Chapter Chosen

શહેરનીશેરી

Book Chosen

ગુજરાતી ધોરણ 12

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સૂર્યોદય સાથે અવાજના ક્ષેત્રમાં, વિસ્તારમાં અને ઊંડાણમાં શા પલટાઓ આવે છે ? 

નમતી બપોરે કયા કયા ધ્વનીઓથી શેરી ગુંજી ઉઠે છે ? 

સાંપ્રત સમયમાં શેરીમાંથી કયા કયા અવાજોની બાદબાકી કરશો અને કયા કયા નવા અવાજનો ઊમેરો કરશો ? 

સડક પર અને શેરીઓમાં છપાવાળાના અવાજમાં શો ફરક પડે છે ? 

Advertisement
લેખકે શેરીના અવાજો અને પ્રવ્રત્તિઓનું અતિ સૂક્ષ્મ અવલોકન કર્યું છે, તેમાંથી ક્પી પણ બેનું વર્ણન તમારા શબ્દોમાં કરો. 

લેખકે શેરીના અવાજો અને પ્રવૃત્તિઓનું અતિ સૂક્ષ્મ અવલોકન કર્યું છે, તેમાથી એક સવારનું અને બીજું બપોરનું વર્ણન જોઈએ. 

સવાર પડતા જ શેરી વિવિધાવાજો અને પ્રવ્રત્તિઓથી ગાજવ માંડે છે. સાઈકલની ઘંટડીવગાડતો દૂધવાળો બૂમ પાડતો આવે છે. મંદિરમાં શણગારની આરતીનો ઘંટરાવ સંભળાય છે. ઘરમાં કાચા ધાન આરોગતી ઘંટી ઘમઘમ અવાજ કરે છે. ક્યાંક સૂરીલાં તો ક્યાંક બેસુરા અવાજે ગવાતાં પ્રભાતિયાં કાને પડે છે. પાણી આવતાં પહેલાં નળ ઘૂઘવાટ કરે છે. સવારે ઊઠતાં જ શેરીના દરેક ઓટલે બેસી લોકો મોટેમોટેથી ગળું અને મોં સાફ કરે છે માંજવા માટે કાઢેલાં રકાબી, બુઝારું, ચમચો, ડોલ જેવાં અનેક વાસણો જમીન પર પછડાતાં એના અવાજથી જાણે ધરતી ધ્રુજી ઊઠે છે. શાકભાજી વેચવા નીકળેલી બાઈઓ લહેકાથી સૂર લંબાવીને શેરીને ગુંજતી કરી દે છે. ઘરની સ્ત્રીઓને વાસણની કલાઈ કરવાનું જાણે યાદ કરાવતો હોય તેમ કલાઇ વાળો 'કલાઈ' 'કલાઇ'ના નાદથી સ્ત્રીઓને જગાડે છે. આવા અનેક અવાજો અને પ્રવ્રત્તિઓથી શેરી ગાજવા માંડે છે. 

બપોરના સમયે ગરમી પોતાનો પ્રતાપ દેખાડે છે, પણ આવી ગરમીમાંય શેરીને જંપ ક્યાં છે ? રબારણ કુશકી અને કોરમું ઊઘરાવવા નીકળી પડે છે. જૂનાંપુરાણાં કપડામાં ચીની પ્યાલારકાબી કે પિત્તળનાં વાસણો આપતી વાસનવાળી પોતાના આગમનની છડી પોકારે છે. ચવાણાચેવડાવાળો શેરીના લોકોને જગાડવા નીકળી પડે છે. પાપડ વણવા કે અનાજ વીણવા આવતી સ્ત્રીઓના અવાજો, કોઈક શોખીનને ત્યાં વાગતું થાળીવાજું, સહીયારોની અવર જવર, નોકરોની મંત્રણાઓ, ઓટલે બેસી બેદરકાર નોકરોનો ન્યાય તોળતી સ્ત્રીઓ આવાતો અનેકવિધ અવાજો અને પ્રવૃત્તિઓથી ધમધમતી શહેરની શેરીને બપોરે વામકુક્ષિ કરવા મળતી નથી. 

Advertisement
Advertisement