્યનું જે થવું હોય તે થાય. તેઓને માનવ જીવનની કાઈં પડી નથી. બાળકોના મધ્યાહન ભોજન કે ઢોરોના ચારના પૈસા ચરી જતાં ભ્રષ્ટાચારીઓ જરાય શરમ અનુભવતા નથી ! ભુકંપ પિડીતો કે દુષ્કાળ ગ્રસ્તોની સહાયમાંથી પણ ભ્રષ્ટાચારીઓ કટકિ કરી લે છે ક્ર સહયમાં આવેલી વસ્તુઓ વગે કરી દે છે.

 ભ્રષ્ટાચાર ફેલાવાના અનેક કારણો છે. મનુષ્યનુ નૈતીક અધ;પતન થયું છે. તે ઓછી મહેનતે વધુ મેળવવા માગેં છે. તે ભૌતીક સમૃધ્ધી મેળવી સમાજમાં મોટ દેખવાનું પસંદ કરે છે. તેને કોઈ વાતનો સતોષ રહ્યો નથી. ભોતીકવાદની આંધળી દોટે મનુષ્યને વધારે ભ્રષ્ટાચારી બનાવી દીધો છે.

ભ્રષ્ટાચારથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રનું નૈતીક અધ:પતન થતું જાય છે. ભ્રષ્ટાચરને જડમુળમાથી દૂર કરવાની જરૂર છે. તે માતે સમાજે જાગ્રત થવાની જરૂર છે. સાદા અને પ્રામણીક જીવનને મહત્વ આપવું જોઈએ. મહેનતનો જ રોટલો મેળવવાનો દ્વઢ સંકલ્પ કરવો જોઈએ. વળી, ભ્રષ્ટાચારને નાથવા કાયદાઓનું કડક પાલન કરાવવું જોઇએ. ભ્રષ્ટાચારીને આકરામાં આકરી સજા થવી જોઈએ. વળિ, લોકોએ પણ ભ્રષ્ટાચારિઓને સાથ ન આપતાં તેમને ખુલ્લા પાડવાં જોઇએ.

ભ્રષ્ટાચારના રાષ્ટ્રવ્યાપી કૅન્સરથી રાષ્ટ્રને ઊગારવું અઘરું જણાય છે પણ અશક્ય તો નથી જ. સૌના સહિયરા દ્વઢ સંકલ્પ અને પ્રયત્નથી તે શક્ય બનશે. આવં બનશે તો જ તંદુરસ્ત અને કલ્યાણકારી ભારતનું નિર્માણ થશે. 

Advertisement
'ડીમ લાઈટ'માં ગ્રામપ્રજાની લાક્ષણીકતાઓનું પ્રતિબિંબ ઝીલાયુંછે એ વાત સદ્વષ્ટાંત સમજાવો. 

દેશમા લાંચરુશવત તળીયેથી ઊપર સુધી વ્યાપ્ત છે તેનો પુરાવો ' ડીમ લાઈટ' એકાંકીમાથી વર્ણવો. 

રામુ સ્પષ્ટ વક્તા છે એમ શા પરથી કહેશો ? 

ગ્રામપ્રજા ક્યારેય ઊંચી નહીં આવે તે માટે રામુભાઈ કયા કારણો આપે છે ? 

આ એકાંકીમાં ગ્રામજીવનની જોવા મળતી કેટલીક પ્રણાલિકાઓનો ખ્યાલ આપો.

Advertisement