Chapter Chosen

વર્તનના જૈવિય આધારો

Book Chosen

મનોજ્ઞાન ધોરણ 11

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ જણાવી કોઈ પણ બે ગ્રંથિની સમજૂતી આપો. 

Advertisement
કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો.

‘ચેતાતંત્ર’ એટલે મગજ, કરોડરજ્જુ અને તેમાંથી નીકળતા ચેતાતંતુઓ તેમજ તેમની સાથે સંકળાયેલી જ્ઞાનેન્દ્રિયોની સમગ્ર જાલ, ચેતાતંત્ર એક સળંગ એકમ તરીકે કાર્ય કરે છે.

અબજો ચેતાકોષ ધરાવતું માનવ ચેતાતંત્ર બીજા પ્રાણીઓના ચેતાતંત્ર કરતાં વિશિષ્ટ છે. ચેતાતંત્રની વિકસિત અવસ્થાને લીધે માનવી અનેક પ્રકારનાં અટપટાં કાર્યો કરવા સમર્થ બને છે. માનવીના વિશિષ્ટ ચેતાતંત્ર માટે હજારો વર્ષની ઉત્ક્રાંતિની પ્રક્રિયા જવાબદાર ગણાય છે.

ચેતાતંત્રનાં મુખ્ય બે વિભાગો છે : 1 કેંદ્રીય ચેતાતંત્ર અને 2. પરિધવર્તી ચેતાતંત્ર.






કેન્દ્રીય ચેતાતંત્ર : કેન્દ્રીય ચેતાતંત્ર દરેક પ્રકારની ચેતાકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર છે. તે મગજ તરફ આવતા સંદેશાઓ, વિચાર પ્રક્રિયાઓ, નિર્ણય તેમજ શરીરના જુદા જુદા અવયવો તરફ જતા સંદેશાઓનું સંકલન કરવાનું કાર્ય કરે છે.

કેન્દ્રીય ચેતાતંત્ર મગજ અને કરોડરજ્જુનું બનેલું છે.

મગજ : માનવીનું મગજ અન્ય પ્રાણીઓના મગજની સરખામણીમાં સૌથી વધારે વિકસિત છે. હજી પણ વિકાસની પ્રક્રિયા ચાલુ જ છે. માનવમગજનું કદ, શરીરના વજન અને મગજની વિશિષ્ટ પેશીઓના પ્રમાણની દ્રષ્ટિએ અન્ય કોઈ પણ સજીવ કરતાં ખૂબ જ વિકસિત છે.


પુખ્ત વ્યક્તિના મગજનું વજન આશરે 1.36 કિગ્રા હોય છે. તેમાં લગભગ 10 અબજ ચેતાકોષો હોય છે. શરીરના કુલ લોહીના જથ્થામાંથી મગજ હ્રદય દ્વારા પાંચમાં ભાગનું લોહી મેળવે છે. જો મગજના કોષોને ત્રણથી ચાર મિનિટ સુધી પ્રાણવાયુ ન મળે, તો ગંભીર નુકશાન થાય છે. મગજના સૂક્ષ્મ નિરીક્ષણ દ્વારા તેના જુદા જુદા ભાગોની વિશિષ્ટ ક્રિયાઓ જાણી શકાય છે. દા.ત. પશ્વ કપાલખંડમાં દ્રષ્ટિકેન્દ્ર આવેલું છે.

મગજની રચના (Structure of Brain) : માનવમગજ આઠ હાડકાંની બનેલી ખોપરીમાં સુરક્ષીત રીતે ગોઠવાયેલું છે. તે ગાડીઓવાળું હોય છે. મગજમાં રહેલી ગડીઓ બુદ્ધિ સાથે સબંધ ધરાવે છે. જેમ ગાડીઓ વધારે તેમ બુદ્ધિ વધુ. મગજ બે સરખાં અડધિયાંમાં વહેંચાયેલું છે. તેમને ‘મગજમાં ગોળાર્ધો’ તરીકે ઓળખવામાં આવે છે. મગજની ઉપલી સપાટીને ‘મસ્તિક છાલ’ કહેવામાં આવે છે. તે ચેતાકોષોની બનેલી છે. તે ભૂખરા રંગની હોવાથી તેને ‘ભૂખરા પદાર્થ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.



