Chapter Chosen

સુર્યનમસ્કાર

Book Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ 9

Subject Chosen

યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
સુર્ય નમસ્કારના સામુહિક ફાયદા ટૂંકમાં જણાવો.

સૂર્યનમસ્કાર કરતા સમયે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. 

Advertisement

સૂર્ય નમસ્કારનું સવિસ્તાર મહત્વ સમજાવો. 


સૂર્યનમસ્કાર વ્યક્તિને વિવિધ રોગોમાંથી મુક્ત કરનાર વૈજ્ઞાનિક વ્યાયામ છે. તે આપણે પ્રાચીન ઋષિઓ દ્વારા વારસામાં મળેલી મહાન સાધના માટેની અનમોલ ભેટ છે. ભાર્તમાં પ્રાચીન સમયથી પ્રાતઃકાળે સૂર્યદેવને નમસ્કાર કરી મંત્રોચ્ચાર કરી સહ આરાધના કરવાનો રિવાજ પ્રવર્તે છે.

ઋગ્વેદમાં કહ્યું છે કે, ‘सूर्य आत्मा जगतस्तस्थुषश्र्व ।‘ સૂર્ય સર્વ જગતના સર્વ પદાર્થોનો આત્મા છે. સૂર્ય ધરતી પર રહેનારા બધા જ જીવોનો જીવનદાતા અને સૌરમંડળના અસ્તિત્વનો મૂળ આધાર છે. સૂર્યનારાયણ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે. સૂર્ય પોતાના 1. અધિભૌતિક સ્વરૂપ વડે-સ્થૂલ અંધકાર દૂર કરે છે. 2. આધિદૈવિક સ્વરૂપ વડે-પ્રાણીઓની ઉત્પત્તિ અને તેનું પોષણ કરે છે. 3. આધ્યાત્મિક સ્વરૂપ વડે-અજ્ઞાનતા દૂર કરી વાસ્તવિકતાનું દર્શન કરાવે છે.

આમ, સૂર્ય તમામ શક્તિઓનો મૂળ સ્ત્રોત છે. યોગશાસ્ત્રની દ્દ્ષ્ટિએ સૂર્યનમસ્કાર દ્વારા માનવ પ્રકૃતિના નહિ, પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસની સાથે શરીરની આંતરિક ઉર્જાના સ્ત્રોતને ઉજાગર કરવાનો છે. તેમાં માત્ર શારીરિક સ્વાસ્થ્ય જ નહિ, પરંતુ વ્યક્તિને પરમ ઉત્કર્ષ સુધિ પહોચાડવાની શક્તિ રહેલી છે.

સૂર્યનમસ્કારની કુલ બાર સ્થિતિ છે અને આ બારે સ્થિતિ યોગાસન અને પ્રાણાયમની મિશ્ર પ્રક્રિયા છે. તેથી તેને સંપૂર્ણ વ્યાયામ કહેવામાં આવે છે. તે સ્વાસોચ્છવાસની ક્રિયા અને મનની એકાગ્રતા સાથે કરવામાં આવતી બૌદ્ધિક ક્રિયા છે. સૂર્ય નમસ્કારનું રૂપ, ઊર્જા અને લયબદ્ધ રીતે કરેલો અભ્યાસ શરીરમાં સુક્ષ્મ પ્રાણશક્તિનો સંચાર કરે છે. સૂર્ય દેવનાં જુદા જુદા 12 નામ છે. સૂર્યનમસ્કારની દરેક સ્થિતિ કરતી વખતે સૂર્યનારાયણનો એક મંત્ર બોલવામાં આવે છે. અને પ્રત્યેક મનસ્કાર આશરે અડધી મિનિટ માટે કરવામાં આવે છે.


Advertisement
સૂર્ય પોતાના ત્રણેય સ્વરૂપ દ્વારા શું સૂચવે છે ? 

Advertisement