Chapter Chosen

પ્રાથમિક સારવાર

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કૃત્રિમ શ્વાસોચ્છવાસમાં શેફરની પદ્ધતિની માહિતી આપો. 

ટુંક નોંધ લખો.
મચકોડમાં પ્રાથમિક સારવાર 


અસ્થિભંગમાં કઈ બાબતનો ખ્યાલ રાખશો ? 

ઘા થવાથી કેવી પ્રાથમિક સારવાર આપી શકશો ? 

Advertisement
પ્રાથમિક સારવાર આપતી વખતે શી કાળજી લેવી જોઈએ ? 

1. કોઈ પણ અકસ્માત થાય ત્યારે દર્દીને સૌપ્રથમ પ્રાથમિક સારવાર આપવી. ત્યારપછી ડૉક્ટરને બોલાવવાની વ્યવસ્થા કરવી. 2. અકસ્માતમાં ઈજા પામનારની તકલીફ વધે નહિ તેની સૌપ્રથમ કાળજી લેવી. 3. દર્દીને હૉસ્પિટલમાં ખસેડવો પડે તેમ લાગે તો 108 નંબરની સરકારી ઍમ્બ્યુલન્સ બોલાવવી. 4. મશીનથી ઈજા થઈ હોય, તો પ્રથમ મશીનને બંધ કરવું. 5. વિદ્યુતપ્રવાહનો આંચકો લાગ્યો હોય, તો પ્રથમ વિદ્યુતપ્રવાહ માર્ગ બંધ કરી દેવો. 6. કોઈ વજન નીચે વ્યક્તિ દબાયેલી હોય, તો વજન ખસેડી લેવું અને ત્યારબાદ દર્દીને થયેલી ઈજાઓનું પ્રમાણ અને તમનો પ્રકાર જાણીને તે પ્રમાણે સારવાર આપવી. 7. દર્દી ભાનમાં ન અવ્યો હોય, તો તેને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરવો. 8. રુધિર વહેતું હોય, તો તેને બંધ કરવાના ઉપાયો કરવા જોઈએ. 9. અસ્થિભંગ કે સંધિભંગ થયો હોય, તો તે પ્રમાણે જરૂરિ પાટાપિંડી કરવી.

અકસ્માતથી વ્યક્તિ બેભાન થઈ ગયેલ હોય, તો સૌ પ્રથમ તેનાં કપડાં ઢીલી કરવાં. અને તેને આરામ જનક સ્થિતિમાં સુવડાવવી. માણસોની ભીડ ઓછી કરી પૂરતી હવા મળે તેવી વ્યવસ્થા કરવી. બારી-બારણા ખુલ્લાં રાખવા. કપડાં ભીના હોય, તો તેને બદલી નાંખવા. દર્દીનું શરીર ઠંડુ પડી ગયું હોય, તો તેને ગરમી આપવા માટે શાલ, ધાબળો વગેરે ઓઢાડવાં, તેના પગના તળીયા પર સૂંઠ કે બામ જેવો પદાર્થ ઘસવો કે ગરમ પાણી ભરેલ કોથળી મૂકી શેક કરવો. બેશુદ્ધ વ્યક્તિના દર્દને સમજ્યા વગર કોઈ પણ પ્રકારની દવા કે પ્રવાહી પિવડાવવાનું જોખમ ખેડવું નહિ. પ્રાથમિક સારવારના આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાથી અકસ્માતનો ભોગ બનનાર દર્દી માટે સારવાર કરનાર ઘણું કરી શકે છે.


Advertisement
Advertisement