Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

વિજ્ઞાન્

Class

GSEB Class 10
Advertisement
zigya logo

GSEB વિજ્ઞાન્ 2014 Exam Questions

Multiple Choice Questions

21.

નીચે આપેલા વિધાન A અને વિધાન B માટે કયો વિકલ્પ સાચો છે?

વિધાન A : અવરોધોના શ્રેણી જોડાણમાં દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન હોય છે.
વિધાન B : અવરોધોના સમાંતર જોડાણમાં દરેક અવરોધના બે છેડા વચ્ચે વોલ્ટેજ સમાન હોય છે.

  • વિધાન A અને વિધાન B બંને ખોટા છે.

  • વિધાન A અને વિધાન B બંને સત્ય છે.

  • વિધાન A ખોટું છે પરંતુ વિધાન B સત્ય છે.

  • વિધાન A સત્ય છે પરંતુ વિધાન B ખોટું છે.


22.

વાહક તારમાં વિદ્યુતપ્રવાહની દિશા નીચેના વિકલ્પો પૈકી કઈ હોય છે?

  • વાહકમાં વહેતા ઇલેક્ટ્રૉન પ્રવાહની દિશામાં હોય છે.

  • વાહકમાં વહેતા ઇલેક્ટ્રૉન પ્રવાહથી વિરુદ્વ દિશામાં હોય છે.

  • વાહકમાં વહેતા ધન વિદ્યુતભારથી વિરુદ્વ દિશામાં પરંતુ ઋણ વિદ્યુતભારની દિશામાં હોય છે.

  • વાહકમાં વહેતા ધન વિદ્યુતભારથી વિરુદ્વ દિશામાં હોય છે.


23.

એક સુવાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને તે ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન કરે છે. ધારો કે ચુંબકીય ક્ષેત્રનો માત્ર આ એક જ સ્ત્રોત છે. સુવાહકમાં વિદ્યુતપ્રવાહનું મૂલ્ય બદલ્યા વિના તેની દિશા ઉલટાવતા.......

  • ચુંબકીય ક્ષેત્ર અદ્વશ્ય થશે.

  • ચુંબકીયક્ષેત્રની દિશા ઉલટાશે.

  • ચુંબકીયક્ષેત્રમાં ઘટાડો થશે.

  • ચુંબકીયક્ષેત્રમાં ઘટાડો થશે તથા તેની દિશા ઉલટાશે.


24.

નીચેના કયા કિસ્સા માટે લૂપમાં પ્રેરિત વિદ્યુતપ્રવાહ નહી મળે?

  • લૂપ અને ચુંબકને સમાન ઝડપથી પરસ્પર વિરુદ્વ દિશામાં ગતિ કરાવવામાં આવે.

  • ચુંબકને લૂપની દિશામાં ગતિ કરાવવામાં આવે.

  • લૂપને ચુંબકની દિશામાં ગતિ કરાવવામાં આવે.

  • લૂપ અને ચુંબકને સમાન ઝડપથી એકજ દિશામાં ગતિ કરાવવામાં આવે.


Advertisement
25.

સૂર્ય અને તેની આસપાસ ફરતા ગ્રહો, લઘુ ગ્રહો તથા ગ્રહોની આસપાસ ફરતા ઉપગ્રહો, ઉલ્કાઓ અને ધૂમકેતુઓના બનેલા સમૂહને સૂર્યમંડળ કહે છે. નીચેના પૈકી ......... સૂર્યમંડળનો સભ્ય નથી.

  • લઘુ ગ્રહો 

  • ખરતો તારો 

  • સૂર્ય 

  • કૃત્રિમ ઉપગ્રહો


Advertisement
26.

ગજીયા ચુંબક અને તેની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્ર માટે નીચે જણાવેલ પૈકીની કઈ બાબત સાચી છે?

  • ચુંબકીયક્ષેત્ર રેખાના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે.

  • ચુંબકીયક્ષેત્ર એ અદિશ રાશી છે.

  • ચુંબકીયક્ષેત્ર રેખાઓ એકબીજાને 90 અંશના ખૂણે છેદે છે.

  • જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક હોય ત્યા ચુંબકીયક્ષેત્ર નબળુ હોય છે.


A.

ચુંબકીયક્ષેત્ર રેખાના કોઈ બિંદુએ દોરેલ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે.


Advertisement
27.

પૃથ્વી જેના કેન્દ્રમાં છે તેવા અનંત ત્રિજ્યાવાળા કાલ્પનિક ગોળાને આકાશી ચંદરવો કહે છે. આ આકાશી ચંદરવા પરના ક્રાન્તિવૃતના 27 એક સરખા ભાગ કરવાથી મળતા દરેક ભાગને શું કહે છે?

  • આકાશ ગંગા

  • નક્ષત્ર 

  • રાશિ 

  • પલ્સાર


28.

ડાયરેક્ટ હોમ (DTH) પ્રસારણ માટે ભારતે કયો ઉપગ્રહ અવકાશમાં તરતો મૂક્યો છે?

  • INSAT-4A

  • INSAT-1

  • IRS-P 

  • CARTOSAT


29.

આકાશી ચંદરવામાં કેટલા તારા લાલ રંગના તો કેટલાક ભૂરા રંગના દેખાય છે. આ તારાઓ માટે નીચે જણાવેલ વિધાનો પૈકી કયું વિધાન સાચું છે?

  • ભૂરા રંગના તારાનું તાપમાન લાલ રંગના તારાના તાપમાન કરતાં ઓછું હોય છે.

  • તારાના રંગ અને તાપમાન વચ્ચે કોઇ સંબંધ નથી. 

  • ભૂરા રંગના તારાનું તાપમાન લાલ રંગના તારાના તાપમાન કરતાં વધુ હોય છે.

  • ભૂરા અને લાલ રંગના બંને તારાનું તાપમાન સમાન હોય છે.


Advertisement
30.

નીચેનું કોષ્ટક કેટલાંક ઍસિડ અને બેઇઝનાં pH મૂલ્ય દર્શાવે છે.



જ્યારે ઍસિડ અને બેઇઝને મંદ કરવામાં આવે ત્યારે તેમના મૂલ્યનું શું થશે? (તેમાં શુદ્વ નિસ્પંદિત પાણી ઉમેરવામાં આવે)
  • મંદ કરતાં, ઍસિડનું pH મૂલ્ય વધશે અને બેઇઝનું ઘટશે.

  • મંદ કરતાં, ઍસિડ અને બેઇઝ બંનેનું pH મૂલ્ય વધશે.

  • મંદ કરતાં, ઍસિડ અને બેઇઝ બંનેનું pH મૂલ્ય ઘટશે.

  • મંદ કરતાં, ઍસિડનું pH મૂલ્ય ઘટશે અને બેઇઝનું વધશે.


Advertisement