Chapter Chosen

વર્તનના જૈવિય આધારો

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો.

અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવી કોઈ પણ બે ગ્રંથિની સમજૂતી આપો. 

ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપો. 

Advertisement
સ્વયંસંચાલિત ચેતાતંત્ર સમજાવો. 

સંવેદનાપ્રવાહ ગ્રહણ કરનાર, તેમને મોકલવાની વ્યવસ્થા કરનાર અને કારક પ્રવાહ લઈ જનાર ચેતાતંત્રના ભાગને ‘પરિધવર્તી ચેતાતંત્ર’ કહેવાય છે.

પરિધવર્તી ચેતાતંત્ર બે ભાગ છે : 1. શારીરિક ચેતાતંત્ર (Somatic Nervous System) અને 2. સ્વયંસંચાલિત ચેતાતંત્ર (Autonomic Nervous System).

સ્વયંસંચાલિત ચેતાતંત્ર : પરિધવર્તી ચેતાતંત્રનો બીજો પ્રકાર સ્વયંસંચાલિત ચેતાતંત્ર છે. સ્વયંસંચાલિત ચેતાતંત્રને ‘અનિચ્છાવર્તી ચેતાતંત્ર’ પણ કહેવામાં આવે છે. આ તંત્રની કાર્યવાહી પર વ્યક્તિની ઈચ્છાનો કાબૂ હોતો નથી, તેથી તેને ‘અનિચ્છાવર્તી તંત્ર’ કહેવાય છે. આ ચેતાતંત્ર ફેફસાં, હદય, પાચનક્રિયાના અવયવો, મૂત્રપિંડ, રસગ્રંથિઓ વગેરે મહત્વના આંતરિક અવયવો સાથે જોડાયેલું છે. વ્યક્તિ નિદ્રાવસ્થામાં કે મૂર્છાવસ્થામાં હોય ત્યારે પણ આ તંત્ર કાર્ય કરે છે.

સ્વયંસંચાલિત ચેતાતંત્રના બે ભાગ છે : 1. અનુકંપી તંત્ર અને 2. પરાનુકંપી તંત્ર. ચેતાતંત્રના અસ્તિત્વ માટે આ બે તંત્રોની કાર્યવાહી પૂરક હોવા છતાં એકબીજાથી વિરુદ્ધ પ્રકારની છે.



1. અનિકંપી તંત્ર (Sympathetic System) : કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય ત્યારે અથવા મનોભાર પ્રત્યેની પ્રતિક્રિયાઓને પહોંચી વળવાની સ્થિતિમાં ‘અનુકંપી તંત્ર’ અસરકારક નીવડે છે.

અનુકંપી તંત્ર હદય, લાળગ્રંથિ હોજરી, બરોળ, રક્તવાહિનીઓ વગેરે સાથે જોડાયેલું છે. આ તંત્રની ઉત્તેજનાની સ્થિતિમાં હ્રદયની ગતિ વધે છે. શરીરના અવયવોને વધારે પ્રમાણમાં વળવા અંતઃસ્ત્રાવી ગ્રંથિતંત્ર ઉદ્દીપ્ત થાય છે.

આવા શારીરિક ફેરફારો શરીરને તાત્કાલિક શક્તિ પૂરી પાડે છે. આવી શક્તિ કટોકટીની પરિસ્થિતિ કે ભયનો સામનો કરવામાં ઘણી ઉપયોગી થાય છે. ઉગ્ર આવેગોના સમયે આ તંત્ર ખૂબ જ સક્રિય બને છે.

2. પરાનુકંપી તંત્ર (Parasympathetic System) : પરાનુકંપી તંત્રની કાર્યવાહી કરતાં વિરૂદ્ધ પ્રકારની છે.

અનુકંપી તંત્રની ઉત્તેજનાથી જે અવયવોમાં કાર્યનું પ્રમાણ વધે છે તે અવયવોમાં પરાનુકંપી તંત્રની અસરથી ગતિ મંદ પડે છે.

અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજિત હ્રદયના ધબકારા, શ્વાસોચ્છવાસ, રક્તપ્રવાહ જેવી ક્રિયાઓને પરાનુકંપી તંત્ર દ્વારા સામાન્ય અને સમતોલ બનાવે છે.

બંને તંત્રો એકબીજાથી વિરુદ્ધ કાર્ય કરે છે. એથી એકંદરે સમતુલાની સ્થિતિ જાળવાઈ રહેલી પડે છે.

પરાનુકંપી તંત્રના કાર્યને લીધે પાચન, રુધિરાભિસરણ, હ્રદયના ઘબકારા, શ્વાસોચ્છવાસ વગેરે શરીરની મહત્વની ક્રિયાઓ નિયમિત રીતે ચાલે છે. ચયાપચયની ક્રિયાઓ સાથે સંકળાયેલા આંતરિક અવયવો પર યોગ્ય કાબૂ રહે છે.



આમ, રોજીંદુ જીવન નિયમિત ચાલે છે. કટોકટીમાં અનુકંપી અને રોજીંદા જીવનમાં પરાનુકંપી તંત્રની કાર્યવાહી ઉપયોગી નીવડે છે.


Advertisement
જનીનતત્વો અને વર્તનની સમજૂતી આપો. 

Advertisement