મગજના મુખ્ય ત્રણ ભાગ છે. :

1 મગજ સ્કંધ અને નાનું મગજ, 2. સીમાવર્તી ચેતાતંત્ર, 3. મોટુ મગજ અને મસ્તિષ્ક છાલ.

1. મગજ સ્કંધ અને નાનું મગજ :કેન્દ્રીય ચેતાતંત્રની કાર્યવાહીની ચર્ચા કરો.

મગજ સ્કંધ : મગજ સ્કંધ લંબચેતા ચેતાસેતુ અને મધ્ય મગજનો બનેલો છે. લંબચેતા મગજની સૌથી નીચેનો ભાગ છે. ઉપરની બાજુએ નાનું મગજ અને મોટું મગજ છે. અને તેની નીચેની બાજુએથી કરોડરજ્જુ નીકળે છે. તે શ્વાસોચ્છવાસ, હદયના ધબકારા તથા હલનચલન અને ઊંઘની ક્રિયાઓનું નિયંત્રાણ કરે છે.

ચેતાસેતુ લંબચેતાની ઉપરની બાજુએ છે અને નાના મગજના બંને ભાગોને જોડે છે. ચેતાસેતુમાં આવેલું ઉષ્માકેન્દ્ર શરીરના તાપમાનનું નિયમન કરવાનું કાર્ય કરે છે.

મગજ સ્કંધની ટોચ પર ચેતાકોષનાં ઝૂમખાંના બનેલા પિંડ આકારના અવયવને ‘થેલેમસ’ કહે છે. થેલેમસ બે મસ્તિષ્ક ગોળાર્ધો વચ્ચે આવેલ છે. થેલેમસ ચેતાપ્રવાહોને સ્વીકારી તેને ‘રીલે’ કરવાનું કાર્ય કરે છે. થેલેમસ દ્ર્ષ્ટિ, શ્રાવણ, દબાણ, પીડા વગેરે જેવા સાંવેદનિક સંકેતોને ગ્રહણ કરી, તેમને મસ્તિષ્ક છાલના ચોક્કસ ભાગને મોકલે છે. મગજમાં ઉત્પન્ન થતા ચેતાપ્રવાહો પણ આભાગને મોકલે છે. મગજમાં ઉત્પન્ન થતા ચેતાપ્રવાહો પણ આ ભાગમાં થઈ કરોડરજ્જુ તરફ જાય છે. આમ, થેલેમસ ‘રીલે સ્ટેશન’નું કાર્ય કરે છે.

નાનુ મગજ : નાનુ મગજ મોટા મગજની નીચે પાછળની બાજુએ આવેલું છે. સ્નાયુઓ પર નિયંત્રણ રાખવા માટે મગજની સાથે નાના મગજનો સહકાર જરૂરી છે. ચાલતું, દોડવું કૂદવું વગેરે પ્રકારની શારીરિક ક્રિયાઓમાં ઘણા સ્નાયુઓ એકબીજા સાથે મળીને કાર્ય કરે છે. આ બધા સ્નાયુઓનું નિયમન કરવાનું કામ નાનું મગજ કરે છે. નાના મગજની મદદથી માનવી પોતાનું સમતોલપણું જાળવી રાખે છે. તે હલનચલનની તરાહોની સ્મૃતિને સગૃહિત કરે છે. આથી જ નૃત્ય કરવું, સાઈકલ ચલાવવી વગેરે ક્રિયાઓની ટેવ પડ્યા પછી તે તરફ ખાસ ધ્યાન આપવું પડતું નથી.

