Chapter Chosen

એમ ઉગાર્યો ચંદ્રહાસ

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ધૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો છે ?


કવિ પ્રેમાનંદે નારદની ઉક્તિ દ્વારા પોતાના શ્રોતાઓને ભક્તિપૂર્વકની શી ખાતરી આપી છે ?


Advertisement
વિષયાનું પાત્રાલેખન કરો. 

વિષયા ધૃષ્ટબુદ્ધિ પ્રધાનની પુત્રી છે. તેને મદન નામે એક ભાઈ છે. વિષયા ચતુર અને ચંચળ યુવતી છે. તે એની સહિયારો સાથે ઉપવનમાં ફરવા નીકળી ત્યારે ત્યાં ગાઢ નિંદ્રામાં સૂતેલા ચંદ્રહાસનાં રૂપસૌંદર્યથી વિષયા અંજાઈ જાય છે. ચંદ્રહાસની નજીક જવા ઈચ્છતી વિષયા પોતાની સહિયારો તેને સંતાઈ ન જુએ તેની પણ કાળજી લે છે. એટલું જ નહિ ચંદ્રહાસ જાગી ન જાય તેની સાવધાની રાખે છે. એ માટે પોતાના પગનાં ઝાંઝર ઊંચાં ચડાવી જળમાં બગલો ચાલે તેમ તે હળવેકથી માર્મિક રીતે ડગલાં ભરે છે. ચંદ્રહાંસનાં રૂપ, રંગ અને તેજ પર તે વારી જાય છે. તેને થાય છે કે જાણે એના પર પ્રેમની ભૂરકી નાખી ! એ વિચરે છે કે જે નારીએ જપ, તપ, વ્રત અને દેહદમન કર્યાં હશે એને જ આવો ભરથાળ મળે. પોતે તો એવી ભાગ્યશાળી નથી, પુણ્ય કર્યા નથી એટલે પાપણી છે. એને એવો રૂપાળો સ્વામી ક્યાંથી મળવાનો ? પણ વિષયા ચકોર છે. અચાનક ચંદ્રહાસની કમરે બાંધેલો પત્ર હળવેકથી છોડી લઈ તે વાંચે છે. તો એમાં પિતાએ પુત્રને ચંરહાસને વિષ આપી મારી નાખવાની વાત લખેલી. પિતાનો આ સંદેશો વાંચતાં જ તે છણકો કરે છે : આવું લખતાં પિતાના હાથ કપાઈ જવા જોઈએ.

વિષયામાં કોઠાસૂઝ છે. તે તત્ક્ષણ સમયસુચકતા વાપરે છે. પોતાના એક નેત્રમાંથી કાજળ કાઢે છે, બીજા નેત્રમાંથી જળ લે છે અને તણખલા વડે ‘વિષ’ શબ્દમાં ‘યા’ અક્ષર ઉમેરી ‘વિષયા’ લખી નાંખી એ પત્ર ચૂપચાપ ચંદ્રહાસની કમરમાં ભેરવી દે છે. આમ, વિષયા ચંદ્રહાસને મૃત્યુમાંથી અદ્દભૂત રીતે ઉગારી લે છે અને ધૃષ્ટબુદ્ધિની યોજનાને નિષ્ફળ બનાવવામાં તે સફળ થાય છે. એ પછી વિષયા ચંદ્રહાસ સાથે પરણવા ચંદ્રહાસની રાહ જુએ છે.


Advertisement

કડવાના અંતે ‘વલણ’માં વિષયાની શી મનઃસ્થિતિ દર્શાવી છે ?


વિષયાએ પગમાં પહેરેલાં ઝંઝર ઊંચા કેમ ચડાવ્યાં ?


Advertisement