2. સીમાવર્તી ચેતાતંત્ર (Limbic System) : તે મગજની સીમા તરફ આવેલું છે. સીમવર્તી ચેતાતંત્ર શરીરનું તાપમાન. લોહિનું દબાણ, લોહીમાં શર્કરાનું પ્રમાણ વગેરે ક્રિયાઓનું નિયમન કરે છે. તે મસ્તિષ્ક છાલમાંથી નીકળતા અને મસ્તિષ્ક છાલ તરફ જતા સંદેશાઓનું સંકલન કરે છે.



સીમાવર્તી ચેતાતંત્રમાં હિપોકૅમ્પસ, એમિગડાલા અને હાઈપેથેલેમસ આવેલાં છે. હિપોકૅમ્પસ લાંબા ગાળાની સ્મૃતિને સંગૃહિત કરવાનું કાર્ય કરે છે.

એમિગડાલા આક્રમકતા, સ્મૃતિ, આવેગો અને મૂળભૂત શારીરિક પ્રેરણાઓ સાથે સંકળાયેલું છે.

હાઈપોથેલેમસ ભૂખ, તરસ જાતીયતા વગેરે પ્રેરણાઓ અને આવેગાત્મક વર્તનમાં શારીરિક પ્રક્રિયાઓનું નિયમન કરે છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે અને શરીરની સમતુલા જાળવે છે.

3. મોટુ મગજ અને મસ્તિષ્ક છાલ : મોટું મગજ અને મસ્તિષ્ક ચાલ બોધાત્મક અથવા જ્ઞાનત્મક અને આવેગિક ક્રિયાઓનું નિયંત્રણ કરે છે. તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. મસ્તિષ્ક ચાલ વગર આયોજન, જટિલકારક હલનચલનો, પ્રત્યક્ષીકરણ કે વાણી જેવી ક્રિયાઓ શક્ય નથી. માત્ર 4 મિલિમીટરની જાડાઈ ધરાવતી મસ્તિષ્ક છાલ આખા મગજનું આવરણ છે. મસ્તિષ્ક છાલનો બહારનો ભાગ ભૂખરા રંગનો અને અંદરનો ભાગ સફેદ રંગનો હોય છે. મસ્તિષ્ક છાલમાં આવેલા ચેતાકોષોને લીધે વર્તન, કલ્પના, પ્રતિકો, સહચર્ય, ઈચ્છાઓ, તરંગો જેવી માનસિક ક્રિયાઓ શક્ય બને છે.



મોટા મગજના બે ગોળાર્ધો જુદી જુદી બોધાત્મક તેમજ આવેગિક ક્રિયાઓમાં ભાગ ભજવે છે. બંને ગોળાર્ધો સમાન હોવા છતાં એક ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે. મોટા ભાગના લોકોનો ડાબો ગોળાર્ધ વધારે પ્રભાવશાળી હોય છે. જે શરીરના જમણા ભાગોના અવયવોનું નિયંત્રણ કરે છે. આ ઉપરાંત દરેક ગોળાર્ધમાં કેટલાંક વિષિષ્ટકાર્યો પણ થાય છે. દા.ત., વાણીનું નિયંત્રણ હંમેશા ડાબા ગોળાર્ધમાં થાય છે.

મસ્તિષ્કખંડો (Cortical lobes) : મસ્તિષ્ક છાલ પર એક ઉભી ખાંચ હોય છે. જેને ‘રોલાંડોની ખાંચ’ કહેવાય છે. નીચેના ભાગમાં આવેલી ખાંચને ‘સિલવિયસની ખાંચ’ કહેવાય છે. આ ખાંચો વડે મસ્તિષ્કના ચાર ભાગ પડે છે, જે ‘મગજના ચાર ખંડો’ તરીકે ઓળખાય છે. તેમનાં રચના અને કાર્ય નીચે પ્રમાણે છે.

1. અગ્ર ખંડ (Frontal Lobe) : મગજમાં સૌથી આગળ આવેલો ભાગ કારક નિયંત્રણો અને બોધાત્મક પ્રતિક્રિયા સાથે સંકળયેલો હોય છે. આ ખંડ વિચારણા, આયોજન અને નિર્ણય પ્રક્રિયા સાથે સંકળાયેલો હોય છે. આ ખંડ વિચારણા, આયોજન અને નિર્ણય પ્રક્રિયા સાથે સબંધ ધરાવે છે. આ ખંડને ઈજા થાય તો વર્તન અને વ્યક્તિત્વ પર વિનાશક અસર થઈ શકે છે.

2. મધ્ય કપાલખંડ (Parietal Lobe) :
મધ્ય કપાલખંડ મગજમાં આવતા સાંવેદનિક સંદેશાઓનું નિયંત્રણ કરે છે. તેમાં આવેલા કારકો સ્નાયવિક હલનચલનોનું નિયંત્રણ કરે છે.

3. પાશ્વ કપાલખંડ (Occipital Lobe) :
પ્રશ્વ કપાલખંડ માથાના પાછળના ભાગમાં આવેલો છે. જે દ્રષ્ટિ કેન્દ્રનું નિયંત્રણ કરે છે. તેનો સીધો સબંધ નેત્રપટ સાથે છે.

4. નિમ્ન કપાલખંડ (Temporal Lobe) : નિમ્ન કપાલખંડ મગજના બંને ગોળાર્ધોની નીચેના ભાગમાં આવેલો છે. તેમાં વાણી અને શ્રવણ પ્રતિક્રિયાઓનું નિયંત્રણ થાય છે.

મગજનો કોઈ પણ એક ખંડ સ્વતન્ત્ર રીતે ચોક્કસ વર્તનનું નિયંત્રણ કરતો નથી. પરંતુ જટિલ વર્તન સાથે સુમેળ સાધવામાં મગજના ઘણા વિસ્તારો સંકળાયેલા હોય છે.

કરોડરજ્જુ (Spinal Cord) : કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડનાંં મણકાઓના પોલાણમાંથી સીધી પસાર થાય છે. કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે. કરોડરજ્જુ માંથી ચેતાપ્રવાહોનું વહન થાય છે.

કરોડરજ્જુમાંથી મધ્ય ભાગ ભૂખરા રંગનો અને બહારનો ભાગ સફેદ રંગનો હોય છે. બહારના ભાગે સંવેદન માર્ગો અને અંદરની બાજુએ ચેતાતંતુ માર્ગ હોય છે.

કરોડરજ્જુનાં મુખ્ય બે કાર્યો છે : 1. તે શરીરના અવયવો તરફથી મગજમાં સંદેશા લઈ જવાનું અને મગજમાંથી આવતા આદેશોને શરીરના અવયવો સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. 2. પ્રતિક્ષિપ્ત ક્રિયા કરે છે.

કરોડરજ્જુ મગજની મદદ વિના સ્વતંત્ર રીતે પણ કાર્ય કરે છે. કેટલાક ચેતાપ્રવાહો મગજસુધી પહોંચતા જ નથી. આવા ચેતાપ્રવાહોનું નિયંત્રણ કરોડરજ્જુમાં થાય છે અને તેના દ્વારા કાર્ય અમલમાં મૂકાય છે. આવી ક્રિયાઓને ‘પ્રતિક્ષિપ્ત ક્રિયાઓ’ કહે છે.

કરોડરજ્જુની ચેતાઓને ઈજા થાય તો પગમાં કે જીભમાં લકવાની અસર થઈ શકે છે.


Advertisement
ઉત્ક્રાંતિમૂલક અભિગમની સમજૂતી આપો. 

સ્વયંસંચાલિત ચેતાતંત્ર સમજાવો. 

જનીનતત્વો અને વર્તનની સમજૂતી આપો. 

Advertisement